Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

SHAITAAN ફિલ્મે 2 જ દિવસમાં કરી અધધધ આટલી બધી કમાણી, વાંચો અહેવાલ

05:41 PM Mar 10, 2024 | Harsh Bhatt

અજય દેવગન હાલ તેમની તાજેતરમાં આવેલ ફિલ્મ શૈતાનને લઈને ઘણા ચર્ચામાં છે. શૈતાન ફિલ્મ 8 માર્ચના રોજ સિનેમાઘરોમાં આવેલ હતી. અજય દેવગન અને આર માધવનની આ ફિલ્મ સિનેમાઘરોમાં ધૂમ કમાણી કરી રહી છે. નોંધનીય છે કે,  શૈતાન ફિલ્મ એ ગુજરાતી ફિલ્મ વશની રીમેક છે. આ ફિલ્મને વિકાસ બહલ દ્વારા ડાઇરેક્ટ કરવામાં આવી છે. અને આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં અજય દેવગન, આર માધવન, જાનકી બોડીવાલા અને જ્યોતિકા છે. ચાલો જાણીએ આ 2 દિવસમાં કેવા રહ્યા છે ફિલ્મના હાલ..

SHAIAAN એ બીજા દિવસે પણ મચાવી ધૂમ 

SHAIAAN ફિલ્મ તેના કાળા જાદુના વિષયના કારણે ખૂબ જ લોકોમાં લોકપ્રિય બની રહી છે અને તેની અસર ફિલ્મની કમાણી ઉપર પણ ખૂબ જ દેખાઈ રહી છે. 8 માર્ચના રોજ આવેલ આ ફિલ્મે પહેલા દિવસે 15.21 કરોડની કમાણી કરી હતી. આ આંકડા ખૂબ જ પ્રભાવિત કરનાર છે, કારણ કે આ પહેલા આ આવેલ અજય દેવગનની ફિલ્મ DRISYAM 2 એ પણ તેના પહેલા દિવસે આટલાની જ કમાણી કરી હતી.

વાત કરીએ ફિલ્મના બીજા દિવસની કમાણીની તો આ ફિલ્મના બીજા દિવસની કમાણી તેના પહેલા દિવસની કમાણી કરતાં વધારે જોવા મળી હતી. આ ફિલ્મે બીજા દિવસે 19.18 કરોડની કમાણી કરી સૌને ચોંકાવી દીધા હતા. આ સાથે આ ફિલ્મની કુલ કમાણી 34.39 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. અપેક્ષા મુજબ ફિલ્મ શૈતાન સારો બિઝનેસ કરી રહી છે. રવિવારથી પણ આ ફિલ્મનું જોરદાર કલેક્શન થવાની આશા છે. હવે જોવાનું એ રહે છે કે રવિવારે આ ફિલ્મ કેવો ધમાકો કરશે.

આ વર્ષની TOP OPENERS માં SHAITAAN બીજા ક્રમાંકે 

1. ફાઇટર  24.60 cr
2. શૈતાન 15.21 cr
3. તેરી બાત મેં ઐસા ઉલઝા જીયા  7.02 cr
4. આર્ટીકલ 370  6.12 cr
5. ક્રેક  4.11 cr

SHAITAAN ફિલ્મે તેના પહેલા દિવસે જ 15.21 કરોડની કમાણી કરી હતી, જે આ વર્ષની બીજા નંબરની સૌથી મોટી ઓપેનઈંગ મેળવનાર ફિલ્મ બની ગઈ છે. આ પહેલા રિતિક અને દીપિકાની ફિલ્મ  FIGHTER એ તેના પહેલા જ દિવસે 24.60 કરોડની કમાણી કરી હતી. આ ફિલ્મ 25 જાન્યુઆરીના રોજ સિનેમાઘરોમાં આવેલ હતી. નોંધનીય છે કે આ ફિલ્મે PATHAAN ફિલ્મના ડાઇરેક્ટર સિદ્ધાર્થ આનંદ દ્વારા બનાવવામાં આવી હતી.

ગુજરાતી ફિલ્મ VASH ની રીમેક છે SHAITAAN 

SHAITAAN ફિલ્મ વર્ષ 2023 માં આવેલ ગુજરાતી ફિલ્મ VASH ની રીમેક છે. VASH ને કૃષ્ણદેવ યાગ્નિક દ્વારા ડાઇરેક્ટ કરવામાં આવી હતી. VASH માં મુખ્ય ભૂમિકા ભજવનાર જાનકી બોડીવાલા આ SHAITAAN ફિલ્મમાં પણ એ જ ભૂમિકા ભજવી રહી છે. વધુમાં આ ફિલ્મમાં અજય દેવગન અને આર માધવનની જોડી અદભૂત છે. તમને જણાવી દઈએ કે આ જોડી પહેલીવાર પડદા પર સાથે જોવા મળી છે, જેણે ધૂમ મચાવી અને દર્શકોના દિલને સ્પર્શી લીધા. જ્યારથી ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું છે ત્યારથી લોકોમાં તેના માટે ઉત્સાહ વધી ગયો છે અને તેનો અંદાજ ફિલ્મની કમાણી પરથી લગાવી શકાય છે.

આ પણ વાંચો : Elvish vs Maxtern : Elvish Yadav ની મુશ્કેલીમાં વધારો, ગુરુગ્રામ પોલીસે પૂછપરછ માટે બોલાવ્યો…