+

રશિયાનો યુક્રેન પર આક્રમક હુમલો, 10 લોકોના મોત, અનેક ઈજાગ્રસ્ત

રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને બે મહિનાથી વધી સમય થઈ ચુક્યો છે. તેમ છતા હજુ યુદ્ધ બંધ થવાનું નામ નથી લઈ રહ્યું. રશિયા દિવસે દિવસે આક્રમક હુમલાઓ કરી રહ્યું છે. આજે ફરી રશિયાએ પૂર્વ યુક્રેન પર હુમલો કર્યો છે. આ હુમલામાં 10થી વધારે લોકો માર્યા ગયા છે જ્યારે અનેક ઈજાગ્રસ્ત થયાના  સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. ડનિટ્સ્કના ગવર્નરે મંગળવારે કહ્યું કે રશિયન સૈનિકોએ પૂર્વી યુક્રેનિયન શહà

રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને બે મહિનાથી વધી
સમય થઈ ચુક્યો છે. તેમ છતા હજુ યુદ્ધ બંધ થવાનું નામ નથી લઈ રહ્યું. રશિયા દિવસે
દિવસે આક્રમક હુમલાઓ કરી રહ્યું છે. આજે ફરી રશિયાએ પૂર્વ યુક્રેન પર હુમલો કર્યો
છે. આ હુમલામાં 10થી વધારે લોકો માર્યા ગયા છે જ્યારે અનેક ઈજાગ્રસ્ત થયાના  સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. ડનિટ્સ્કના
ગવર્નરે મંગળવારે કહ્યું કે રશિયન સૈનિકોએ પૂર્વી યુક્રેનિયન શહેર અવદિવકામાં એક
કેમિકલ પ્લાન્ટ પર ગોળીબાર કર્યો.
જેમાં 10 લોકો માર્યા ગયા અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા
છે. તેમણે વધુમાં કહ્યું કે, રશિયન સૈનિકો સારી રીતે જાણતા હતા કે ક્યાં હુમલો
કરવો. કામદારોએ પાળી પુરી કરી હતી અને બસની રાહ જોઈ રહ્યા હતા ત્યારે રશિયાના
સૈનિકો દ્વારા આ ખતરનાક હુમલો કરવામાં આવ્યો હતો. રશિયને તેમના ગુનાઓ માટે સજા
ભોગવવી પડશે. ડોનેટ્સક યુક્રેન પર રશિયાના યુદ્ધની આગળની લાઇન પર છે
અને લુગાન્સ્ક પ્રદેશની સાથે-રશિયા તરફી
અલગતાવાદી નિયંત્રણ હેઠળ છે.


જણાવી દઈએ કે યુરોપ
પહોચેલા પીએમ નરેન્દ્ર મોદીએ પણ રશિયા-યુક્રેન યુદ્ધ રોકવાની અપીલ કરી છે. તેમણે
કહ્યું કે ગરીબ અને વિકાસશીલ દેશોએ આ યુદ્ધનો વધુ માર સહન કરવો પડશે. તો બીજી તરફ અમેરિકા
અને નાટો દેશો યુક્રેનને હથિયાર અને અન્ય વસ્તુઓની મદદ કરી રહ્યા છે. જેના પગલે
યુક્રેન પણ રશિયાને ટક્કર આપી રહ્યું છે. યુક્રેન હાર માનવા તૈયાર નથી તો રશિયા પણ
જીત મેળવીને જંપશે. હાલ અનેક દેશો દ્વારા રશિયા પર વિવિધ પ્રકારે પ્રતિબંધ મુક્યા
છે તો બીજી તરફ યુક્રેનને સૈન્ય સહાય કરી છે. યુક્રેનને મદદ કરતા રશિયા ભડક્યું છે
અને વારંવાર પરમાણુ યુદ્ધની ધમકી આપી છે. 

Whatsapp share
facebook twitter