+

Sexual harassment case: બાળકને રૂ. 10 ની લાલચ આપી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું

Sexual harassment case: સરકાર દ્વારા દેશમાં દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યના બનાવને નાબૂદ કરવા માટે અનેક નિયમ-કાનૂન ઘડવામાં આવ્યા છે. પરંતુ તેમ છતાં દેશના દરેક ખૂણે-ખૂણે અવાર-નવાર માસૂમ બાળકો આવા…

Sexual harassment case: સરકાર દ્વારા દેશમાં દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યના બનાવને નાબૂદ કરવા માટે અનેક નિયમ-કાનૂન ઘડવામાં આવ્યા છે. પરંતુ તેમ છતાં દેશના દરેક ખૂણે-ખૂણે અવાર-નવાર માસૂમ બાળકો આવા બનાવનો શિકાર થતા હોય છે. ત્યારે દેશના નાગરિકો આશા રાખીને બેઠા છે, કે… ક્યારે એ સમય આવશે કે પછી સરકરા એવા કાયદાનું નિર્માણ કરશે જેના અસ્તિત્વથી દેશમાં આવા બનાવો સંપૂર્ણપણે નાબૂદ થશે.

  • રૂ. 10 ની લાલચ આપી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું
  • બાળકે સંપૂર્ણ ઘટના અંગે પરિવારજનોને જાણ કરી
  • પોલીસે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા

રૂ. 10 ની લાલચ આપી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું

Sexual harassment case

Sexual harassment case

ત્યારે ગુજરાત રાજ્યાની હિરા નગરી સુરતમાં શર્મશાર કરતી ઘટના સામે આવી છે. ત્યારે વધુ એક શહેરમાંથી માસૂમ બાળાક સૃષ્ટિ વિરુદ્ધના બનાવનો શિકાર બન્યો છે. સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતી માસૂમ બાળકને એક વ્યક્તિએ રૂ. 10 ની લાલચ આપીને પોતાની સાથે લઈ ગયો હતો.

બાળકે સંપૂર્ણ ઘટના અંગે પરિવારજનોને જાણ કરી

ત્યારે આ વ્યક્તિએ તે બાળક સાથે સૃષ્ટિ વૃરુદ્ધનુ કૃત્ય આચર્યું હતું. જો કે આ સંપૂર્ણ ઘટનાની જાણ તે બાળકે તેના માતા-પિતાને કરી હતી. ત્યારે આ ઘટનાને લઈને બાળકાના પરિવારજનોએ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા

ત્યાર બાદ પોલીસ તાત્કાલિક ધોરણે બાળકના બયાન આધારિત આરોપીને પકડવાની તજવીજ હાથ ધરી હતી. જો કે પોલીસ દ્વારા 22 વર્ષીય પરેશ ચંદુ ગોહેલની ધરપકડ કરી તેની વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. હાલમાં, પોલીસે આરોપીને પકડી આગળ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: Gujarat Police : મહા તોડકાંડમાં CM ની સૂચના બાદ તરલ ભટ્ટ સામે ગુનો નોંધાયો 

Whatsapp share
facebook twitter