+

સાબરકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારોની ચૂંટણી સંપન્ન

સાબરકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારોની ચૂંટણી શનિવારે યોજાઇ હતી. શાંતિપૂર્ણ માહોલ વચ્ચે શિક્ષકોએ પોતાના માનિતા ઉમેદવારોને મત આપ્યો હતો. રવિવારે મતગણતરીની કામગીરી બાદ પરિણામ જાહેર કરવામાં આવશે. જેમાં કુલ…

સાબરકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારોની ચૂંટણી શનિવારે યોજાઇ હતી. શાંતિપૂર્ણ માહોલ વચ્ચે શિક્ષકોએ પોતાના માનિતા ઉમેદવારોને મત આપ્યો હતો. રવિવારે મતગણતરીની કામગીરી બાદ પરિણામ જાહેર કરવામાં આવશે. જેમાં કુલ ૬૧૮૧ મતદારો પૈકી ૫૮૭૬ મતદારોએ મતદાન કર્યુ હતુ. આમ ૯૫.૦૬ ટકા જેટલુ ભારે મતદાન થતા રવિવારે મતગણતરી બાદ કયાં ઉમેદવારીની હાર અને કયાં ઉમેદવારી જીત એ જાણી શકાશે.

આ અંગે સાબરકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મદદનીશ ચૂંટણી અધિકારી ચંદુભાઇ પટેલે જણાવ્યુ હતુ કે સાબરકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી, સહમંત્રી સહિતના ઉમેદવારો માટે મતદાન શનિવારે હિંમતનગરના છાપરીયા ખાતે આવેલી પ્રાથમિક શાળામાં કરવામાં આવ્યુ હતુ. સવારે ૧૧.૩૦થી ૬ વાગ્યા સુધી શાંતિપૂર્ણ માહોલ વચ્ચે મતદાન યોજાયુ હતુ. જેમાં ૯૬.૭૩ ટકાથી વધુ મતદાન થયુ હોવાનુ માલુમ પડયુ છે. જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણીની સાથે સાથે તાલુકા મથકે તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારોની ચૂંટણી યોજાઇ હતી.

રવિવારે મતગણતરી બાદ પરિણામ જાહેર કરવામાં આવશે. સાબરકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણીમાં હિંમતનગર તાલુકામાં ૧૨૫૪ મતદારો પૈકી ૧૨૧૩ મતદારોએ મતદાન કર્યુ હતુ. પ્રાંતિજ તાલુકામાં ૬૪૮ મતદારો પૈકી ૬૨૮ મતદારોએ મતદાન કર્યુ હતુ. જયારે તલોદ તાલુકામાં ૮૦૫ મતદારો પૈકી ૭૮૦ મતદારોએ મતદાન કર્યુ હતુ. ઇડરમાં ૧૦૪૩ મતદારો પૈકી ૯૮૫ મતદારોએ મતદાન કર્યુ હતુ. ખેડબ્રહ્મા તાલુકામાં ૯૩૨ મતદારો પૈકી ૯૦૦ મતદારોએ મતદાન કર્યુ હતુ. પોશીના તાલુકામાં ૬૧૩ મતદારો પૈકી ૫૬૪ મતદારોએ મતદાન કયુ હતુ.

આ ઉપરાંત વિજયનગર તાલુકામાં ૫૮૬ મતદારોમાંથી ૫૪૪ મતદારોએ પોતાના મતદાધિકારનો ઉપયોગ કર્યો હતો. સાબરકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણીમાં ૬૧૮૧ મતદારોમાંથી કુલ ૫૮૭૬ મતદારોએ મતદાન કર્યુ છે. ત્યારે રવિવારે મતગણતરી બાદ પરિણામ જાહેર કરવામાં આવશે.

કયાં વિભાગમાં કેટલુ મતદાન

હિંમતનગર ૯૬.૭૩ ટકા
પ્રાંતિજ ૯૬.૯૧ ટકા
તલોદ ૯૬.૮૯ ટકા
ઇડર ૯૪.૩૩ ટકા
વડાલી ૯૬.૫૩ ટકા
પોશીના ૯૨.૦૧ ટકા
વિજયનગર ૯૨.૮૩ ટકા

અહેવાલ – યશ ઉપાધ્યાય 

આ પણ વાંચો — SURAT : હનીટ્રેપ કરનાર નકલી પોલીસ ગણતરીના કલાકોમાં ઝડપાઇ

Whatsapp share
facebook twitter