+

મુખ્યમંત્રી સહિત અનેક મંત્રીઓ આજે સુરતમાં, સવાણી ગ્રુપ દ્વારા આયોજિત સમૂહ લગ્નોત્સવમાં આપશે હાજરી

સુરતમાં પીપી સવાણી ગ્રુપ અને જાનવી લેબ ગ્રોન ગ્રુપ દ્વારા આયોજિત દીકરી જગત જનની સમૂહ લગ્નનાં પ્રસંગે આજે સાંજે 6-૦૦ કલાકે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની હાજરી માં 150 યુવતીઓનાં સમૂહ લગ્ન યોજાશે.અબ્રામા ગામના વિશાળ પટાંગણમાં આજે અને આવતી કાલે એમ કુલ બે દિવસ 150-150 યુવતીઓના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે .ટોચના મંત્રીઓ રહેશે હાજરઆ પ્રસંગને દિપાવવા માટે રાજયનાં મુખ્યમંત્રી ભૂપે
સુરતમાં પીપી સવાણી ગ્રુપ અને જાનવી લેબ ગ્રોન ગ્રુપ દ્વારા આયોજિત દીકરી જગત જનની સમૂહ લગ્નનાં પ્રસંગે આજે સાંજે 6-૦૦ કલાકે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની હાજરી માં 150 યુવતીઓનાં સમૂહ લગ્ન યોજાશે.અબ્રામા ગામના વિશાળ પટાંગણમાં આજે અને આવતી કાલે એમ કુલ બે દિવસ 150-150 યુવતીઓના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે .
ટોચના મંત્રીઓ રહેશે હાજર
આ પ્રસંગને દિપાવવા માટે રાજયનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજયકક્ષાનાં ગૃહમંત્રી હર્ષ સંઘવી, ઋષિકેશ પટેલ, કુબેર ડીંડોર, મુકેશ પટેલ સહિતનાં આગેવાનો હાજરી આપશે,તેમજ આ પ્રસંગની સાથે લગ્ન અવસરે એક લાખથી વધુ લોકો અંગદાનનો સંકલ્પ લઇને અનોખો રૅકોર્ડ નોંધાવશે તેમજ જરૂરિયાતમંદ ૧૦૦૦ વિદ્યાર્થીઓ માટે વિદ્યાર્થી દત્તક યોજનાની પણ શરૂઆત થશે.
ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે સુંદર આયોજન 
લગ્નમાં ટ્રાફિકની સમસ્યા ન સર્જાય એ માટે ખાસ આયોજન કરાયુ છે. પાર્કિંગ સ્થળ, લગ્નનું વિશાળ ગ્રાઉન્ડ , રસોડું, મંડપ, સ્ટેજ,અને મુખ્ય રૂટ પર પણ અનેક કાર્યકરો તૈનાત રહેશે..આ પ્રસંગમાં લગભગ 4 હજારથી વધુ સ્વયંસેવકો સેવા આપશે.આ ઉપરાંત લોકોની સુવિધા માટે આરોગ્ય અને ફાયર બ્રિગેડની ટીમ પણ સ્થળ પર સ્ટેન્ડ બાય રહેશે.
2 મુસ્લિમ યુગલ પણ સમુહ લગ્નોત્સવમાં નિકાહ પઢશે 
ઉલ્લેખનીય છે કે પ્રથમ દિવસના 150 લગ્નમાં 2 મુસ્લિમ યુગલ નિકાહ પઢશે તો 1 ખ્રિસ્તી યુગલ પણ નવજીવનની શરૂઆત કરશે.આજે લગ્નના ઉદ્ઘાટન પ્રસંગે સ્ટેજ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી, ઋષીકેશ પટેલ, કુબેર ડીંડોર, મુકેશભાઈ પટેલ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter