+

Sabarkantha : જમીન પ્રકરણમાં ભ્રષ્ટાચારના આરોપનો મામલો,સાબરકાંઠા જિલ્લા કલેક્ટરે આપ્યો આ જવાબ

અહેવાલ -યશ ઉપાધ્યાય ,સાબરકાંઠા    સાબરકાંઠા જિલ્લા સહિત રાજ્યભરમાં TALK OF THE TOWN બનેલા જમીન પ્રકરણમાં HIGHCOURT ના વકીલે સાબરકાંઠા જિલ્લા કલેકટર ઉપર ફરિયાદમાં કરેલા આક્ષેપો મામલે જિલ્લા કલેકટર નૈમેષ…

અહેવાલ -યશ ઉપાધ્યાય ,સાબરકાંઠા 

 

સાબરકાંઠા જિલ્લા સહિત રાજ્યભરમાં TALK OF THE TOWN બનેલા જમીન પ્રકરણમાં HIGHCOURT ના વકીલે સાબરકાંઠા જિલ્લા કલેકટર ઉપર ફરિયાદમાં કરેલા આક્ષેપો મામલે જિલ્લા કલેકટર નૈમેષ દવેનું નિવેદન સામે આવ્યું , વિવાદનો પર્યાય બની ચૂકેલા કેસમાં જિલ્લા કલેકટરે શું કહ્યું … ? ચાલો જાણીએ ..

 

ગુજરાતમાં કલેકટર કક્ષાના અધિકારીઓની જાણે માઠી દશા બેઠી હોય એવો માહોલ પ્રવર્તી રહ્યો છે તાજેતરમાં ટોક ઓફ ધી સ્ટેટ બનેલા એસ.કે લાંગા તથા આણંદ ક્લેક્ટરના ભ્રષ્ટાચારના કેસ હજુ ભુલાયા નથી ત્યાં હાઇકોર્ટના એડવોકેટે સાબરકાંઠા જિલ્લા કલેકટર સામે ભ્રષ્ટાચારના આક્ષેપો કરતા જિલ્લાભરમાં ચકચાર મચી જવા પામી છે.

 

સાબરકાંઠા જિલ્લા કલેકટર નૈમેષ દવે, પ્રાંતિજ પ્રાંત અધિકારી એમ.એન.ડોડિયા અને કલેકટરના સામે ભ્રષ્ટાચારના આક્ષેપ

એસ.કે.લાંગા અને આણંદ કલેકટરના ભ્રષ્ટાચાર બાદ હવે સાબરકાંઠા જિલ્લા કલેકટર સામે પણ ભ્રષ્ટાચારના આક્ષેપ થયા છે. હાઇકોર્ટના એડવોકેટ પ્રિતેશ એમ શાહે સાબરકાંઠા જિલ્લા કલેકટર નૈમેષ દવે, પ્રાંતિજ પ્રાંત અધિકારી એમ.એન.ડોડિયા અને કલેકટરના ચીટનીસ હર્ષ પરમાર સામે ભ્રષ્ટાચારના આક્ષેપ કરતા ફરી એકવાર મામલો ગરમાયો છે. પ્રિતેશ શાહે સાબરકાંઠા જિલ્લાના તલોદ ખાતે 11 વીઘા જમીન જૂની શરતમાં ખરીદી હતી. જોકે કેટલાક લોકો સામે અગાઉ લેન્ડગ્રેબિંગની ફરિયાદ થઈ ચૂકી છે તે લોકોએ પણ આ જમીન ઉપર દાવો કર્યો હતો

 

હાઇકોર્ટના એડવોકેટે સાબરકાંઠા જિલ્લા કલેકટર સામે ભ્રષ્ટાચારના આક્ષેપો કરતા શું કહ્યું … ?

એડવોકેટ પ્રિતેશ શાહના આક્ષેપો અનુસાર સાબરકાંઠા જિલ્લા કલેકટર તથા પ્રાંતિજ પ્રાંત અધિકારીએ પોતાની સત્તાથી વિરુદ્ધ થઈને જમીનમાં કોઈપણ પ્રકારનો બોજો ન હોવા છતાં બોજો બતાવીને તેમની નોંધ પ્રમાણિત કરી ન હતી. વળી હાઇકોર્ટના એડવોકેટ એવા પ્રીતેશ શાહને છ કરોડની જમીન દોઢ કરોડમાં સેટલમેન્ટ કરવા માટે પ્રેશર કર્યું હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો હતો.

 

જિલ્લા કલેકટર સામે ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે મુખ્યમંત્રી, વિજિલન્સ અને એન્ટીકરપ્શન બ્યુરોમાં લેખિતમાં ફરિયાદ કરી છે

હાઇકોર્ટના એડવોકેટ પ્રિતેશ શાહે આ સમગ્ર મામલે હવે જિલ્લા કલેકટર સામે ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે મુખ્યમંત્રી, વિજિલન્સ અને એન્ટીકરપ્શન બ્યુરોમાં લેખિતમાં ફરિયાદ કરી છે. તો બીજી તરફ આ સમગ્ર બાબતે સાબરકાંઠા જિલ્લા કલેકટર નૈમેશ દવેને પૂછતા તેમણે આ સમગ્ર મામલો દિવાની કોર્ટમાં ચાલતો હોવાથી તેઓ આ કેસમાં કોઈ નિર્ણય ના લઈ શકે તેવું જણાવ્યું હતું. અને આ જમીનનું પહેલા જ રજીસ્ટર બનાખત થઈ ગયું હોવાનું જણાવ્યુ હતુ..

 

સાબરકાંઠા જિલ્લા કલેક્ટર નૈમેષ દવે શું કહે છે …?

સાબરકાંઠા જિલ્લા કલેક્ટર નૈમેષ દવેએ નિવેદન આપતાં જણાવ્યું હતું કે , તલોદની જમીન બાબતની હકીકત એવી છે કે એ જમીન કોઈ ઝાલાઓની માલિકીની છે એમણે 2015માં રજીસ્ટર બાનાખત થી પટેલોને આપેલી હતી ત્યારબાદ પટેલો એ આ જમીનમાં જે અવેજ ચૂકવવાનું છે એ વ્યવહાર પણ થયેલા છે ત્યારબાદ આ જમીન જૂની શરતમાં ફેરવવા માટેનું પ્રીમિયમ પણ તેમણે ભરેલું હતું ત્યારબાદ કોઈપણ કારણોસર ઝાલાઓએ પટેલોને રજીસ્ટર દસ્તાવેજ કરી આપેલો નહોતો આથી આથી પ્રાંતિજની કોર્ટમાં દીવાની દાવો દાખલ કરેલો હતો અને એ દાવો આજે પણ પેન્ડિંગ છે મીન વાઇઝ 2022 માં કોઈએ રજીસ્ટર દસ્તાવેજ થી આ જમીન વેચાણ લીધેલી છે અને રજીસ્ટર દસ્તાવેજની નોંધ રેકોર્ડ ઉપર પાડવા માટે એપ્લાય કરેલું પ્રાંત અધિકારી પ્રાંતિજે એ નોંધ એ રીતે ના મંજૂર કરી કે દીવાની દાવો પેન્ડિંગ છે અને રજીસ્ટર બાનાખત છે અને આ રજીસ્ટર દસ્તાવેજ છે એ જ હુકમના સામે મારે ત્યાં પણ અપીલ કરાઈ હતી અને મેં પણ એ જ જજમેન્ટ આપ્યું છે કે ટાઇટલ નક્કી કરવાની સત્તા નામદાર દીવાની કોર્ટને છે આ કેસમાં રજીસ્ટર બાનાખત પણ થયેલું છે એ પહેલા થયું છે અને રજીસ્ટર દસ્તાવેજ થયો છે ત્યારે દીવાની દાવો જ્યારે પેન્ડિંગ છે ત્યારે નામદાર દીવાની કોર્ટને ટાઈટલ નક્કી કરવાની સત્તા છે એટલે મેં એ નોંધ ના મંજૂર કરી હતી

 

અત્રે ઉલ્લેખનીય છે કે , જમીનોના ભાવ વધતા સાબરકાંઠા જિલ્લામાં જમીન પચાવી પાડવાના કિસ્સા પણ વધી રહ્યા છે.. કેટલાક લોકો ખોટી રીતે જમીન ઉપર કબજો કરીને વહીવટી તંત્રની મદદ લેતા હોવાની બાબતોને પણ નકારી શકાતી નથી.. અત્યારે આ સમગ્ર મામલે હવે ઉચ્ચકક્ષાએથી કોઈ પગલા ભરાય છે કે નહીં તે જોવુ રહ્યુ.. !

 

 

Whatsapp share
facebook twitter