+

અમદાવાદમાં ટાયર કિલર બમ્પની જુઓ કેવી છે હાલત, Video

અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા તો છે જ પણ તેની સાથે સાથે અહીં નાગરિકોમાં ટ્રાફિક સેન્સનો ખૂબ જ અભાવ છે. જેનું તાજું ઉદાહરણ ચાણક્યપુરીમાંથી જોવા મળી હતી. જણાવી દઇએ કે, શહેરના નાગરિકો…

અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા તો છે જ પણ તેની સાથે સાથે અહીં નાગરિકોમાં ટ્રાફિક સેન્સનો ખૂબ જ અભાવ છે. જેનું તાજું ઉદાહરણ ચાણક્યપુરીમાંથી જોવા મળી હતી. જણાવી દઇએ કે, શહેરના નાગરિકો માટે બે દિવસ પહેલા જ ચાણક્યપુરી બ્રિજની બાજુમાં જે સર્વિસ રોડ છે ત્યા બમ્પ લગાવવામાં આવ્યો છે. નાગરિકો રોંગ સાઈડમાંથી ન ઘૂસે તે માટે તેની એક બાજુને ધારદાર રાખવામાં આવી હતી. જેથી જે પણ રોંગ સાઈડથી નીકળે છે તેના ટાયરને પંચર થઇ જાય.

માત્ર બે દિવસ અને બમ્પના સ્ક્રૂ થઇ ગયા ઢીલા

ગુજરાત ફર્સ્ટની ટીમે જ્યારે આ સ્થળ પર પહોંચી ત્યારે માલૂમ પડ્યું કે, અહીં પહેલાથી જ એક પોલીસમેનને તૈનાત કરી દેવામાં આવ્યો હતો. ત્યા હાજર લોકોને જ્યારે પુછવામાં આવ્યુ ત્યારે તેમણે કહ્યું કે, આ ટાયર કિલર બમ્પ લગાવ્યા બાદ પણ રોંગ સાઈડથી લોકો નીકળી જ રહ્યા છે. વધુ તપાસ કરી તો જાણવા મળ્યું કે, આ બમ્પને હજુ માત્ર બે જ દિવસ થયા છે અને તેના સ્ક્રૂ ઢીલા થઇ ગયા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) એ અમદાવાદના ચાણક્યપુરીના બ્રિજની એક સાઈડ રસ્તા પર ટાયર કિલર બમ્પ લગાવ્યા છે. જેથી અહીં કોઇ પણ રોંગ સાઈડથી જઇ ન શકે. પરંતુ અમદાવાદના નાગરિક અમદાવાદી ન કહેવાય જો તે જુગાડ ન કરે તો. અહીં પણ લોકો જુગાડ શરૂ કર્યો અને લોકોએ રોંગ સાઈડથી જવાનું પણ શરૂ કરી દીધું. સૌથી મોટી વાત એ છે કે આ બમ્પના સ્ક્રૂ માત્ર બે જ દિવસમાં ઢીલા થઇ ગયા છે.

બે ખીલા વચ્ચે જગ્યા અને નાગરિકોએ શરૂ કર્યો જુગાડ

કિલર બમ્પ લગાવ્યા બાદ અમદાવાદીઓએ શરૂઆતમાં તો સાવધાની રાખી અને આ રસ્તે પર રોંગ સાઈડથી નીકળવાનું જરૂરી ન સમજ્યું. પણ અમદાવાદી માને તો અમદાવાદી કહેવાય? એકે વ્યક્તિએ રોંગ સાઈડ જવા દીધી એટલે લાઈન શરૂ. એક પછી એક ઘણા વાહનોએ રોંગ સાઈડથી જવાનું શરૂ કરી દીધું. લોખંડના ખીલા ટાયરને નુકસાન નથી પહોંચાડતા તેવું નજરે નથી પડી રહ્યું. બે ખીલા વચ્ચે એટલી જગ્યા છે કે વાહન સરળતાથી પસાર થાય છે. કેટલાંક લોકો વાહન દોરીને કિલર બમ્પ પાર કરે છે. આ જોતા પરિણામ એ આવ્યું કે, તાત્કાલિક અહીં એક પોલીસમેનને રાખવામાં આવ્યો કે જેથી કોઇ રોંગ સાઈડથી નીકળે નહીં. હવે પોલીસને જોઇને તો કોઇ કેવી રીતે નીકળે. હવે જોવાનું રહ્યું કે, પોલીસમેનને ત્યાથી ખસેડવામાં આવ્યા બાદ લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરતા રોંગ સાઈડથી નીકળે છે કે કેમ ?

આ પણ વાંચો – ઘટસ્ફોટ: તથ્યએ ગાંધીનગરમાં પણ સર્જ્યો હતો અકસ્માત

આ પણ વાંચો – AHMEDABAD ISCON BRIDGE ACCIDENT: તથ્ય વિરુદ્ધ 1700 પાનની ચાર્જશીટ તૈયાર, 50થી વધારે લોકોના લેવાયા નિવેદન

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter