+

રશિયન રોકેટોનો કિવ પર હુમલો, યુક્રેનિયન અભિનેત્રી ઓક્સાના શ્વેટ્સ માર્યા ગયા

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ અટકવાનું નામ નથી લઈ રહ્યું.  24 ફેબ્રુઆરીથી શરૂ થયેલા આ યુદ્ધમાં સૈનિકોની સાથે સામન્ય નાગરિકો પણ નિશાન બની રહ્યા છે. યુક્રેનમાં મોટાં અહેવાલ છે કે 67 વર્ષીય થિયેટર અભિનેત્રી ઓક્સાના શ્વેટ્સનું રશિયાના કિવમાં રોકેટ હુમલામાં મૃત્યુ થયું હતું.હુમલામાં અભિનેત્રીનું મોતઓક્સાના શ્વેટ્સનાં મૃત્યુના સમાચાર યંગ થિયેટર કમ્યુનિટી દ્વારા ફેસબુક પર આપવામાà
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ અટકવાનું નામ નથી લઈ રહ્યું.  24 ફેબ્રુઆરીથી શરૂ થયેલા આ યુદ્ધમાં સૈનિકોની સાથે સામન્ય નાગરિકો પણ નિશાન બની રહ્યા છે. યુક્રેનમાં મોટાં અહેવાલ છે કે 67 વર્ષીય થિયેટર અભિનેત્રી ઓક્સાના શ્વેટ્સનું રશિયાના કિવમાં રોકેટ હુમલામાં મૃત્યુ થયું હતું.
હુમલામાં અભિનેત્રીનું મોત
ઓક્સાના શ્વેટ્સનાં મૃત્યુના સમાચાર યંગ થિયેટર કમ્યુનિટી દ્વારા ફેસબુક પર આપવામાં આવ્યા છે. અહીં ઓક્સાનાએ લાંબા સમય સુધી કામ કર્યું હતું. આ પોસ્ટ મુજબ રહેણાંક મકાન પર રશિયન રોકેટ હુમલામાં ઓક્સાના શ્વેટ્સનું મોત થયું હતું. આગળ તેણે ઓકસાનાને શ્રદ્ધાંજલિ આપી અને યુદ્ધ અંગે પોતાની ચિંતા વ્યક્ત કરી.  

અનેક એવોર્ડથી સન્માનિત હતા
ઓક્સાના શ્વેટ્સ યુક્રેનની પ્રખ્યાત અભિનેત્રી હતા. સાથે જ તેમને યુક્રેનના સૌથી વધુ એવોર્ડ પમ મળ્યાં હતાં.તેમને યુક્રેનના સર્વોચ્ચ કલાત્મક સન્માન ઓનરેડ આર્ટિસ્ટ ઓફ યુક્રેનથી પણ નવાજવામાં આવ્યાં હતા. તેણે ઇવાન ફ્રેન્કો થિયેટર અને કિવ સ્ટેટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ થિયેટરમાં ભજવ્યું હતું. ઓક્સાના શ્વેટ્સનાં મૃત્યુના સમાચાર યંગ થિયેટર કમ્યુનિટી દ્વારા આપવામાં આવ્યા છે.અહીં ઓક્સાનાએ લાંબા સમય સુધી કામ કર્યું. થિયેટર સાથે સંકળાયેલ ઓક્સાના શ્વેટ્સ, કિવમાં રોકેટ હુમલામાં માર્યા ગયા છે. 

ફિલ્મ નિર્દેશક અને પત્રકાર બ્રેન્ટ રેનોડનું પણ અવસાન
યુક્રેન યુદ્ધમાં ઓક્સાના શ્વેટ્સ પહેલાં, જાણીતા યુક્રેનિયન ફિલ્મ નિર્દેશક અને પત્રકાર બ્રેન્ટ રેનોડનું પણ અવસાન થયું હતું. એવું કહેવામાં આવ્યું હતું કે યુક્રેનના ઇરપિન શહેર પર રશિયન સેના દ્વારા બ્રેન્ટની કાર સામે ખુલ્લેઆમ ગોળીબાર કરવામાં આવ્યો હતો. એએફપીના અહેવાલ મુજબ આ હુમલામાં બ્રેન્ટ માર્યો ગયા હતા. તેની સાથે અન્ય એક પત્રકાર જુઆન અરેડોન્ડોને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. આ બંને યુક્રેનના શરણાર્થીઓ પર ડોક્યુમેન્ટ્રી બનાવી રહ્યાં હતાં. 
Whatsapp share
facebook twitter