+

Rajkot : વાઇરલ પત્રિકા કાંડમાં આ કદાવર નેતાના ભાઇની સંડોવણી ?

Rajkot : લોકસભાની ચૂંટણીના પ્રારંભથી જ ચર્ચામાં રહેલી રાજકોટ (Rajkot ) લોકસભા બેઠક હવે ફરીથી એક વાર ચર્ચામાં આવી છે. રાજકોટ વાઇરલ પત્રિકાને લઇ સૌથી મોટો ખુલાસો થયો છે. પત્રિકા…

Rajkot : લોકસભાની ચૂંટણીના પ્રારંભથી જ ચર્ચામાં રહેલી રાજકોટ (Rajkot ) લોકસભા બેઠક હવે ફરીથી એક વાર ચર્ચામાં આવી છે. રાજકોટ વાઇરલ પત્રિકાને લઇ સૌથી મોટો ખુલાસો થયો છે. પત્રિકા વાઇરલ કાંડમાં કોંગ્રેસ નેતા અને રાજકોટ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીના સગા ભાઇનું નામ ખુલ્યું છે. આખા કાંડમાં સોશિયલ મીડિયામાં પત્રિકા કાંડમાં શરદ ધાનાણીનો હાથ હોવાની ચર્ચા થઇ રહી છે .બે સમાજ વચ્ચે વૈમનસ્ય ઉભું કરી ભાગલા પાડીને ચૂંટણી સમયે મત લેવા માટે આ પ્રકારનો પ્રયાસ કરીને નિમ્ન કક્ષાની રાજનીતિ કરાઇ હોવાનો આ પૂરાવો છે.

પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીની સંડોવણી ?

ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. રાજકોટના પત્રિકા વાઇરલ કાંડમાં રાજકોટ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીના સગા ભાઈનું નામ ખુલ્યું છે. પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીની સંડોવણી વાઇરલ પત્રિકાકાંડમાં બહાર આવી છે. મત મેળવવાની લ્હાયમાં સમાજમાં વૈમનસ્ય ફેલાવાનો પ્રયત્ન શરદ ધાનાણીએ કર્યું હોવાનું બહાર આવતાં ખળભળાટ મચી ગયો છે.

ભાજપે પોલીસ ફરિયાદ નોંધાવી

જાગો લેઉવા જાગો પત્રિકા સામે ભાજપે પોલીસ ફરિયાદ નોંધાવી છે.ત્યારબાદ પોલીસે 4 પાટીદાર યુવકોની ધરપકડ કરી હતી અને કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે તેમને જામીન પર કર્યા મુક્ત કર્યા હતા. કોંગ્રેસે પોલીસની કામગીરી પર પણ સવાલ ઉઠાવ્યા હતા.

શું કોંગ્રેસ લેઉવા પટેલ અને કડવા વચ્ચે ભાગલા પાડવા માંગે છે ?

હવે સમગ્ર કાંડમાં પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીનું નામ ખુલતાં ખળભળાટ મચી ગયો છે. સવાલ એ ઉભો થઇ રહ્યો છે કે પરેશ ધાનાણીના ભાઈએ કેમ આવું કૃત્ય કર્યું ? શું કોંગ્રેસ લેઉવા પટેલ અને કડવા વચ્ચે ભાગલા પાડવા માંગે છે ? જો કે પરેશ ધાનાણીએ એક નિવેદનમાં કહ્યું કે મે આવી કોઇ પત્રિકા જોઇ નથી અને સમાજમાં વિભાજન થાય તેવા પ્રયાસ કર્યો નથી.

આવતીકાલે પરશોતમ રૂપાલાના સમર્થનમાં મોટું સંમેલન

પત્રિકાકાંડ વચ્ચે રાજકોટમાં આવતીકાલે પરશોતમ રૂપાલાના સમર્થનમાં મોટું સંમેલન પણ યોજાવા જઇ રહ્યું છે. કડવા અને લેઉવા પટેલનું આ સંમેલન યોજાશે.

આ પણ વાંચો— VADODARA : ભાજપના લોકસભા ઉમેદવાર સામે શહેર કોંગ્રેસ પ્રમુખની ફરિયાદ

આ પણ વાંચો— Foreign Delegation in India: વિદેશી પાર્ટીઓના નેતાઓ ભારતની મુલાકાતે, PM Modi ની જનસભા જોઈને કહ્યું કે…

Whatsapp share
facebook twitter