+

સીન પેને યુદ્ધના માહોલ વચ્ચે પણ યુક્રેનમાં પોતાની ડોક્યુમેન્ટ્રી શૂટ કરી

યુક્રેન રશિયા વચ્ચે ચાલુ ઘમાસણ યુદ્ધમાં જીવ સટોસટીના દાવ વચ્ચે જ્યારે યુક્રેનના નાગરિકો પોતાનો દેશ છોડવા મજબૂર હતાં ત્યારે સીન પેન આ માહોલ વચ્ચે યુક્રેનમાં પોતાની ડોક્યુમેન્ટ્રી શૂટ કરી રહ્યાં છે. જાણો કોણ છે આ ફિવ્મ મેકર. સીન પેન હોલિવુડના ખ્યાતનામ એક્ટર, ડિરેક્ટર, સ્ક્રીન રાઇટર અને પ્રોડ્યુસર છે. તેમણે પોતાની કરિયરની શરુઆત હોલિવુડ ટેલિવિઝનથી કરી હતી. તેનો પહેલો શો હતો' સિટલ
યુક્રેન રશિયા વચ્ચે ચાલુ ઘમાસણ યુદ્ધમાં જીવ સટોસટીના દાવ વચ્ચે જ્યારે યુક્રેનના નાગરિકો પોતાનો દેશ છોડવા મજબૂર હતાં ત્યારે સીન પેન આ માહોલ વચ્ચે યુક્રેનમાં પોતાની ડોક્યુમેન્ટ્રી શૂટ કરી રહ્યાં છે. જાણો કોણ છે આ ફિવ્મ મેકર. સીન પેન હોલિવુડના ખ્યાતનામ એક્ટર, ડિરેક્ટર, સ્ક્રીન રાઇટર અને પ્રોડ્યુસર છે. તેમણે પોતાની કરિયરની શરુઆત હોલિવુડ ટેલિવિઝનથી કરી હતી. તેનો પહેલો શો હતો’ સિટલ હાઉસ ઓન પેરાઇરી ‘હતો. જેના ડિરેક્ટર તેના પિતા લિયો પેન હતાં. 
 
સીન પેને 1981માં ફિલ્મ ડેબ્યુ કર્યું હતું, સેન પેનની પહેલી ફિલ્મ ‘ટેપ્સ’ હતી. ત્યાર બાદ 80ના દશકાાં તેણે ઘણી અલગ અલગ પ્રકારની ફિલ્મોમાં કામ કર્યું હતું. જેમાં ‘બેડ બોય્સ’  પણ સામેલ છે. 1995માં આવેલી ફિલ્મ ‘ડેડ મેન વોકિંગ’ થી સેન પેન ને લીડ એકટર તરીકે બ્રેક મળ્યો હતો. ‘ડેડ મેન વોકિંગ’  માટે તેમને પહેલો ઓસ્કાર એવોર્ડ નોમિનેશન મળ્યું હતું. ત્યાર બાદ’ સ્વીટ એન્ડ લોડાઉન ‘અને ‘આઇ. એમ સૈમ’ માટે પણ બે નોમિનેશન મળ્યાં હતાં. જો કે તેમને પહેલો ઓસ્કાર ફિલ્મ’ મિસ્ટિક રિવર ‘અને બીજો  ઓસ્કાર એવોર્ડ ‘મિલ્ક’ માટે જીત્યો હતો.ડાયરેક્ટર તરીકે તેમણે પિલ્મ ‘ધ ઇન્ડિયન રનર’ સાથે ડેબ્યુ કર્યુ હતું. ત્યાર બાદ તેમણે’ ઘ ક્રોસીંગ ગાર્ડ’ અને ‘ધ પ્લેજ’ નામની ફિલ્મો બનાવી હતી. સાથે જ તેમણે  સપ્ટેમ્બર 11ના હુમલા પર પણ ફિલ્મ બનાવી છે. તેમની ફિલ્મ ‘ઇંટુ ધ વાઇલ્ડ’ને પણ બે ઓસ્કાર  નોમિનેશન મળ્યાં હતાં. 
સીન પેન પોતાની પર્સનલ લાઇફને લઇને પણ ખાસ્સાં ચર્ચામાં રહ્યાં છે. 1984માં તેમણે એક્ટ્રેસ એલિઝાબેથ મેકગ્રોવર્ન જોડે સગાઇ કરી હતી. આ સંબંધ પર પૂર્ણ વિરામ મૂકીને તેમણે સિંગર મેડોના સાથે 1985માં લગ્ન કર્યા હતાં. બંન્નેના લગ્નમાં તિરાડ માટે સીન પેનના મિડીયા સાથે ચાલતો ઝઘડાને કારણભૂત માનવામાં આવ્યું છે. 1987માં મેડોના ડિવોર્સની અરજી ફાઇલ કરી હતી. જેને બે વીક બાદ પાછી પણ ખેંચી લીધી હતી. આ પછી, 1989 માં મેડોનાએ વધુ એક વખત સન પેનથી છૂટાછેડા માટે અરજી કરી. સીન પેન પર આરોપ છે કે તેણે તેના લગ્નજીવનમાં પત્ની મેડોના પર ઘણી વાર હાથ ઉઠાવ્યો હતો.જોકે, 2015માં મેડોનાએ આ અહેવાલોને ખોટા ગણાવ્યાં હતાં. છૂટાછેડા પછી, સીન પેને અભિનેત્રી રોબિન રાઈટ સાથે લગ્ન કર્યા. તેમના બે બાળકો પણ છે.
સીન પેનનું અફેર પ્રખ્યાત એક્ટ્રેસ ચાર્લિન  થેરોન સાથે પણ રહ્યું છે. 2020માં સેન પેને લાઇલા જોર્જ સાથે લગ્ન કર્યા હતાં. 2021માં આ લગ્ન પણ તૂટ્યાં હતાં.ફિલ્મી કરિયરની સાથે સાથ તે રાજનિતિ અને સોશિયલ  એક્ટિવિસ્ટ તરીકે પણ ઉભરી આવ્યો છે. સીન પેને 2005માં આવેલી હેરિકેન કટરિના અને 2010માં આવેલાં હૈતી ભૂકેપ જેવી આપદામાં લોકોની મદદ પણ કરી હતી. 
Whatsapp share
facebook twitter