- સાસણગીર જંગલ સફારી આજે ખુલ્લી મૂકવામાં આવી
- ડી.સી.એફ મોહન રામ દ્વારા લીલી ઝંડી અપાઇ
- પ્રવાસીઓને પરમીટ સાથે સિંહ દર્શન કરાવાની શરૂઆત
- 15 જૂન થી 15 ઓકટોબર સુધી હતું વનરાજોનું વેકેશન
- ચોમાસાના 4 મહિના સિંહોનું હતું વેકેશન
Sasangir : ચોમાસાના ચાર મહિના બંધ રહ્યા બાદ આજથી સાસણગીર (Sasangir) જંગલ સફારી ખુલ્લી મુકવામાં આવી છે. વન વિભાગના અધિકારીઓએ આજે સાસણગીર જંગલ સફારીને લીલી ઝંડી આપીને ખુલ્લુ મુક્યું હતું.
ચોમાસાના 4 મહિના સિંહોનું હતું વેકેશન
ચોમાસાની સીઝનમાં ચાર માસના વેકેશન બાદ આજે 16 ઓક્ટોબરથી ગીર અભયારણ્ય અને ગિરનાર સફારી પાર્ક પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકવામાં આવ્યું છે. પ્રવાસીઓ ઓનલાઇન વેબ સાઇટ પર પરમીટ બુક કરાવી સાસણગીર જંગલમાં સિંહ દર્શન કરી શકશે.
આ પણ વાંચો-–Vanch village: અમદાવાદનું વાંચ ગામ એટલે ગુજરાતનું શિવકાશી, અહીંના ફટાકડાની ભારતભરમાં થાય છે નિકાસ
સાસણગીર જંગલ સફારી આજે ખુલ્લી મૂકવામાં આવી
ઉલ્લેખનિય છે કે ચોમાસામાં ચાર મહિના સાસણ જંગલના રસ્તા પર જઇ શકાય તેમ હોતુ નથી જેથી દર વર્ષે 15 જૂનથી 15 ઓક્ટોબર દરમિયાન સાસણ ગીર જંગલ સફારી પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવે છે. હવે સત્તાવાર રીતે ચોમાસુ પૂર્ણ થઇ ગયું છે જેથી સાસણગીર જંગલ સફારી પ્રવાસીઓ માટે ખુલ્લી મુકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગીર અભયારણ્ય અને ગિરનાર જંગલમાં નેચર સફારી પાર્ક તેના નિયત રૂટ 16 ઓક્ટોબરથી પ્રવાસીઓ માટે ખુલ્લા મુકવામાં આવ્યો છે. ગીર અભયારણ્ય, સાસણ-ગીર અને નેચર સફારી પાર્ક માટે ઓનલાઇન પરમીટ બુકીંગ વેબસાઇટ પરથી બુક કરી શકાશે.
ફરીથી પ્રવાસીઓ સિંહ દર્શન કરી શકશે
આજે ડી.સી.એફ મોહન રામ દ્વારા લીલી ઝંડી અપાઇ હતી. ચોમાસાના ચાર મહિના દરમિયાન સિંહોનું વેકેશન હતું અને હવે ચોમાસુ પૂર્ણ થતાં ફરીથી પ્રવાસીઓ સિંહ દર્શન કરી શકશે.
આ પણ વાંચો—GSHSEB: શિક્ષણ બોર્ડે જાહેર કર્યો બોર્ડ પરીક્ષાનો કાર્યક્રમ, આ તારીખ શરૂ થશે પરીક્ષાઓ