Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Share Market : સેન્સેક્સ અને નિફટીએ નવી સર્વોચ્ચ સપાટી બનાવી, શેરબજારમાં સાપ્તાહિક કારોબારની મજબૂત શરૂઆત

10:09 AM Jan 15, 2024 | Dhruv Parmar

એક તરફ શિયાળો તેની ગંભીર અસરો બતાવી રહી છે તો બીજી તારદ શેરબજારે (Share Market) આકરા શિયાળામાં રોકાણકારોના ખિસ્સા ગરમ કર્યા છે. બજાર ખુલતાની સાથે જ બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરો ધરાવતો Sensex નવી ટોચે પહોંચ્યો હતો અને પ્રથમ વખત 73,000ની સપાટીને પાર કરી ગયો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જના Nifty માં તોફાની ઉછાળો જોવા મળ્યો હતો અને તે પણ 22,000ને પાર કરી ગયો હતો.

સોમવારે શેરબજાર (Share Market)માં કારોબારની શરૂઆત મજબૂત ગતિ સાથે થઈ હતી. BSE Sensex 505.66 પોઈન્ટ અથવા 0.70 ટકાના મજબૂત ઉછાળા સાથે 73,074.11 પર ખુલ્યો. આ પછી તેમાં વધુ વધારો થતો જોવા મળી રહ્યો છે. થોડીજ વારમાં Sensexમાં વધારો જોવા મળ્યો હતો અને 613.30 પોઈન્ટના ઉછાળા બાદ 73,181.76 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો. બીજી તરફ, NSE નો Nifty 135.80 પોઈન્ટ અથવા 0.62 ટકાના વધારા સાથે 22,030.30 ના સ્તર પર ખુલ્યો હતો અને તે પણ થોડીજ વારમાં વધીને 22,062 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો.

શેરબજાર (Share Market)માં કારોબાર શરૂ થયો તે સમયે લગભગ 2160 શેરમાં વધારો નોંધાયો હતો, જ્યારે 437 શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો, આ સિવાય 116 શેર એવા હતા જેમાં કોઈ ફેરફાર થયો નથી. Nifty માં વિપ્રો (Wipro), એચસીએલ ટેક્નોલોજીસ (HCL Tech), ટેક મહિન્દ્રા (Tech Mahindra), L&T અને Infosys શેરોમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. જ્યારે HDFC Life, આઈશર મોટર્સ (Aicher Motors), HUL, Hindalco અને આઈસીઆઈસીઆઈ બેંક (ICICI Bank)ના શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો.

આ પણ વાંચો : Micron Technology : અમેરિકાએ 3 વખત રિજેક્ટ કર્યા હતા ‘VISA’, અત્યારે ચલાવે છે 90 બિલિયન ડોલરની કંપની…