Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ગુજરાતમાં અંગ દઝાડતી ગરમી પડવાની આગાહી, અમદાવાદમાં આવતીકાલથી યલો એલર્ટ

02:59 PM May 08, 2023 | Dhruv Parmar

રાજ્યમાં ફરીથી કાળઝાળ ગરમીની આગાહી કરવામાં આવી છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા હજી આજે રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવો વરસાદ વરસી શકે છે. ત્યારે આવતીકાલથી અમદાવાદમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે ગુજરાતીઓ ફરીથી ગરમીમાં તપવા માટે તૈયાર રહેજો. 5 દિવસ બાદ ગરમીના પ્રમાણમાં વધારો થશે.

મહત્વનું છે કે રાજ્યમાં 2 થી 3 ડિગ્રી તાપમાનમાં વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. મોટાભાગના જીલ્લાઓમાં તાપમાન 40 ડિગ્રી ઉપર રહેશે. 9 મેથી અમદાવાદમાં યલો અલર્ટ આપવામાં આવ્યું છે. એટલે કે, અમદાવાદમાં તાપમાનનો પારો 42 ડિગ્રી રહેવાની શક્યતા છે. સોમવારે ગરમીના આંકડાની વાત કરીએ તો, સુરેન્દ્રનગરમાં 41.8 ડિગ્રી, અમરેલીમાં 40.8 ડિગ્રી, અમદાવાદમાં. 40.5 ડિગ્રી, રાજકોટમાં 40.3 ડિગ્રી અને ગાંધીનગરમાં 39.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. બાકીના સ્થળે 35થી 39 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

આ પહેલા અંબાલાલ પટેલે પણ આગામી દિવસોમાં ગુજરાતમાં આકરી ગરમી પડવાની આગાહી કરી છે. આ સાથે તેમણે ચોમાસા અંગે સારા સંકેતો આપ્યા છે. તેમણે પ્રકૃતિમાં થઈ રહેલા ફેરફારોને જોતા ચોમાસાના સારા ચિહ્નો દેખાઈ રહ્યા હોવાનું પણ જણાવ્યું છે.

આ પણ વાંચો : ભાઈને RTO માં નોકરી આપવાના બહાને યુવતી પર આચર્યું દુષ્કર્મ, લખો રૂપિયા પણ પડાવ્યા