Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

યુક્રેનના રાષ્ટ્રપતિએ ફરી એક વાર દુનિયાને બતાવ્યું કે શબ્દોમાં કેટલી હોય છે શક્તિ

07:59 AM Apr 27, 2023 | Vipul Pandya

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધને રોકવા પૂરો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. આ વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝેલેન્સકીએ ફરી એક વાર દુનિયાને બતાવ્યું કે શબ્દોમાં કેટલી શક્તિ હોય છે. તેમણે પોતાના શબ્દોની ચોક્કસ પસંદગી અને બોલવાની રીતથી સામાન્ય યુક્રેનિયન સૈનિકોને જ નહીં, પરંતુ રશિયાના લોકોના હૃદયમાં પણ સ્થાન બનાવ્યું. તેમની કરુણાપૂર્ણ અપીલોએ સમગ્ર વિશ્વના લોકોના હૃદયને પીગળવા પર મજબૂર કરી દીધા. જર્મનીના એક અનુવાદકને તેમનું સંબોધન વાંચીને આંખમાં આંસુ આવી ગયા. નિષ્ણાંતો કહી રહ્યા છે કે ઝેલેન્સકીએ જનસંપર્કના મોરચે પુતિનને પણ પાછળ છોડી દીધા છે.
રશિયા અને યુક્રેન ચર્ચા દરમિયાન એકબીજા પર કર્યા આકરા પ્રહાર
UNGAમાં યુક્રેન અને રશિયા વચ્ચેના તણાવ પર ચર્ચા દરમિયાન રશિયા અને યુક્રેને એકબીજા પર આકરા પ્રહારો કર્યા હતા. એક તરફ રશિયાએ યુક્રેન પર ગુનામાં વધારો કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે, યુક્રેનમાં રશિયન સૈન્ય દ્વારા કોઈ નાગરિકોને નુકસાન થયું નથી. યુક્રેન જે કામ કરી રહ્યું છે તેના માટે અમને દોષી ઠેરવવામાં આવી રહ્યા છે. વળી, યુક્રેને સંયુક્ત રાષ્ટ્રમાં કહ્યું કે ઇન્ટરનેશનલ કોર્ટ ઑફ જસ્ટિસે આ મામલે જલ્દી સુનાવણી કરવી જોઈએ. યુક્રેને કહ્યું કે, રશિયા નાગરિકોની હત્યા કરી રહ્યું છે. વળી બીજી તરફ યુદ્ધની વચ્ચે અમેરિકાએ મોટો નિર્ણય લીધો છે. જેમાં અમેરિકાએ યુએનના 12 રશિયન રાજદ્વારીઓને હાંકી કાઢ્યા છે. તેમને હટાવવા પાછળનું કારણ સુરક્ષાના કારણો જણાવવામાં આવ્યું છે.
યુદ્ધ વચ્ચે વાતચીત લઇ શકે છે નવો વળાંક?
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે છઠ્ઠો દિવસ છે. રશિયન સેના રાજધાની કીવને કબજે કરવા માટે સતત બોમ્બ ફેંકી રહ્યા છે. તેની સાથે જ ખાર્કિવમાં સંઘર્ષ ચાલુ છે. આ દરમિયાન એક તરફ યુદ્ધ ચાલી રહ્યું છે તો બીજી તરફ બંને દેશો વચ્ચે વાતચીત પણ શરૂ થઈ ગઈ છે. વળી બીજી તરફ સંયુક્ત રાષ્ટ્રમાં ચીને કહ્યું છે કે, નવા શીતયુદ્ધથી કંઈ હાંસલ નહીં થઈ શકે.
યુક્રેનના ટેનિસ સ્ટારે રશિયા અને બેલારૂસ ખેલાડીઓ સામે રમવાની ના પાડી
યુક્રેનમાં યુદ્ધની સ્થિતિથી સામાન્ય નાગરિકથી લઇને તમામ નેતા અને ખેલાડીઓ પણ યુક્રેન સાથે રહીને રશિયાને સબક શીખવાડવાની તૈયારી કરી રહ્યા છે. આ વચ્ચે સમાચાર મળી રહ્યા છે કે, યુક્રેનિયન ટેનિસ સ્ટાર એલિના સ્વિતોલીનાએ રશિયા અને બેલારુસના ખેલાડીઓ સામે રમવાનો ઇનકાર કરી દીધો છે. સ્વિતોલીનાએ સ્પષ્ટ કહ્યું છે કે, તે રશિયા અને બેલારુસના ખેલાડીઓ સામે સ્પર્ધા કરવા માટે કોર્ટ પર નહીં આવે.

રશિયા-યુક્રેન વચ્ચે બીજા તબક્કાની મંત્રણા થશે
રશિયા અને યુક્રેન વચ્ચે આગામી તબક્કાની વાતચીત પણ ટૂંક સમયમાં થવા જઈ રહી છે. મીડિયા અહેવાલોમાં રશિયન પ્રતિનિધિમંડળને ટાંકીને કહેવામાં આવ્યું છે કે આગામી તબક્કાની વાતચીત પોલિશ-બેલારુસ સરહદ પર થશે. જોકે, આ વાતચીત ક્યારે થશે તે જણાવવામાં આવ્યું નથી. પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે વાતચીત 1 માર્ચે થઈ શકે છે.
રશિયા પોતાના સૈનિકોને પરત બોલાવે
યુએનજીએના વિશેષ સત્રમાંમાં યુક્રેનના પ્રતિનિધિએ કહ્યું કે રશિયાના સૈનિકો અત્યારે હેરાન તઇ રહ્યા છે. તેઓ પહેલાથી જ પોતાના 1000 કકરતા પણ વધારે સૈનિકોને ગુમાવી ચુક્યા છે. યુક્રેન વિરુદ્ધની આ આક્રમકતાને રોકવામાં આવે. અમે માંગ કરીએ છીએ કે રશિયા કોિ પણ પ્રકારની શર્ત વગર પોતાના તમામ સૈનિકોને પરત બોલાવે અને આંતરરાષ્ટ્રીય માનવીય કાનૂનનું પાલન કરે. 
રશિયના હુમલામાં 16 બાળકો સહિત 352 લોકોના મોત
સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની ઈમરજન્સી મીટિંગમાં યુક્રેનના પ્રતિનિધિએ કહ્યું કે અત્યાર સુધીમાં યુક્રેનમાં 16 બાળકો સહિત 352 લોકોના મોત થયા છે. રશિાના હુમલાના કારણે મૃત્યુઆંક સતત વધી રહ્યો છે, અને ગોળીબાર પણ હજુ ચાલુ છે.
પુતિને ફ્રાન્સના રાષ્ટ્રપતિ સાથે વાત કરી
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને સોમવારે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રો સાથે યુક્રેન મુદ્દે વાત કરી હતી. પુતિને મેક્રોને કહ્યું કે રશિયન પક્ષ યુક્રેનિયન પ્રતિનિધિમંડળ સાથે વાતચીત માટે તૈયાર છે. તેમણે આશા વ્યક્ત કરી કે મંત્રણા ઇચ્છિત પરિણામ આપશે. સાથે જ તેમણે સ્પષ્ટ કર્યું કે યુક્રેન વિવાદનો ત્યારે જ ઉકેલ આવશે જ્યારે રશિયાની સુરક્ષા અંગેની ચિંતા પર વિચાર કરવામાં આવશે.
માનવીય સહાય મહત્વપૂર્ણ છે પરંતુ ઉકેલ નથી: યુએન સેક્રેટરી જનરલ
યુએનના સેક્રેટરી જનરલે યુએનજીએના વિશેષ સત્રમાં કહ્યું કે માનવીય સહાય મહત્વપૂર્ણ છે પરંતુ તે ઉકેલ નથી. સમસ્યાનો ઉકેલ શાંતિથી જ શક્ય છે. મેં યુક્રેનના રાષ્ટ્રપતિને ખાતરી આપી છે કે અમે તેમની મદદ કરવાનું ચાલુ રાખીશું અને તેમને એકલા નહીં છોડીએ. અમે તેમને માનવીય સહાય પૂરી પાડીશું.

આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિનો નિર્દેશ
આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિએ રમતના આયોજકોને રશિયા અને બેલારુસના ખેલાડીઓને સત્તાવાર આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોમાંથી બાકાત રાખવાનો નિર્દેશ આપ્યો છે.
તમામ પક્ષોને યુદ્ધવિરામની અપીલ
સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ બેઠકની શરૂઆતમાં કહ્યું છે કે અમે તમામ પક્ષોને તાત્કાલિક યુદ્ધવિરામ માટે અપીલ કરીએ છીએ. સામાન્ય સભાએ કહ્યું છે કે સંયમ રાખોઅને વાતચીત શરૂ કરો. આ સિવાય યુએનના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે જનરલ એસેમ્બલીને કહ્યું, ‘હિંસાના વધવાથી નાગરિકોના મોત થઇ રહ્યા છે. હવે બહુ થયું, સૈનિકોએપરત ફરવું જોઈએ, સામાન્ય નાગરિકોની સુરક્ષા ખૂબ મહત્વપૂર્ણ છે.’
સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)નું વિશેષ સત્ર શરુ 
રશિયા અને યુક્રેનના યુદ્ધને લઇને સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)નું વિશેષ સત્ર શરુ થઇ ગયું છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાનું આ 11મુ ઇમરજન્સી સત્ર છે. આ મહત્વપૂર્ણ બેઠકમાં રશિયા વિરુદ્ધ બે ઠરાવ રજૂ કરવામાં આવશે. આ સત્રમાં તમામ 193 સભ્ય દેશોના પ્રતિનિધિઓ પોતાની વાત રાખશે. આ પછી, પ્રસ્તાવ પર બીજા દિવસે મતદાન થઈ શકે છે. આ વિશેષ સત્રની શરુઆત એક મિનિટના મૌન વડે તઇ હતી. રશિયા યુક્રેન યુદ્ધમાં જીવ ગુમાવનારા લોકો માટે એક મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું.
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ એક વળાંક પર પહોંચી ગયું છે. યુદ્ધના પાંચમા દિવસે યુક્રેન પર જોરદાર મિસાઈલ હુમલો કરવામાં આવ્યો છે. દરમિયાન, કીવ અને તેની આસપાસ એક સાથે અનેક મિસાઇલો છોડવામાં આવી હોવાના અહેવાલો છે. આ દરમિયાન યુક્રેનના આરોગ્ય મંત્રીએ દાવો કર્યો છે કે, રશિયન હુમલામાં 16 બાળકોના મોત થયા છે. દુનિયાભરના દેશ આ યુદ્ધની વિરુદ્ધમાં પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. ત્યારે હવે આ યુદ્ધ આગળ ચાલશે કે નહી તે અંગે તાજેતરમાં  બેલારૂસમાં બેઠક યોજાઇ હતી. જેના પર આખી દુનિયાની નજર મંડઇ છે, કારણ કે આ યુદ્ધ કઇ દિશામાં જશે તેનો અંદાજ બેઠક બાદ જ આવશે. બંન દેશો વચ્ચે લગભગ 3 કલાક સુધી મંત્રણા ચાલી હતી. જેમાં યુક્રેને રશિયા સામે શરત રાખી છે.
યુક્રેને રશિયા સામે આ શરત રાખી
રશિયા સાથેની વાતચીત દરમિયાન યુક્રેને તમામ રશિયન સૈનિકોને પાછા ખેંચવાની માંગ કરી છે. ઝેલેન્સકીના કાર્યાલયે આ માહિતી આપી છે. ઓફિસ તરફથી કહેવામાં આવ્યું છે કે મીટિંગ દરમિયાન એવી માંગ પણ કરવામાં આવી છે કે રશિયાએ ક્રિમિયા અને ડોનબાસમાંથી પણ પોતાની સેના હટાવી લેવી જોઈએ.
રશિયાએ 36 દેશો માટે એરસ્પેસ બંધ કર્યુ
રશિયાએ બ્રિટન અને જર્મની સહિત 36 દેશો માટે પોતાની એરસ્પેસ બંધ કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા આ દેશોએ રશિયા પર ઘણા પ્રકારના પ્રતિબંધો લગાવ્યા છે. યુરોપિયન યુનિયને પણ રશિયન એરલાઇન્સ માટે તેની એરસ્પેસ બંધ કરવા માટે સંમત થયા છે. આ કારણોસર રશિયાના વિદેશ મંત્રીને સર્ગેઈએ લાવરોવે તેમની જીનીવા મુલાકાત રદ્દ કરવી પડી હતી. 
બેલારુસમાં યુએસ એમ્બેસી બંધ
યુક્રેન-રશિયા યુદ્ધના પાંચમા દિવસે અમેરિકાએ બેલારુસના મિન્સ્કમાં તેના દૂતાવાસને હાલ માટે બંધ કરવાનો નિર્ણય કર્યો છે. અમેરિકી વિદેશ મંત્રાલયે આ અંગે માહિતી આપી છે.
બેલારુસે રશિયા-યુક્રેનના પ્રતિનિધિઓનું સ્વાગત કર્યું
બેલારુસના વિદેશ મંત્રીએ યુક્રેન અને રશિયાના પ્રતિનિધિમંડળ સાથેની બેઠક દરમિયાન કહ્યું કે, ‘પ્રિય મિત્રો, બેલારુસના રાષ્ટ્રપતિએ મને તમારું સ્વાગત કરવા અને તમારા કામને શક્ય તેટલું સરળ બનાવવા માટે કહ્યું છે. આ વાતચીત માટે રાષ્ટ્રપતિ પુતિન અને રાષ્ટ્રપતિ જેલેંસ્કી બંને સહમત છે. માટે તમે તમારી જાતને સંપૂર્ણ સુરક્ષિત ગણી શકો છો. આ અમારી પવિત્ર ફરજ પણ છે.’
રશિયા યુક્રેન વચ્ચે બેઠક શરુ
યુક્રેનિયન પ્રતિનિધિમંડળ Mi-8MTV-5 લશ્કરી હેલિકોપ્ટર વડે બેલારુસ સરહદે પહોંચ્યું છે. જયાં રશિયન પ્રતિનિધિ મંડળ પહેલાથી જ હાજર છે. જેથી અત્યારે બંને દેશો વચ્ચેની વાતચીત શરુ થઇ ચુકી છે. આ વાતચીત જ નક્કી કરશે કે આ યુદ્ધ હવે કઇ દિશામાં વળશે.
વાતચીત સફળ નહી થાય તો બેલારુસ પણ જંગમાં ઝંપલાવશે
અમેરિકાના ગુપ્તચર તંત્રનું માનવું છે કે જો આ વાતચીત સફળ નહી થાય તો બેલારુસ પણ આ જંગમાં કુદી પડે તેમ છે. જો કે અત્યારે એવી સ્થિતી છે કે રશિયાએ આ લડાઇને જેટલી આસાન સમજી હતી તેટલી આસાન આ લડાઇ થઇ નથી. યુક્રેન રશિયાને બરાબરની ટક્કર આપી રહ્યું છે અને યુક્રેનની રાજધાની કીવને રશિયા  હજી સુધી કન્ટ્રોલ કરી શકયું નથી. યુક્રેનને અન્ય દેશો તરફથી પણ મદદ મળી રહી છે. અમેરિકા યુક્રેનને 500 સ્ટીંગર મિસાઇલ તથા હથિયાર મોકલી રહ્યું છે. યુક્રેને દાવો કર્યો હતો કે રશિયાના હુમલામાં અત્યારસુધી 325 લોકોના મોત થઇ ચૂકયા છે જયારે 1684 લોકો ઘાયલ છે. અને તેને યુધ્ધમાં વ્યાપક નુકશાન થયું છે. 
આજે બપોરે 3-30 વાગે ઐતિહાસિક ફેંસલો
રશિયાએ પાંચ દિવસ પહેલાં યુક્રેન પર હુમલા શરુ કર્યા હતા પણ હવે રશિયા અને યુક્રેન વચ્ચેનો જંગ થોભે છે કે નહી તેના પર આજે  સોમવારે બપોરે નિર્ણાયક ફેંસલો થઇ શકે છે. ભારતીય સમય મુજબ સોમવારે બપોરે 3.30 વાગે બંને દેશ વચ્ચે ઐતિહાસીક મિટીંગ થઇ શકે છે.  બેલારુસના વિદેશ મંત્રાલયે જ એક ફોટો ટ્વીટ કરીને  આ મહત્વની જાણકારી આપી છે કે રશિયા અને યુક્રેનની મિટીંગ કરવા માટે  એક મંચ તૈયાર થઇ ચૂકયો છે. હવે બંને દેશોના ડેલીગેશનની રાહ જોવાઇ રહી છે. 
જો કે બેલારુસ પર વિશ્વાસ મુકવો માટે યુક્રેન માટે એટલું આસાન નથી. અત્યાર સુધી જોવા જઇએ તો બેલારુસ આ જંગમાં રશિયા તરફે રહ્યું છે. સવારે એ પણ જાણકારી મળી હતી કે યુક્રેન પર હુમલા માટે  બેલારુસ રશીયાનો સાથ આપી શકે છે. અત્યાર સુધીની લડાઇમાં બેલારુસ જો કે સીધી રીતે સામે આવ્યું નથી પણ રશિયાએ આજે સવારે યુક્રેનના એરપોર્ટ જે હુમલો કર્યો હતો તેમાં ઉપયોગમાં લેવાયેલા મિસાઇલને બેલારુસ તરફથી છોડવામાં આવી હતી. બેલારુસે કહ્યું હતુંકે તે તેના વિસ્તારમાંથી રશિયાને એર સ્ટ્રાઇક કરવા નહી દે પણ આમ છતાં આવું બન્યું હતું. એરપોર્ટ પરના હુમલામાં પ્રાચીન ઇમારતને પણ નુકશાન પહોંચ્યું હતું