Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

શાહરુખની તબિયત નાજુક, અમદાવાદની કે.ડી હોસ્પિટલમાં પત્ની ગૌરી ખાન, મિત્રોને બોલાવવામાં આવ્યા

08:58 PM May 22, 2024 | KRUTARTH JOSHI

અમદાવાદ : શાહરુખ ખાનને અમદાવાદ ખાતેની K.D Hospital માં દાખલ કરવામાં આવ્યા હતા. જુહી ચાવલા અને તેમના પતિ જય મહેતાનો વીડિયો સામે આવ્યો છે. બંન્નેને પોતાની ગાડીમાં કેડી હોસ્પિટલ માટે રવાના થતા જોઇ શકાય છે. સાથે જ શાહરૂખ ખાનની પત્ની ગૌરીખાન પણ કેડી હોસ્પિટલ પહોંચી ચુકી છે.

અમદાવાદની ગરમી ન સહી શક્યો કિંગખાન

બોલિવુડના કિંગ શાહરુખ ખાનના ફેન્સ વચ્ચે હલચલ મચેલી છે. સમાચાર છે કે, શાહરૂખને અમદાવાદની કેડી હોસ્પિટલમાં દાખલ કરાવાયો હતો. મળતી માહિતી અનુસાર સુપર સ્ટારની તબિયત ખરાબ હોવાના કારણે તેને હોસ્પિટલ ખસેડાયો હતો. કેડી હોસ્પિટલના ડોક્ટર્સના અનુસાર શાહરુખને ડિહાઇડ્રેશન થઇ ગયું હતું. હવે તેની તબિયત જોવા માટે પત્ની ગૌરી ખાન અને અભિનેત્રી જુહી ચાવલા હોસ્પિટલ પહોંચી ચુક્યા છે.

શાહરુખની પત્ની ગૌરીખાનને બોલાવી લેવાઇ

જૂહી ચાવલા અને તેમના પતિ જય મહેતાનો વીડિયો સામે આવ્યો છે. બંન્ને પોતાની ગાડીમાં કેડી હોસ્પિટલ માટે રવાના થતા જોઇ શકાય છે. શાહરુખ ખાનની પત્ની ગૌરીખાન પણ કેડી હોસ્પિટલ પહોંચી ચુકી છે. જુહી ચાવલા અને શાહરુખ ખાન આઇપીએલ ટીમ કોલકાતા નાઇટ રાઇડર્સના માલિક છે. સાથે જ બંન્ને વર્ષો જુના મિત્રો પણ છે. જેના કારણે જુહી પોતાના પતિ સાથે દોસ્ત શાહરુખ ખાનની ખબર અંતર પુછવા માટે પહોંચી હતી.

શાહરુખ ખાનને હોસ્પિટલમાં દાખલ કરાયો

21 મે ગુજરાતના અમદાવાદ ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) ની વચ્ચે IPL 2024 ની પહેલી ક્વોલિફાયર મેચ રમાઇ રહી છે. આ મેચમાં કેકેઆરએ બાજી મારી અને ફાઇનલમાં એન્ટ્રી મેળવી લીધી હતી. આ મેચ માટે શાહરુખ ખાન અમદાવાદમાં આવ્યા હતા.ગત્ત બે દિવસથી શાહરુખ ખાન અમદાવાદમાં જ છે. ગરમી વધારે હોવાના કારણે તેને ડિહાઇડ્રેશનની સમસ્યા થઇ હતી. મેચ બાદ શાહરુખ ખામ મેદાન પર લાંબો સમય રહ્યો અને ફેન્સનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. ત્યાર બાદ મોડી રાત્રે તે પોતાની ટીમની સાથે અમદાવાદની હોટલમાં પહોંચ્યા હતા. જ્યાં તેમનું ટીમની સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.

22 મેના રોજ શાહરુખની તબિયત અચાનક લથડી

22 મેના રોજ સવારે શાહરુખની તબિયત લથડી હતી. ત્યાર બાદ તેને બપોરે એક વાગ્યે કેડી હોસ્પિટલ લઇ જવામાં આવ્યા. પોલીસ સુત્રો અનુસાર એક્ટર શાહરુખ ખાન હજી પણ કેડી હોસ્પિટલમાં ડોક્ટર્સના ઓબ્જર્વેશન હેઠળ એડમીટ છે. જો કે હોસ્પિટલની તરફથી આધારિત હાલ કંઇ પણ કહેવામાં આવી નથી રહ્યું. દિલ્હી અને મુંબઇની જેમ જ અમદાવાદમાં પણ તાપમાન અસહ્ય થઇ ચુક્યું છે. 45 ડિગ્રી ગરમીના કારણે સામાન્ય લોકો પણ પરેશાન છે. હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ અપાયું છે. તમામને ઘરમાં જ રહેવા માટે સલાહ અપાઇ છે. લોકોને ડિહાઇડ્રેટ રહેવા માટે પણ સુચના અપાઇ છે.