+

Share Market : શેરબજાર ખૂલતાની સાથે કડાકો,સેન્સેક્સ 241 પોઈન્ટ તૂટયો

સેન્સેક્સમાં 200થી વધુ પોઈન્ટનો ઘટાડો નિફ્ટીમાં 70થી વધુ પોઈન્ટનો ઘટાડો સેન્સેક્સના 30 શેરોમાંથી 25માં ઘટાડો   Share Market: શેરબજાર(Share Market)માં આજે એટલે કે 8મી ઓગસ્ટે ઘટાડો જોવા મળી રહ્યો છે.…
  1. સેન્સેક્સમાં 200થી વધુ પોઈન્ટનો ઘટાડો
  2. નિફ્ટીમાં 70થી વધુ પોઈન્ટનો ઘટાડો
  3. સેન્સેક્સના 30 શેરોમાંથી 25માં ઘટાડો

 

Share Market: શેરબજાર(Share Market)માં આજે એટલે કે 8મી ઓગસ્ટે ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ(sensex) 200થી વધુ પોઈન્ટના ઘટાડા સાથે 79,200ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. તે જ સમયે, નિફ્ટી(nifty)માં 70થી વધુ પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો છે તે 24,220ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 25માં ઘટાડો અને 5માં વધારો જોવા મળી રહ્યો છે. આજે આઈટી, બેન્કિંગ અને મેટલ શેર્સમાં વધુ ઘટાડો જોવા મળી રહ્યો છે. નિફ્ટી ઓઈલ એન્ડ ગેસ અને મેટલ ઈન્ડેક્સમાં લગભગ 1%નો ઘટાડો જોવા મળી રહ્યો છે.

સરસ્વતી સાડી ડેપોનો 12મી ઓગસ્ટથી આઈ.પી.ઓ

પ્રારંભિક જાહેર ઓફર એટલે કે સરસ્વતી સાડી ડેપો લિમિટેડનો IPO 12મી ઓગસ્ટે ખુલશે. રોકાણકારો આ IPO માટે 14 ઓગસ્ટ સુધી બિડ કરી શકશે. કંપનીના શેર 20 ઓગસ્ટે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર લિસ્ટ થશે.આ ઇશ્યૂની પ્રાઇસ બેન્ડ ₹152-₹160 નક્કી કરવામાં આવી છે. છૂટક રોકાણકારો ઓછામાં ઓછા એક લોટ એટલે કે 90 શેર માટે બિડ કરી શકે છે. જો તમે IPO ના અપર પ્રાઇસ બેન્ડ પર ₹ 160 પર 1 લોટ માટે અરજી કરો છો, તો તમારે ₹ 14,400નું રોકાણ કરવું પડશે.

આ પણ  વાંચો –Share Market: શેરબજાર ખૂલતાની સાથે તેજી,સેન્સેક્સમાં 972 પોઈન્ટનો ઉછાળો

JSW સ્ટીલે મોટા ઘટાડા સાથે બિઝનેસ શરૂ

આ સિવાય ટાટા મોટર્સ 0.35 ટકા, ટાઇટન 0.32 ટકા, હિન્દુસ્તાન યુનિલિવર 0.30 ટકા અને એચડીએફસી બેન્કના શેરોએ 0.23 ટકાના ઉછાળા સાથે આજના કારોબારની શરૂઆત કરી હતી. જ્યારે, JSW સ્ટીલે 1.61 ટકાના સૌથી મોટા ઘટાડા સાથે વેપાર શરૂ કર્યો. આ સિવાય ઈન્ફોસિસના શેરે 1.53 ટકા, ટાટા સ્ટીલ 1.33 ટકા, લાર્સન એન્ડ ટુબ્રો 1.26 ટકા અને અલ્ટ્રાટેક સિમેન્ટના 0.98 ટકાના નુકસાન સાથે ટ્રેડિંગ શરૂ કર્યું હતું.

આ પણ  વાંચો –આજે શેરબજારમાં નોંધાયો વધારો, રોકાણકારોને 9.18 લાખ કરોડનો થયો લાભ

ભારતીય રૂપિયો આજે 8 પૈસા મજબૂત થઈને ખુલ્યો

ગઈ કાલે ભારતીય રૂપિયો અમેરિકન ડોલર સામે 8 પૈસા મજબૂત થયો હતો. આઈટી ઈન્ડેક્સમાં ઉછાળા પાછળ ડોલરમાં ઉછાળો જવાબદાર છે પરંતુ તેમ છતાં ઈન્ફોસિસે ગઈ કાલે 2.56 ટકાના ઉછાળા સાથે ટ્રેડિંગ શરૂ કર્યું છે.

આ પણ  વાંચો Property Capital Gains: ઘર ખરીદનારા પર સરકાર મહેરબાન! બજેટના નિયમથી લોકો નાખુશ

બુધવારે શેરબજારમાં શાનદાર રિકવરી જોવા મળી હતી

સતત ત્રણ દિવસના ઘટાડા બાદ બુધવારે શેરબજારમાં સારી રિકવરી જોવા મળી હતી. બુધવારે સેન્સેક્સ 874.94 પોઈન્ટના વધારા સાથે 79,468.01 પોઈન્ટ પર બંધ થયો હતો. બીજી તરફ નિફ્ટી પણ 304.95 પોઈન્ટના ઉછાળા સાથે 24,297.50 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. આ પહેલા મંગળવારે સેન્સેક્સે 166.33 પોઈન્ટ્સ અને નિફ્ટીએ 63.05 પોઈન્ટ્સનો ઘટાડો નોંધ્યો હતો. જ્યારે સોમવારે વૈશ્વિક વેચાણના દબાણને કારણે સેન્સેક્સ 2,222.55 અને નિફ્ટી 662.10 પોઈન્ટના ભારે ઘટાડા સાથે બંધ રહ્યો હતો.

Whatsapp share
facebook twitter