Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

રોજની બચત કરો ફક્ત 200 રૂપિયા, આ રીતે મળશે 23 લાખ કરતા પણ વધુ રૂપિયા

10:28 AM Apr 22, 2023 | Vipul Pandya

ઘણી વખત નાનું નાનું રોકાણ કરીને તમે પાકતી મુદતે લાખો રૂપિયા કમાઈ શકો છો. રોકાણ કરતી વખતે ભલે થોડી ખર્ચાળ લાગે, પરંતુ પાકતી મુદતે અધધ.. રકમ જોઈને ખુશી પણ એટલી જ થાય છે. 
આ બચત તમે નાની નાની ઘણી રીતે કરી શકો છો. અલગ અલગ જગ્યાએ અલગ અલગ સ્કિમોમાં તમે વિવિધ રીતે રોકણ કરી શકો છો. અને આપણા કરેલા આ જ નાના નાના રોકાણ આપણને ઈમરજન્સી ફંડની જરૂરિયાત ઉદ્ભવે ત્યારે આશીર્વાદરૂપ સાબિત થાય છે.
ત્યારે આજે આપને એક એવી સરકારી સ્કિમ વિશે જણાવવા જઈ રહ્યા છે, જેમાં રોજની નાનકડી રકમનું રોકાણ કરીને ભવિષ્ય ખૂબ જ મોટી રકમના માલિક બની શકો છો. અમે વાત કરી રહ્યા છે, પબ્લિક પ્રોવિડન્ટ ફંડની.. જેને ટૂંકમાં PPF ખાતું પણ કહેવાય છે. જેની મુદત 15 વર્ષની હોય છે.
આવો જાણીએ PPF ખાતામાં રોકાણ કરવાની કેટલીક શરતો:
  • તમારું જે બેન્કમાં ખાતું હોય, ત્યાં જઈને PPF ખાતું ખોલાવવાનું રહેશે.
  • PPF ખાતાં અંતર્ગત તમે વાર્ષિક ઓછામાં ઓછા 500 રૂપિયા અને મહત્તમ 1.5 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકો છો.
  • આ ખાતાંમાં રોકાણ ટૂકડે-ટૂકડે પણ કરી શકાય છે, શરત માત્ર એટલી જ છે કે વર્ષમાં માત્ર 12 વખત જ પૈસા જમા કરાવી શકશો.
  • દા.ત. એક મહિને તમે 500 રૂપિયાનું રોકાણ PPF ખાતામાં કર્યું. તો તેના 2-3 મહિના પછી 700 રૂપિયાનું રોકાણ કર્યું. પણ આ રીતે 1 નાણાકીય વર્ષમાં તમે ફક્ત 12 વખત અને એ પણ 1.5 લાખ રૂપિયા સુધીનું જ રોકાણ કરી શકાશે.
  • PPF ખાતાંનો વ્યાજનો દર હાલ 7.1 ટકા છે.
  • PPF ખાતાંનો મચ્યોરિટી સમયગાળો 15 વર્ષનો ગણાય છે. એટલે કે 15 વર્ષ બાદ તમે તમારું રોકણ વ્યાજ સહિત ઉપાડી પણ શકો છો.