Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Savarkundla: મોટા ઝિંઝૂડાની શિવ કુમારી વિધાલયના વિદ્યાર્થીઓને થયું ફૂડ પોઇઝન, બાળકોની હાલતમાં આવ્યો સુધાર

11:09 PM Oct 01, 2024 |
  1. મોટા ઝીંઝુડાની ખાનગી શાળામાં ફૂડ પોઇઝનની ઘટના ઘટી
  2. 30 જેટલા વિદ્યાર્થીઓને Savarkundla સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા
  3. બાળકોની હાલતમાં સુધાર આવી ગયો હોવાનું જાણવા મળ્યું

Savarkundla: સાવરકુંડલાના મોટા ઝીંઝુડાની ખાનગી શાળામાં ફૂડ પોઇઝનની ઘટના ઘટી હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે, ફૂડ પોઇઝન થવાના કારણે 30 જેટલા વિદ્યાર્થીઓને સાવરકુંડલા સિવિલ હોસ્પિટલ (Savarkundla Civil Hospital)માં સારવારમાં ખસેડાયા હતા. અહીં બાળકોની સારવાર કરવામાં આવી રહીં છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે મોટા ઝિંઝૂડાની શિવ કુમારી વિધાલયના વિદ્યાર્થીઓને ફૂડ પોઇઝન થયું છે. જો કે, અત્યારે બાળકોની હાલતમાં સુધાર આવી ગયો છે. પરંતુ વાલીઓમાં હજી પણ ચિંતાનો માહોલ છે.

આ પણ વાંચો: દેશી દારૂની ભઠ્ઠીઓથી ગ્રામજનો પરેશાન; આક્ષેપો કરતી અરજી પહોંચી પોલીસ મથકે, ફોટો થયો વાયરલ

શિવ કુમારી વિધાલયના વિદ્યાર્થીઓને થયું ફૂડ પોઇઝન

નોંધનીય છે કે, શરૂઆતમાં તો 20 જેટલા વિદ્યાર્થીઓ સારવારના અભાવે શાળાના ઓરડામાં સૂતા રહ્યા હતા. આ સાથે સાથે 10 ફૂડ પોઇઝન વિદ્યાર્થીઓને પી.એચ.સી.સેન્ટરમાં ખસેડાયા હતા. જ્યારે 4 ને સાવરકુંડલા સારવારમાં ખસેડાયા હતાં. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે આ ખાનગી શાળા શિવ કથાકાર રાજૂગીરીની છે. જેમાં વિદ્યાર્થઓને ફૂડ પોઇઝન થતા 30 જેટલા વિદ્યાર્થીઓને સાવરકુંડલા (Savarkundla) સિવિલ હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયા હતાં.

આ પણ વાંચો: જમવામાં જીવાત નીકળવાનો સિલસિલો યથાવત, ચીઝ મસાલા ઢોસામાં નીકળ્યું મોટું જીવડું

30 જેટલા વિદ્યાર્થીઓને સાવરકુંડલા સિવિલ હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયા

અત્યારે ફૂડ પાઈઝનની ઘટનાઓ ખુબ જ બની રહ્યા છે. જમવામાં કેવા પ્રકારની ભેળસેળ થતી હોય તે જાણવું મુશ્કેલ બની ગયું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો મોટા પ્રમાણમાં એટલે કે જથ્થામાં સમાન લાવવામાં આવે છે. જેમાં ભેળસેળ હોવાની સંભાવનાઓ વધી જાય છે. જો કે, આ ખાનગી શાળાના વિદ્યાર્થીઓને શા કારણે ફૂડ પોઈઝન થયું છે તે બાબતે કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી. પરંતુ મોટા ભાગના બાળકોની હાલતમાં સુધાર આવી ગયો હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો: અચાનક ગાડીમાં લાગી ભયાનક આગ, સિરામિક ઉદ્યોગપતિ અજય ગોપાણી કારમાં આગથી થયા ભડથું