+

યુક્રેનનો વિડીયો બનાવી રહેલા યુવક પર પડી રશિયન મિસાઈલ, અને પછી…

બુધવારે, યુનાઇટેડ નેશન્સ ખાતે રશિયા વિરુદ્ધ એકત્ર થઈને મોટાભાગના દેશોએ રશિયાને યુક્રેનમાંથી બહાર નીકળવાની માગ કરી હતી. રશિયન સૈન્યએ યુક્રેનના બીજા સૌથી મોટા શહેર પર બોમ્બમારો ફરી શરૂ કર્યો છે, જે દેશની રાજધાની માટે જોખમી છે. રશિયાએ તેના મુખ્ય વ્યૂહાત્મક બંદરોને પણ ઘેરી લીધા છે. હાલમાં આ યુદ્ધની સમસ્યા ઉકેલાય તેમ લાગતું નથી. રશિયન સેના મોટા શહેરોને નિશાન બનાવીને સતત હુમલો કરી àª
બુધવારે, યુનાઇટેડ નેશન્સ ખાતે રશિયા વિરુદ્ધ એકત્ર થઈને મોટાભાગના દેશોએ રશિયાને યુક્રેનમાંથી બહાર નીકળવાની માગ કરી હતી. રશિયન સૈન્યએ યુક્રેનના બીજા સૌથી મોટા શહેર પર બોમ્બમારો ફરી શરૂ કર્યો છે, જે દેશની રાજધાની માટે જોખમી છે. રશિયાએ તેના મુખ્ય વ્યૂહાત્મક બંદરોને પણ ઘેરી લીધા છે. હાલમાં આ યુદ્ધની સમસ્યા ઉકેલાય તેમ લાગતું નથી. રશિયન સેના મોટા શહેરોને નિશાન બનાવીને સતત હુમલો કરી રહી હતી.  
યુદ્ધની વચ્ચે એક ચોંકાવનારો વિડીયો સામે આવ્યો છે. એક વ્યક્તિ ઉભો રહીને વિડીયો બનાવી રહ્યો હતો, ત્યારે ઉપરથી રશિયન મિસાઈલોનો અવાજ આવવા લાગ્યો. અચાનક મિસાઈલ માણસ ઉપર પડી. તે માણસ પણ નીચે બેસી ગયો અને પછી ઊભો થયો. આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ યુદ્ધ હવે બેકાબૂ બની ગયું છે. તમે આ વિડીયો જોઈને આનો અંદાજ મેળવી શકો છો. યુક્રેનનો એક નાગરિક તેની નજીક મિસાઈલ પડી ત્યારે વિડીયો બનાવી રહ્યો હતો. જો કે, આ હુમલામાં તે વ્યક્તિ ત્યાંથી ભાગવામાં સફળ થયો હતો. અહેવાલો અનુસાર, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન હવેથી કોઇપણ સમયે ફોન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરી શકે છે. યુદ્ધ ફાટી નીકળ્યા બાદ બંને નેતાઓ વચ્ચે આ બીજી મુલાકાત હશે. માનવામાં આવે છે કે આ દરમિયાન ભારતીય લોકોના સુરક્ષિત વાપસી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

દરમિયાન, રશિયન સેનાનો કાફલો ખાર્કિવ માટે રવાના થઈ ગયો છે. દરમિયાન, યુદ્ધના સાતમાં દિવસે, વિદેશ મંત્રાલય દ્વારા નવી એડવાઈઝરી જારી કરવામાં આવી છે. એડવાઈઝરી અનુસાર, ખાર્કિવમાં હાજર તમામ ભારતીયોને તેમની સુરક્ષા માટે તાત્કાલિક ખાર્કિવ શહેર છોડી દેવા માટે કહેવામાં આવ્યું છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે, જે ભારતીયો ખાર્કિવમાં છે તેમણે કોઈપણ રીતે શહેર છોડી દેવું જોઈએ. તેના પરથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આજે રશિયા કંઈક મોટું કરવા જઈ રહ્યું છે. સમગ્ર ખાર્કિવમાં ગભરાટનો માહોલ છે. સતત બોમ્બ ધડાકાથી લોકો ભયભીત છે.
Whatsapp share
facebook twitter