+

Kheda : ખનન માફિયાઓ બેફામ, નદીનું વહેણ બદલી રસ્તો અને 10 થી વધુ બ્રિજ બનાવી દીધા!

ખેડા (Kheda) જિલ્લાના ઠાસરા (Thasara) તાલુકામાં ખનન માફિયા બેફામ બન્યા છે. લોકમાતા મહીસાગર નદીમાં (Lokmata Mahisagar river) ખનન માફિયાઓનો રાજ ઉજાગર થયો છે. માફિયાઓએ નદીનું વહેણ બદલી ગેરકાયદે રસ્તો અને…

ખેડા (Kheda) જિલ્લાના ઠાસરા (Thasara) તાલુકામાં ખનન માફિયા બેફામ બન્યા છે. લોકમાતા મહીસાગર નદીમાં (Lokmata Mahisagar river) ખનન માફિયાઓનો રાજ ઉજાગર થયો છે. માફિયાઓએ નદીનું વહેણ બદલી ગેરકાયદે રસ્તો અને બ્રિજ બનાવ્યા છે. ખેડાથી વડોદરા (Vadodara) અને પંચમહાલને જોડતા 10 થી વધુ ગેરકાયદે બ્રિજ અને ઠાસરાનાં અકલાચા અને રાણિયાને જોડતો 15 કિમીનો રસ્તો બનાવી દીધો છે. છેલ્લા 2 વર્ષમાં રાણિયા, અકલાયા, સેવાલિયા સહિતનાં રસ્તા માટે નદીનાં વહેણ બદલ્યા છે. ત્યારે ખનન માફિયાઓ કોની રહેમનજરથી આટલા બેફામ બન્યા છે ? તે સવાલ ઊભો થયો છે. ખનન માફિયાઓ પર કોનો હાથ છે ? સમગ્ર ઘટનામાં પોલ્યુશન ડિપાર્ટમેન્ટ, ખેડા જિલ્લા ખાણ ખનીજ વિભાગની કામગીરી પણ શંકાસ્પદ જણાઈ રહી છે.

15 કિમીનો રસ્તો, 10 થી વધુ બ્રિજ બનાવી દીધા!

ખેડા (Kheda) જિલ્લાના ઠાસરામાં છેલ્લા 2 વર્ષમાં ખનન માફિયાઓએ બેફામ બની કોઈ પણ ડર વિના ગેરકાયદેસર માટી ખનન કરવા માટે લોકમાતા મહીસાગર નદીનું (Lokmata Mahisagar river) વહેણ બદલી રસ્તો અને કેટલાક બ્રિજ બનાવી દીધા છે. માહિતી મુજબ, ખનન માફિયાઓએ ખેડાથી વડોદરા અને પંચમહાલને (Panchmahal) જોડતા 10 થી વધુ ગેરકાયદે બ્રિજ, ઠાસરાના અકલાચા, રાણિયા, સેવાલિયા સહિતનાં રસ્તા માટે 15 કિમીનો રસ્તો બનાવ્યો છે. જો કે, આ ઘટસ્ફોટ થતાં હવે માફિયાઓ સાથે જિલ્લા ખાણ ખનીજ વિભાગ (Kheda District Mines and Minerals Department) અને સ્થાનિક તંત્રની મિલી ભગત હોવાના આરોપ લાગી રહ્યા છે.

નદીના વહેણ બદલ્યાં, ખનીજ માફિયાઓ પર કાર્યવાહી ક્યારે ?

આરોપ મુજબ, ખનન માફિયાઓ દ્વારા પંચમહાલ, વડોદરા, ગળતેશ્વર અને ડેસર સહિતનાં રસ્તા માટે પણ વહેણ બદલ્યા છે. ગેરકાયદેસર ચાલી રહેલા બ્લેક સ્ટોનના મસમોટા કૌભાંડમાં પોલ્યુશન ડિપાર્ટમેન્ટની (Pollution Department) કામગીરી પણ શંકાસ્પદ થઈ રહી છે. ખેડા જિલ્લા ખાણ ખનીજ વિભાગની રહેમ નજરમાં માફિયાનું મોકળું મેદાન મળ્યું હોય તેવી ચર્ચાઓએ વેગ પકડ્યો છે. ત્યારે લોકોમાં સવાલ છે કે આવા ખનીજ માફિયાઓ પર કોણ અને ક્યારે કાર્યવાહી થશે ? કોની રહેમ નજર હેઠળ ખનીજની ચોરી ચાલી રહી છે ? ખનીજ માફિયાઓના માથા પર કયા અધિકારીનો હાથ છે ? છેલ્લા 2 વર્ષથી ચાલતી ખનીજ ચોરી તંત્રને દેખાતી નથી ? આ મામલે તંત્ર ક્યાં સુધી આંખ આડા કાન રાખી જોતું રહેશે ? જો મીડિયાને આ દેખાય છે તો તંત્રને કેમ નથી દેખાતું ?

ગ્રામ પંચાયતના VC ને ખનન માફિયાઓએ માર માર્યો

બીજી તરફ એવી પણ માહિતી છે કે, ગેરકાયદેસર માટી ખનન રોકવા જતા રવાલિયા ગ્રામ પંચાયતના VC સામંતસિંહ ચાવડાને ખનન માફિયાઓએ માર માર્યો હતો. વીસીને ગડદાપાટુંનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. તલાટીએ સમગ્ર મામલે ઠાસરા મામલતદારને જાણ કરી છે. 6 થી વધુ ખનન કરનાર લોકોએ હુમલો કરતાં મામલો ઠાસરા પોલીસ મથકે (Thasara police station) પહોંચ્યો છે.

આ પણ વાંચો – Anand : ‘મારી પત્નીની સાઈડનો દરવાજો ખોલવાનો પ્રયત્ન પણ કર્યો’! કારચાલકે Gujarat First ને જણાવી આપવીતી

આ પણ વાંચો – VADODARA : એક્સપ્રેસ હાઇ-વે પર ગુંડાગીરી મામલે નોંધાઇ પોલીસ ફરિયાદ

આ પણ વાંચો – GUJARAT FIRST નું સરકારી શાળામાં REALITY CHECK, જર્જરિત ઇમારત અને વિધાર્થીઓમાં જ્ઞાનનો અભાવ ચિંતાનો વિષય!

Whatsapp share
facebook twitter