Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Sabarkantha: ભાજપ નેતા અને એક પોલીસ કર્મી દારૂની હેરાફેરી કરતા ઝડપાયા

11:12 PM Jul 26, 2024 | Hiren Dave

Sabarkantha: સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના બિલડીયા ગામ પાસેથી પોલીસે જયેશ ભાવસાર નામના ભાજપના નેતાની ધરપકડ કરી છે. જયેશની ધરપકડ થઈ ત્યારે અમદાવાદના શાહીબાગમાં ફરજ બજાવતા આર્મ એ.એસ.આઈ. પ્રવિણકુમાર ધનજીભાઈ ચૌહાણ સાથે હતા. આ આરોપીઓને ચિઠોડા પોલીસે વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથે ધરપકડ કરી છે. તેમજ બે આરોપીઓ ભાગી છુટ્યા હતા. આરોપીઓ રાજસ્થાનથી ગુજરાત તરફ ખાનગી કારમાં 34 દારૂની પેટી લઈને આવતા હતા. જેની બાતમી આધારે ચિઠોડા પોલીસે કાર્યવાહી કરી હતી.

રાજસ્થાનથી દારૂની ગુજરાતમાં લાવતો હતો

સાબરકાંઠાના વિજયનગરના ચિઠોડા પોલીસ દ્વારા તમામ લોકોની ધરપકડ કરવામાં આવી છે. ભાજપ નેતા અને તેના સાગરીતો રાજસ્થાનથી ગુજરાત તરફ 34 દારૂની પેટી ભરી આવતા હતા. બાતમીના આધારે ચિઠોડા પોલીસે કાર્યવાહી કરી હતી. સમગ્ર મામલે ફરાર 2 આરોપીની શોધખોળ હાથ ધરી છે.

આરોપી રાજકારણીઓ સાથે ઘરોબો ધરાવે છે

જયેશ ભાવસાર અમદાવાદ અસારવા વોર્ડના પૂર્વ પ્રમુખ હતા. આરોપી રાજકારણીઓ સાથે ઘરોબો ધરાવે છે. ગુજરાતમાં દારૂની રેલમછેલ તેમજ ડ્રગ્સ પકડાવાના અનેક બનાવ બની રહ્યા છે. અને હવે તો પોલીસ જ દારૂની હેરાફેરીમાં સાથ આપે છે. થોડા સમય પહેલા જ ભચાઉમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલ નીતા ચૌધરી બુટલેગર સાથે ઝડપાઈ હતી. બાદમાં તે પોલીસને થાપ આપીને ભાગી હતી. જો કે તાજેતરમાં પોલીસે તેને ઝડપી લીધી હતી.

આ પણ  વાંચો –ગુજરાત સરકારે અગ્નિવીરોને આપી મોટી, આ સરકારી નોકરીઓમાં મળશે લાભ

આ પણ  વાંચો –ગુજરાતને મળ્યો CNG નો ખજાનો,આખા દેશને પૂરો પાડશે CNG

આ પણ  વાંચો ભરૂચ નગરપાલિકાની ડમ્પિંગ સાઈડ ફરી વિવાદમાં..