+

પુતિન અને ઝેલેન્સકી વચ્ચે થશે મુલાકાત, યુદ્ધ પૂર્ણ થવાના આરે ?

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા 34 દિવસના યુદ્ધ વચ્ચે આજે સૌથી મહત્વના સમાચાર સામે આવ્યા છે. જી હા આજે સમાચાર મળ્યા છે કે યુક્રેનના રાષ્ટ્રપિત ઝેલેન્સકી અને રશિયાના રાષ્ટ્રપતિ પુતિન વચ્ચે મુલાકાત થવા જઈ રહી છે. રશિયા અને યુક્રેન વચ્ચે મંગળવારે તુર્કીના ઈસ્તાંબુલમાં શાંતિ મંત્રણા થઈ હતી. લગભગ 3 કલાક સુધી ચાલેલી આ બેઠક બાદ રશિયાના મુખ્ય વાટાઘાટકાર મેડિન્સકીએ સકારાત્મક નિવેà

રશિયા
અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા 34 દિવસના યુદ્ધ વચ્ચે આજે સૌથી મહત્વના સમાચાર સામે
આવ્યા છે. જી હા આજે સમાચાર મળ્યા છે કે યુક્રેનના રાષ્ટ્રપિત ઝેલેન્સકી અને
રશિયાના રાષ્ટ્રપતિ પુતિન વચ્ચે મુલાકાત થવા જઈ રહી છે.
રશિયા અને યુક્રેન વચ્ચે મંગળવારે તુર્કીના ઈસ્તાંબુલમાં શાંતિ
મંત્રણા થઈ હતી. લગભગ
3 કલાક સુધી ચાલેલી આ બેઠક બાદ રશિયાના
મુખ્ય વાટાઘાટકાર મેડિન્સકીએ સકારાત્મક નિવેદન આપ્યું હતું.

Peace talks between Ukraine-Russia delegations kick off in Istanbul

Read @ANI Story | https://t.co/HeIYLN3edb#UkraineRussiaConflict #Istanbul pic.twitter.com/otLqkJyINI

— ANI Digital (@ani_digital) March 29, 2022

” title=”” target=””>javascript:nicTemp();

રશિયાના મેડિન્સકીએ નિવેદન આપતા જણાવ્યું છે કે રશિયાએ યુક્રેનની
વચ્ચે કિવ અને ચેર્નિગોવમાં હુમલા ઘટાડવાનો નિર્ણય લીધો છે. જ્યારે રશિયાના
રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીની
મુલાકાત થઈ શકે છે. આ પહેલા બંને દેશોના વિદેશ મંત્રીઓ વચ્ચે વાતચીત થશે. બીજી તરફ
આજે ડેનિશ સંસદને સંબોધિત કરતી વખતે
ઝેલેન્સકીએ કહ્યું હતું કે મારિયોપોલમાં રશિયાનો હુમલો યુદ્ધ અપરાધ છે. રશિયાએ
માનવતા વિરુદ્ધ ગુનો કર્યો છે. યુક્રેને સુરક્ષા ગેરંટી માંગી છે અને
આંતરરાષ્ટ્રીય સમાધાન માટે હાકલ કરી છે.


રશિયાએ યુક્રેન પર કરેલા આક્રમક હુમલાના પગલે અનેક દેશોએ રશિયા પર વિવિધ
પ્રકારે પ્રતિબંધો મુકીને કાર્યવાહી કરી છે. હવે રશિયા પણ દુશ્મન દેશો સામે
કાર્યવાહી કરી રહ્યું છે. હાલમાં જ
રશિયાએ બાલ્ટિક દેશો સામે બદલો લેવા માટે તેમના 10 રાજદ્વારીઓને દેશ છોડવાનો આદેશ આપ્યો
છે. જેમાંથી ત્રણ રાજદ્વારીઓ એસ્ટોનિયા અને લાતવિયાના છે
, ઉપરાંત લિથુઆનિયાના 4 રાજદ્વારીઓ છે. રશિયાના વિદેશ મંત્રાલયે મંગળવારે એક નિવેદન જારી
કરીને આ કાર્યવાહીની જાણકારી આપી છે. ત્રણ બાલ્ટિક દેશો
, લાતવિયા, એસ્ટોનિયા અને લિથુઆનિયાએ 10 રશિયન રાજદ્વારીઓને હાંકી કાઢ્યા.
લિથુઆનિયાએ ચાર રશિયન રાજદ્વારીઓને હાંકી કાઢ્યા હતા
, જ્યારે લાતવિયા અને એસ્ટોનિયાએ પણ ત્રણ રાજદ્વારીઓને હાંકી કાઢ્યા
હતા.

Whatsapp share
facebook twitter