+

T20 WC 2024: ન્યૂઝીલેન્ડને મોટો ઝટકો, આ ખેલાડીએ લીધો સંન્યાસ

T20 WC 2024: :ન્યુઝીલેન્ડના વિસ્ફોટક બેટ્સમેન કોલિન મુનરોએ તેના ચાહકોને મોટો ઝટકો આપ્યો છે. 37 વર્ષની ઉંમરે આ ધુવાધાર બેટ્સમેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ (Retirement) લેવાની જાહેરાત કરી છે. T20 ઇન્ટરનેશનલમાં…

T20 WC 2024: :ન્યુઝીલેન્ડના વિસ્ફોટક બેટ્સમેન કોલિન મુનરોએ તેના ચાહકોને મોટો ઝટકો આપ્યો છે. 37 વર્ષની ઉંમરે આ ધુવાધાર બેટ્સમેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ (Retirement) લેવાની જાહેરાત કરી છે. T20 ઇન્ટરનેશનલમાં ત્રણ સદી ફટકારનાર આ ધુવાધાર બેટ્સમેને તાત્કાલિક અસરથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું છે.

 

ન્યુઝીલેન્ડના વિસ્ફોટક બેટ્સમેને નિવૃત્તિ  કરી  જાહેરાત

ન્યુઝીલેન્ડના વિસ્ફોટક બેટ્સમેન કોલિન મુનરોએ તેના ચાહકોને મોટો ઝટકો આપ્યો છે. 37 વર્ષની ઉંમરે આ ધુવાધાર ખતરનાક બેટ્સમેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. T20 ઇન્ટરનેશનલમાં ત્રણ સદી ફટકારનાર આ ધુવાધાર બેટ્સમેને તાત્કાલિક અસરથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું છે. કોલિન મુનરોએ છેલ્લા 4 વર્ષથી ન્યૂઝીલેન્ડ માટે એક પણ આંતરરાષ્ટ્રીય મેચ રમી નથી. લાંબા સમય સુધી ટીમની બહાર રાખવામાં આવ્યા બાદ આ બેટ્સમેને આખરે પોતાની કારકિર્દીને લઈને મોટો નિર્ણય લીધો છે. કોલિન મુનરોએ ન્યુઝીલેન્ડ માટે તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ 2 ફેબ્રુઆરી 2020 ના રોજ બે ઓવલ ખાતે ભારત સામે રમી હતી. કોલિન મુનરોએ ન્યૂઝીલેન્ડ માટે 1 ટેસ્ટ, 57 ODI અને 65 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે.

કોલિન મુનરોના નામે ODIમાં 7 વિકેટ

કોલિન મુનરોએ ન્યૂઝીલેન્ડ માટે 57 ODI મેચોમાં 24.92ની એવરેજથી 1271 રન બનાવ્યા છે, જેમાં 8 અડધી સદીનો સમાવેશ થાય છે. આ દરમિયાન તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 87 રન હતો. કોલિન મુનરોના નામે ODIમાં 7 વિકેટ છે અને તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 10 રનમાં 2 વિકેટ રહ્યું છે. કોલિન મુનરોએ ન્યૂઝીલેન્ડ માટે 65 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 31.35ની સરેરાશથી 1724 રન બનાવ્યા છે, જેમાં 3 સદી અને 11 અડધી સદી સામેલ છે. આ દરમિયાન તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 109 રન હતો. કોલિન મુનરોના નામે T20 ઈન્ટરનેશનલમાં 4 વિકેટ છે અને તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 12 રનમાં 1 વિકેટ રહ્યું છે. કોલિન મુનરોએ ન્યૂઝીલેન્ડ માટે 1 ટેસ્ટ મેચમાં 15 રન બનાવ્યા છે. કોલિન મુનરોના નામે 1 ટેસ્ટ મેચમાં 2 વિકેટ લેવાનો રેકોર્ડ છે અને તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 40 રનમાં 2 વિકેટ રહ્યું છે.

 

2014 અને 2016 T20 વર્લ્ડ કપમાં ન્યુઝીલેન્ડની ટીમની ભાગીદારી

કોલિન મુનરો ટી20 ઈન્ટરનેશનલમાં ત્રણ સદી ફટકારનાર ન્યુઝીલેન્ડનો એકમાત્ર બેટ્સમેન છે. કોલિન મુનરો 2014 અને 2016 T20 વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડ ટીમનો ભાગ હતો. કોલિન મુનરો ન્યુઝીલેન્ડની ટીમનો પણ એક ભાગ હતો જેણે 2019 વર્લ્ડ કપમાં રનર-અપ રહી હતી. કોલિન મુનરો પણ આઈપીએલમાં રમી ચૂક્યો છે. કોલિન મુનરોએ IPLની 13 મેચોમાં 14.75ની એવરેજથી 177 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 40 રન હતો. કોલિન મુનરો આઈપીએલમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને દિલ્હી કેપિટલ્સ તરફથી રમી ચૂક્યો છે. 37 વર્ષીય કોલિન મુનરોએ કહ્યું, ‘બ્લેકકેપ્સ માટે રમવું એ હંમેશા મારી કારકિર્દીની સૌથી મોટી ઉપલબ્ધિ રહી છે. મેં ન્યૂઝીલેન્ડની જર્સી પહેરવા કરતાં વધુ ગર્વ અનુભવ્યો નથી. આ એવી વસ્તુ છે જેના પર મને હંમેશા ગર્વ રહેશે. T20 વર્લ્ડ કપ 2024 માટે બ્લેકકેપ્સ ટીમની જાહેરાત સાથે, તે પ્રકરણને સત્તાવાર રીતે બંધ કરવાનો હવે યોગ્ય સમય છે

આ પણ  વાંચો – PBKS VS RCB : RCB નો સતત ચોથો વિજય, પંજાબને તેના જ ઘરમાં આપી હાર

આ પણ  વાંચો IPL 2024 Playoffs Scenario : પ્લેઓફની રેસમાં MI બહાર, GT કિસ્મતના ભરોસે

આ પણ  વાંચો – SRH VS LSG : SRH ના ઓપનર્સએ અપાવી ટીમને એકતરફી જીત, લખનૌની ટીમની સતત બીજી હાર

Whatsapp share
facebook twitter