- દુલીપ ટ્રોફી સંજુ સેમસનનું શાનદાર પ્રદર્શન
- સંજુ સેમસન સદી ફટકારી શકે છે.
- શ્રેયસ ઐયરનું નિરાશાજનક પ્રદર્શન
sanju samson :ભારતની ડોમેસ્ટિક ટુર્નામેન્ટ દુલીપ ટ્રોફી(duleep trophy)નો ત્રીજો રાઉન્ડ આજથી શરૂ થયો છે. કેટલાક ખેલાડીઓ ખૂબ જ સારું પ્રદર્શન કરવામાં સફળ રહ્યા છે, જ્યારે ઘણા ખેલાડીઓ ફ્લોપ પણ થયા છે. પ્રથમ દિવસની રમતમાં સંજુ સેમસન(sanju samson )નું બેટ સફળ રહ્યું હતું જ્યારે ટીમ ઈન્ડિયાનો મજબૂત ખેલાડી શ્રેયસ ઐયર ફ્લોપ રહ્યો હતો.
દુલીપ ટ્રોફીમાં રમી રહ્યાં છે સ્ટાર ખેલાડી
ભારત B નો સામનો ભારત D નો છે. ભારત A નો સામનો ભારત C સાથે છે. અનુભવી ખેલાડીઓ રન બનાવવા માટે સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા. અહીં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ચેન્નાઈ ટેસ્ટ મેચના પહેલા દિવસે કેએલ રાહુલ 16 રન બનાવીને આઉટ થયો હતો.
સંજુ સેમસને ફટકારી શાનદાર ફિફ્ટી
ટેસ્ટ ટીમમાં તેના સ્થાનને લઈને સવાલો ઉભા થઈ રહ્યા છે, જ્યારે દુલીપ ટ્રોફીમાં સંજુ સેમસને પોતાના બેટથી તોફાન મચાવ્યું હતું અને અણનમ પરત ફર્યો હતો. સંજુ સેમસન હવે તેની સદીની નજીક છે. પહેલા દિવસે ઈન્ડિયા ડી તરફથી બેટિંગ કરતા સેમસને 89 બોલનો સામનો કર્યો અને 10 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી અણનમ 83 રન બનાવ્યા. બીજા દિવસની રમતમાં તે મોટી સદી ફટકારી શકે છે.
આ પણ વાંચો –IND vs BAN :રવિન્દ્ર જાડેજાએ બાંગ્લાદેશનાં બોલરોનો ઘમંડ કર્યો ચકનાચૂર!
શ્રેયસ ઐયરનું નિરાશાજનક પ્રદર્શન
બીજી તરફ શ્રેયસ ઐયરનું બેટ શાંત થઈ ગયું છે. શ્રેયસ ઐયર પાંચ બોલનો સામનો કર્યા બાદ ખાતું પણ ખોલી શક્યો નહોતો. શ્રેયસ ઐયર દુલીપ ટ્રોફીની છેલ્લી ત્રણ ઇનિંગ્સમાં બીજી વખત શૂન્ય પર આઉટ થયો છે. આવી સ્થિતિમાં તેની ટીમ ઈન્ડિયામાં વાપસી કરવામાં મુશ્કેલી પડશે. ભારતીય ટીમનો અન્ય એક ખેલાડી મયંક અગ્રવાલ પણ બેટિંગ કરી શક્યો ન હતો. તે ભારત A તરફથી રમી રહ્યો છે અને માત્ર 6 રનના વ્યક્તિગત સ્કોર પર આઉટ થયો હતો. ઈન્ડિયા ડી તરફથી રમતા દેવદત્ત પડિકલે અડધી સદી ફટકારી હતી.
આ પણ વાંચો –IND vs BAN: R Ashwin ને રચ્યો ઇતિહાસ, આવું કરનાર વિશ્વનો પ્રથમ ખેલાડી બન્યો
બાંગ્લાદેશ સામે બીજી ટેસ્ટ ટીમમાં થઇ શકે છે બદલાવ
બાંગ્લાદેશ સામેની ટેસ્ટ સિરીઝની બીજી મેચ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત થવાની છે. દુલીપ ટ્રોફીમાં સારું પ્રદર્શન કરનારા કેટલાક ખેલાડીઓ પસંદગીકારોનું ધ્યાન પોતાની તરફ ખેંચી શકે છે. આ પછી ન્યુઝીલેન્ડની ટીમ ભારત આવીને ટેસ્ટ સીરીઝ રમવા જઈ રહી છે.