+

સેવાશ્રમની યુવતીની ઓલિમ્પિક જર્મનીમાં થઇ પસંદગી

સુરત જિલ્લા બારડોલીના ખરવાસા ખાતે આવેલ શાંતિનાથ સેવાશ્રમની સિદ્ધિ મેળવી છે. સેવાશ્રમ માં માનસિક રીતે વિકલાંગ બાળકો અભ્યાસ કરે છે. આ શાંતિનાથ સેવાશ્રમ ની છોકરી રીંકલ ગામીત ઓલિમ્પિક જર્મની માં…

સુરત જિલ્લા બારડોલીના ખરવાસા ખાતે આવેલ શાંતિનાથ સેવાશ્રમની સિદ્ધિ મેળવી છે. સેવાશ્રમ માં માનસિક રીતે વિકલાંગ બાળકો અભ્યાસ કરે છે. આ શાંતિનાથ સેવાશ્રમ ની છોકરી રીંકલ ગામીત ઓલિમ્પિક જર્મની માં પસંદગી થઈ છે. જર્મની માં તારીખ 7 થી 25 સમર ઓલિમ્પિક આયોજન કરાયું છે.

સુરત જિલ્લાના બારડોલી તાલુકાના ખરવાસા ગામે માનસિક રીતે વિકલાંગ બાળકો ને સમાજમાં અનેરૂ સ્થાન મળે અને તેઓ પણ સંસ્કાર અને શિક્ષણથી વંચિત ના રહે એ માટે શાંતિનાથાય સેવાશ્રમ ની સ્થાપના કરવામાં આવી છે. અહીં 162 જેટલા વિદ્યાર્થીઓને અભ્યાસ સાથે અનેક વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. માનસિક રીતે પણ વિકાસ થાય એ હેતુ સાથે અભ્યાસની સાથે રમત ગમત ઉપર પણ વિશે ધ્યાન આપવામાં આવે છે. આજ સેવાશ્રમની વિદ્યાર્થીની રીંકલ ગામીત જેના માટે બારડોલી , સુરત જિલ્લા ના માટે ગૌરવ લઈ શકાય એવી સિદ્ધિ મેળવી છે. હેન્ડબોલ ની રમતમાં નિપુણ એવી રિંકલ ગામીત નામની છોકરી જર્મની ખાતે રમાનાર સમર ઓલિમ્પિક્સમાં પસંદગી પામી છે. બારડોલી તાલુકા ના નાનકડા ગામે આવેલ સેવાશ્રમ ની વિદ્યાર્થીની ઓલિમ્પિકમાં પસંદગી પામતા સાથે બાળકો તેમજ શાળા પરિવારમાં આનંદની લાગણી વ્યક્ત કરી હતી. અને પસંદગી પામનાર રીંકલ ગામીત ઓલિમ્પિક્સ માં પ્રતિનિધિત્વ કરીને ગોલ્ડ મેડલ જીતીને લાવવા સુધીનો આત્મવિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.

ખાસ કરીને ભૌતિક સુવિધા સાથે મોટા શહેરોના બાળકો વિવિધ સિદ્ધિ ઓ મેળવતા હોય છે. પરંતુ આ એવા બાળકો છે કે જેઓનો શારીરિક અને માનસિક રીતે અન્ય બાળકોની જેમ વિકાસ થયો નથી. એવા બાળકો અભ્યાસની સાથે રમત ગમત ક્ષેત્રમાં કાઠું કાઢતા એક આનંદદાયક પળ ઊભી થઈ છે. જર્મની ખાતે યોજાનાર સમર ઓલિમ્પિક ચાલુ માસ માં તારીખ 7 જૂન થી 25 જૂન સુધી રમાનાર છે. જેમાં માનસિક વિકલાંગ બાળકો ની શ્રેણી માં સુરત જિલ્લા ના બારડોલી ખાતે સેવાશ્રમ ની વિદ્યાર્થીની રીંકલ ગામીત ની પસંદગી થતા સેવાશ્રમ ના સંચાલક મંડળ અને સાથી શિક્ષકોએ પણ રિંકલ ગામીત ને શુભેચ્છા પાઠવી હતી.

આ પણ વાંચો – વડોદરામાં અટલ બ્રિજની દિવાલ વરસાદના કારણે ધરાશાયી, તંત્રની પોલ ખુલી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

અહેવાલ – ઉદય જાદવ

Whatsapp share
facebook twitter