+

AAP-કેજરીવાલ હૈ ભાઈ, કૂછ ભી કર સકતા હૈ !

“AAP હારેલી ચૂંટણીમાં ટકી રહેવા માટે કોઈપણ યુક્તિ અપનાવી શકે છે” આમ આદમી પાર્ટી (AAP)ના આરોપો પર વળતો પ્રહાર કરતા, ભાજપે કહ્યું. આગળ કયું કે “જો ભવિષ્યમાં દિલ્હીના સીએમને કંઈ…

“AAP હારેલી ચૂંટણીમાં ટકી રહેવા માટે કોઈપણ યુક્તિ અપનાવી શકે છે” આમ આદમી પાર્ટી (AAP)ના આરોપો પર વળતો પ્રહાર કરતા, ભાજપે કહ્યું. આગળ કયું કે “જો ભવિષ્યમાં દિલ્હીના સીએમને કંઈ થાય છે તો તેના માટે એકમાત્ર વ્યક્તિ જવાબદાર છે અરવિંદ કેજરીવાલ પોતે. બીજેપીએ દિલ્હી પોલીસને પણ અરવિંદ કેજરીવાલની સુરક્ષા વધારવાની વિનંતી કરી છે.”

બીજેપીના દિલ્હી પ્રદેશ અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ AAP સાંસદ સંજય સિંહના નિવેદનને ફિલ્મી સ્ક્રિપ્ટ ગણાવતા કહ્યું કે “હવે 25 મે સુધી અરવિંદ કેજરીવાલ તેમના નેતાઓને લોકોની સહાનુભૂતિ મેળવવા માટે અલગ-અલગ નાટક કરશે. સ્વાતિ માલીવાલની ઘટના પર એક શબ્દ પણ ન ઉચ્ચારનાર કેજરીવાલે હવે નું જ નાટક કરવા તૈયારી કરી રહ્યા છે, જેનો પહેલો એપિસોડ આજે જોવા મળ્યો.”

થપ્પડની યુક્તિ હવે જૂની થઈ ગઈ

સચદેવાએ કહ્યું કે, 2014 અને 2016માં એ જ અરવિંદ કેજરીવાલે પોતાને થપ્પડ મરાવી હતી, જેની રમત દિલ્હીના લોકો સમજી ગયા હતા, તેથી હવે તેઓ એક નવો ખેલ શરૂ કરી રહ્યા છે કારણ કે થપ્પડની યુક્તિ હવે જૂની થઈ ગઈ છે.

સહાનુભૂતિ મેળવવા તે જુદા જુદા પ્રકારના નાટક કરશે

દિલ્હી બીજેપી અધ્યક્ષે દિલ્હી પોલીસને કેજરીવાલની સુરક્ષા વધારવાનો આગ્રહ કરતાં વધુમાં કહ્યું કે વહીવટીતંત્ર અને ચૂંટણીપંચને અપીલ છે કે ભવિષ્યમાં અરવિંદ કેજરીવાલને કંઈ થશે તો તેના માટે જવાબદાર. અરવિંદ કેજરીવાલ પોતે જ હશે, તેથી, તેમની દિલ્હી પોલીસને વિનંતી છે કે કેજરીવાલની સુરક્ષા વધારવામાં આવે. પ્રજાના પ્રશ્નોથી બચવા અને તેમની સહાનુભૂતિ મેળવવા તે જુદા જુદા પ્રકારના નાટક કરશે અને જુઠ્ઠાણાનો પ્રચાર કરશે.

શીશમહલના કેજરીવાલ

તેમણે કહ્યું કે 19 મી મેના રોજ કેજરીવાલનો ચહેરો ત્યારે જ સામે આવ્યો જ્યારે તેમનો આખો સંઘર્ષ માત્ર 36 મિનિટમાં ખતમ થઈ ગયો. બીજેપીના રાષ્ટ્રીય કાર્યાલયની સામે આખો દિવસ બેસી રહેવાને બદલે કેજરીવાલે માત્ર 36 મિનિટમાં પોતાનો વિરોધ ખતમ કરી નાખ્યો કારણ કે હવે તે શીશમહલના કેજરીવાલ છે જે દિલ્હીની ગરમી સહન કરી શકતા નથી. કેજરીવાલ હવે ફક્ત દિલ્હીમાં ભ્રષ્ટાચાર માટે અને એક ગુંડાને બચાવવા માટે લડે છે જે તેના કાળા કાર્યોનો માસ્ટરમાઈન્ડ છે.

જેલની બહાર છે ત્યારે તેમને દિલ્હીમાં જળ સંકટની ચિંતા નથી

તેમણે કહ્યું કે જ્યારે કેજરીવાલ જેલની અંદર હતા ત્યારે તેઓએઆતિશીને પત્ર લખીને દિલ્હીના લોકો માટે પાણીની ચિંતા કરવા કહેતા હતા, પરંતુ આજે જ્યારે તેઓ જેલની બહાર છે ત્યારે તેમને દિલ્હીમાં જળ સંકટની ચિંતા નથી. દિલ્હીના લોકો જલ બોર્ડને લૂંટનારાઓના નાટકને સમજે છે અને તેમને આ ચૂંટણીમાં તેનો જવાબ મળશે.

હત્યાનું ષડયંત્ર હોવાનો આરોપ

બીજી તરફ ભાજપના રાષ્ટ્રીય સચિવ મનજિન્દર સિંહ સિરસાએ વળતો પ્રહાર કરતા કહ્યું કે” અરવિંદ કેજરીવાલે તમામ યુક્તિઓ અજમાવી છે, પરંતુ દિલ્હીના લોકો તેમને વોટ નથી આપી રહ્યા.” કેજરીવાલે પહેલા કહ્યું કે “તેઓએ તેમને કોઈપણ કેસ વિના જેલમાં ધકેલી દીધા, પછી કહ્યું કે તેઓ તેમને ઈન્સ્યુલિન આપતા નથી, પછી કહ્યું કે તેઓ તેમની પાર્ટીને તોડી રહ્યા છે અને નાશ કરી રહ્યા છે. પરંતુ, આ બધી યુક્તિઓ છતાં, લોકો તેમને મત આપવા તૈયાર નથી અને તેથી હવે તેઓ તેમની હત્યાનું ષડયંત્ર હોવાનો આરોપ લગાવી રહ્યા છે.”

દરેક ચૂંટણી પહેલા આ ડ્રામા અને ખેલ

તેમણે આરોપ લગાવ્યો કે “આમ આદમી પાર્ટી ગમે તે કરે, તેમને મત નહીં મળે અને જ્યાં સુધી તેમની હત્યાના ષડયંત્રનો સવાલ છે, ત્યાં સુધી કેજરીવાલને કોઈ મારવા જઈ રહ્યું નથી કે કોઈ આવું સ્વપ્ન પણ જોઈ રહ્યું નથી. જ્યારે કેજરીવાલે પંજાબમાં હજારો યુવાનોને ડ્રગ્સના કારણે માર્યા છે. કેજરીવાલના પંજાબ અને  દિલ્હીના ધારાસભ્યો ડ્રગ્સની દાણચોરી કરી રહ્યા છે. કેજરીવાલ દરેક ચૂંટણી પહેલા આ ડ્રામા અને ખેલ કરે છે, જેને સાંભળીને લોકો કંટાળી જાય છે અને કોઈ તેમને વોટ આપવાનું નથી.”

આ પણ વાંચો- Swati Maliwal Case : પોલીસ બિભવ કુમારને CM કેજરીવાલના નિવાસસ્થાને લઈ ગઈ, સીન રિક્રિએટ કર્યો…

Whatsapp share
facebook twitter