+

Sabar Dairy Election: સાબરડેરીની ચૂંટણી, સુધારેલા પેટાકાયદાથી ઉમેદવારો ગડમથલમાં

Sabar Dairy Election: સાબરડેરીના નિયામક મંડળની ચૂંટણી (Election) ની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. ત્યારે દરેક વિભાગમાંથી ઉમેદવારી કરવા માંગતા ઉમેદવારો (Participants) એ ઉમેદવારીપત્રો (Nomination Papers) લીધા બાદ તેમાં જણાવાયેલી…

Sabar Dairy Election: સાબરડેરીના નિયામક મંડળની ચૂંટણી (Election) ની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. ત્યારે દરેક વિભાગમાંથી ઉમેદવારી કરવા માંગતા ઉમેદવારો (Participants) એ ઉમેદવારીપત્રો (Nomination Papers) લીધા બાદ તેમાં જણાવાયેલી વિગતોની પૂર્તતા કરવા માટે ઉમેદવારો (Participants) ને નવા સુધારેલા પેટાકાયદા (Sub Rules) મુજબ કેટલીક વિગતો મેળવવા માટે સાબરડેરી (Sabar Dairy) ના અધિકારીઓ પાસે જવું પડે છે. જોકે અધિકારીઓ પણ સત્વરે વિગતો આપી રહ્યા છે.

  • ઉમેદવારીપત્રોમાં રજૂ કરવામાં આવતી વિગતોની યાદી
  • કામગીરી ઓનલાઈન થવાથી સરળતા થઈ રહી
  • નિયામક મંડળમાં સહકારી અગ્રણીઓનું સ્થાન

ઉમેદવારીપત્રોમાં રજૂ કરવામાં આવતી વિગતોની યાદી

આધારભૂત સુત્રોમાંથી મળતી માહિતી મુજબ સાબરડેરી (Sabar Dairy) ના નિયામક મંડળની ચૂંટણી પ્રક્રિયા શરૂ થયા બાદ 16 ઝોનમાં ઉમેદવારી કરવા માંગતા ઉમેદવારો (Participants) એ ઉમેદવારીપત્રો (Nomination Papers) માં એવી વિગતો રજૂ કરવી પડે છે કે તેમણે દર મહિને, વાર્ષિક તથા સરેરાશ કેટલું દૂધ સ્થાનિક મંડળીના માધ્યમથી સાબરડેરી (Sabar Dairy) માં મોકલી આપ્યું છે. તેની વિગતો લેવા માટે ઉમેદવારોને સાબરડેરી (Sabar Dairy) જવું ફરજીયાત બની ગયું છે. જ્યાં સક્ષમ અધિકારી ધ્વારા જે-તે ઉમેદવારની માસિક, વાર્ષિક અને સરેરાશ દૂધની વિગતો અપાયા તે પછી ઉમેદવારીપત્રો (Nomination Papers) માં નોંધ કરવી પડે છે.

Sabar Dairy Election

Sabar Dairy Election

જો ચૂંટણી લડવા માંગતા ઉમેદવાર અધૂરી વિગતો સાથેનું ઉમેદવારીપત્ર રજૂ કરે તો તે અમાન્ય ગણાય છે. જેથી નવા સુધારેલા પેટાકાયદાનો અમલ ફરજીયાત કરવો પડે છે. અગાઉ સાબરડેરી (Sabar Dairy) ના નિયામક મંડળની ચૂંટણી યોજાતી હતી. ત્યારે તે વખતે સ્થાનિક મંડળીઓ અને સાબરડેરી પાસે કમ્પ્યુટર સજ્જ વિગતો ઉપલબ્ધ ન હતી. જેથી તે સમયે ડેરીના કર્મચારી જે-તે મંડળીમાં જઈને વિગતો મેળવતા હતા.

કામગીરી ઓનલાઈન થવાથી સરળતા થઈ રહી

પરંતુ હવે સમગ્ર કામગીરી ઓનલાઈન થઈ ગઈ હોવાને કારણે ઉમેદવાર ધ્વારા સાબરડેરી (Sabar Dairy) ના સક્ષમ અધિકારીનો સંપર્ક કરી વિગતો મેળવી રહ્યા છે. તે પછી પણ કેટલીક વિગતો ઉમેદવારીપત્રો (Nomination Papers) માં રજૂ કરવાની હોવાથી ઉમેદવારને ગડમથલ કરીને દોડાદોડ કરવી પડે છે. આગામી દિવસોમાં યોજાનાર સાબરડેરીના નિયામક મંડળની ચૂંટણીમાં ભાજપ ધ્વારા મેન્ડેટ આપવાની પ્રથા અમલી બનાવાઈ છે. ત્યારે આ વખતે પ્રદેશ સંગઠનના પદાધિકારીઓએ સાબરકાંઠા (Sabarkantha) અને અરવલ્લીમાંથી વિગતો મેળવીને અભ્યાસ કરવાનું શરૂ કરી દીધું છે.

નિયામક મંડળમાં સહકારી અગ્રણીઓનું સ્થાન

સરકાર દ્વારા સાબરડેરી (Sabar Dairy) ની ચૂંટણીમાં કેટલીક બેઠકોના ઉમેદવારોને બદલી નવા ચહેરાને સ્થાન અપાશે. તેવી ચર્ચાને લઈને વર્ષોથી સહકારીક્ષેત્રમાં હોદ્દો ભોગવતા કેટલાક અગ્રણીઓને આ વખતની ચૂંટણીમાં કદાચ નિરાશા સાંપડે તો નવાઈ પામવા જેવું નથી. તેમ છતાં નવા નિયામક મંડળમાં કેટલાક અનુભવી સહકારી અગ્રણીઓને પણ સ્થાન આપવું પડે તેમ છે. જેથી કેટલાક સહકારી અગ્રણીઓની અવગણના થાય તેમ લાગતું નથી. કારણ કે જો નિયામક મંડળમાં ફકત નવા ચહેરાઓને સ્થાન અપાય તો વહીવટમાં પણ કેટલીક મુશ્કેલી પડી શકે છે. હાલ તો સાબરકાંઠા (Sabarkantha) અને અરવલ્લીમાં સહકારી ક્ષેત્રમાં રહેતા અગ્રણીઓએ ઉમેદવારીપત્રો (Nomination Papers) લીધા બાદ તેને ભરી સક્ષમ અધિકારી સમક્ષ રજૂ કર્યા નથી પરંતુ આવા અગ્રણીઓએ પોતાના વિભાગના મતદારોનો સંપર્ક કરી લીધી છે.

અહેવાલ યશ ઉપાધ્યાય

આ પણ વાંચો: Gondal : 125 વર્ષ જૂના બ્રિજના સમારકામ મામલે HC એ નગરપાલિકા અને સરકારની ઝાટકણી કાઢી

Whatsapp share
facebook twitter