Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Russia Ukraine war : પુતિનને છૂટ્યો પરસેવો, યુક્રેનનો રશિયન જમીન પર કબજો

10:07 AM Aug 29, 2024 |
  • પુતિનના નાગરિકો સામે પડકાર: યુક્રેને કુર્સ્ક પર કબજો કર્યો
  • યુક્રેની સેના કુર્સ્ક વિસ્તારમાં
  • યુક્રેને 100 વસાહતો કબજે કર્યા

Russia Ukraine war : રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (Russian President Vladimir Putin) યુક્રેનિયન સૈનિકો દ્વારા કબજે કરાયેલા કુર્સ્ક પ્રદેશને ફરીથી પ્રાપ્ત કરવા માટે તીવ્ર પ્રયાસો કરી રહ્યા છે. CIAના ડેપ્યુટી ડાયરેક્ટર ડેવિડ કોહેના અનુસાર, રશિયન સૈનિકો આ વિસ્તારમાં જવાબી કાર્યવાહી માટે તૈયારી કરી રહ્યા છે, પરંતુ આ કામગીરી સરળ નથી. તેમને ચઢાવની લડાઈનો સામનો કરવો પડશે. કોહેના જણાવ્યા મુજબ, યુક્રેને લગભગ 300 ચોરસ માઇલ (777 ચોરસ કિમી) રશિયન વિસ્તાર કબજે કર્યો છે.

યુક્રેનનો કુર્સ્ક પર કબજો

6 ઓગસ્ટના રોજ, યુક્રેનની સેનાએ રશિયા (Russia) ની પશ્ચિમી સરહદ પાર કરીને કુર્સ્ક પ્રદેશ પર કબજો કરી લીધો હતો, જેના કારણે રશિયા જેવું મજબૂત રાષ્ટ્ર આશ્ચર્યમાં મૂકાયું હતું. યુક્રેનનું કહેવું છે કે, આ વિસ્તારમાં લાંબા સમય માટે કબજો જાળવવાનો તેનો ઇરાદો નથી, અને તે માત્ર થોડા સમય માટે તે રીતે કરવા માંગે છે. કોહેને આ માહિતી ઈન્ટેલિજન્સ અને નેશનલ સિક્યોરિટી સમિટમાં આપી હતી. કોહેને જણાવ્યું, “રશિયા યુક્રેન પર આ પ્રદેશ પાછું મેળવવા માટે ગંભીર રીતે હુમલો કરી શકે છે. મને લાગે છે કે તે રશિયનો માટે એક અઘરી લડાઈ હશે. તેમણે હવે એ હકીકતનો પણ સામનો કરવો પડશે કે રશિયાની અંદર એક સેના આવી ગઇ છે જેની સામે તેણે યુદ્ધ કરવું પડશે. આ ઉપરાંત તેમણે પોતાના નાગરિકોમાં થઇ રહેલી ચર્ચાનો પણ સામનો કરવો પડશે કે તેમણે રશિયાનો એક હિસ્સો ખોઇ દીધો છે.

ઝેલેન્સકીએ જણાવ્યું કેવી રીતે ખતમ થશે યુદ્ધ

યુક્રેને કુર્સ્ક ક્ષેત્રમાં 100 વસાહતો પર કબજો કરવાનો દાવો કર્યો છે, જ્યારે રશિયન સેના યુક્રેનના પૂર્વીય ડોનેત્સ્ક ક્ષેત્રમાં આગળ વધતી રહી છે. કોહેનો ઉલ્લેખ છે કે, રશિયા (Russia) સૈનિકો અને સાધનસામગ્રી પર મોટા પ્રમાણમાં ખર્ચ કરી રહ્યું છે, પરંતુ સચોટ સફળતા હજુ સુધી મળી નથી. ગયા મંગળવારે, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ જણાવ્યું હતું કે રશિયા સાથેનું યુદ્ધ અંતે વાટાઘાટો દ્વારા સેટલ થશે, પરંતુ કિવને વધુ મજબૂત સ્થિતિમાં રહેવું પડશે. તેમણે આ પણ જણાવ્યું કે અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડેન અને તેમના સંભવિત અનુગામી એજન્ડા પર ચર્ચા કરશે, જે યુદ્ધના સમાધાન માટે જરૂરી છે.

આ પણ વાંચો:  Bangladesh માં એકવાર ફરી ભડકી હિંસા, 50થી વધુ લોકો અથડામણમાં થયા…