Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

શેરબજારમાં સેન્સેક્સ 1,7036 પોઈન્ટના વધારા સાથે બંધ

02:54 AM Apr 26, 2023 | Vipul Pandya

સપ્તાહનો બીજો દિવસ શેરબજાર
માટે ફાયદાકારક રહ્યો છે, સેન્સેક્સ અને નિફ્ટી બંને ગ્રીન માર્ક સાથે આજે આગળ વધ્યા છે. મંગળવારે સૌથી મોટો ઉછાળો જોવા મળ્યો હતો.
 સેન્સેક્સ 1,736 પોઈન્ટ ઉછળીને 58,142 પર બંધ થયો હતો. બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી
ઈન્ડેક્સ 510ના વધારા સાથે 17
,352 પર બંધ થયો
હતો.

 

મંગળવારે શેરબજાર લીલા નિશાન પર
ખુલ્યું હતું અને દિવસભર તેજી સાથે કારોબાર કર્યો હતો અને અંતે મજબૂત વેગ સાથે બંધ
થયો હતો.
સેન્સેક્સ અને નિફ્ટી
ફરી રીકવરી સાથે આગળ વધ્યા
,
સેન્સેક્સ 296 પોઇન્ટના વધારા સાથે 56,701 પર ખુલ્યો હતો, જ્યારે નિફ્ટી
85 પોઇન્ટના વધારા સાથે 16
,928ના સ્તરે
ખુલ્યો હતો. બપોરે બે વાગ્યા બાદ સેન્સેક્સ ફરી એકવાર 58 હજારની સપાટી વટાવીને
1650 પોઈન્ટના જબરદસ્ત વધારા સાથે 58
,056ની
સપાટીએ આવી ગયો હતો. આ દરમિયાન નિફ્ટીમાં પણ જોરદાર ઉછાળો જોવા મળ્યો અને તે 483
પોઈન્ટ વધીને 17
,325ની સપાટીએ પહોંચી ગયો.

 

Paytmમાં રોકાણ કરનારા મોટા
રોકાણકારોને ઝટકો મળ્યો છે. વોરન બફેટના બર્કશાયર હેથવે જેવા વૈશ્વિક માર્કી
રોકાણકારોએ પણ
પેટીએમમાં મોટો ફટકો લગાવ્યો છે અને તેના શેરની સ્થિતિ જોઈને તેઓ પરેશાન છે. તમને જણાવી
દઈએ કે, મંગળવારે તેના શેરની કિંમત 840.5 રૂપિયાના ઓલ ટાઈમ લો લેવલ પર આવી ગઈ
પહોચી હતી.