+

Navsari Agricultural University: નવસારી કૃષિ યુનિવર્સિટીમાં આવેલા બામ્બુ વિભાગમાં લાગી વિનાશકારી આગ

Navsari Agricultural University: ગુજરાત (Gujarat) માં અને સ્થળો પર અવાર-નવાર આગની ઘટના સામે આવતી હોય છે. ત્યારે ગુજરાતના વધુ એક જિલ્લામાંથી એક મોટી આગની ઘટના સામે આવી છે. જોકે બચાવકર્મીઓ…

Navsari Agricultural University: ગુજરાત (Gujarat) માં અને સ્થળો પર અવાર-નવાર આગની ઘટના સામે આવતી હોય છે. ત્યારે ગુજરાતના વધુ એક જિલ્લામાંથી એક મોટી આગની ઘટના સામે આવી છે. જોકે બચાવકર્મીઓ (Fire Brigade) ઘટના સ્થળ પર પહોંચી ગયા છે. અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

  • નવસારીના કૃષિ યુનિવર્સિટીના એક વિભાગમાં લાગી આગ

  • મુખ્યત્વે યુનિવર્સિટીના બામ્બુ નર્સરી વિભાગમાં ભીષણ આગ

  • હાલમા, બચાવકર્મીઓ દ્વારા આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન જારી

મળતી માહિતી મુજબ નવસારી કૃષિ યુનિવર્સિટી (Navsari Agricultural University) માં ભીષણ આગ લાગી હતી. આ આગ મુખ્યત્વે યુનિવર્સિટી ના બામ્બુ નર્સરી વિભાગમાં ભીષણ રીતે લાગી હતી. તે ઉપરાંત આ આગે જોતજોતામાં અનેક વિસ્તારને કબજે કરી લીધો હતો. પરંતુ ઘટના સ્થળ પર સાવચેતીના પગલે નાગરિકા દ્વારા પાણી મારો શરૂ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: GSEB HSC Result: ગઈકાલે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરિણામો જાહેર કરાશે

પાણી મારો કરીને આગ ઉપર કાબુ મેળવવાની મથામણ શરૂ કરી

તેની સાથે આ ઘટનાના પગલે આસપાસના વિસ્તારમાં ભારે અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. આ આગનું સ્વરૂપ સમય જતા વિશાળ રૂપ ધારણ કરતું હોવાથી આસપાસના નર્સરી વિભાગ પર આગની ચપેટમાં આવવા લાગ્યા હતા. હાલમાં અગ્નિશામક દળ ઘટના સ્થળ પર પહોંચી ગયા છે. ત્યારે નવસારી વિજલપોર સહિતના ફાયર વિભાગે અને નાગરિકો દ્વારા પાણી મારો કરીને આગ ઉપર કાબુ મેળવવાની મથામણ શરૂ કરી.

આ પણ વાંચો: Surendranagar Murder: સગીરાને ઘરેથી ભગાડી જનાર યુવકની શંકાસ્પદ સળગેલી લાશ નદી કાંઠે મળી

Whatsapp share
facebook twitter