+

UNSCમાં રશિયાના નિંદા પ્રસ્તાવ મુદ્દે થયું વોટિંગ, ભારત ન થયું શામેલ

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારત અને ચીને રશિયા વિરુદ્ધ નિંદા પ્રસ્તાવ પર મતદાનમાં ભાગ લીધો ન હતો.  ઠરાવમાં યુક્રેન પર રશિયાના હુમલાની નિંદા કરવામાં આવી હતી. જેમાં રશિયાને યુક્રેનને બિનશરતી, તાત્કાલિક અને સંપૂર્ણ રીતે છોડવા માટે કહેવામાં આવ્યું છે. ભારતે આ ઠરાવ પર મતદાનમાં ભાગ લીધો ન હતો, પરંતુ યુક્રેનમાં ચાલી રહેલી હિંસા પર ખેદ વ્યક્ત કરતું નિવેદન જાહેર કરી અને તેને  રોàª
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારત અને ચીને રશિયા વિરુદ્ધ નિંદા પ્રસ્તાવ પર મતદાનમાં ભાગ લીધો ન હતો.  ઠરાવમાં યુક્રેન પર રશિયાના હુમલાની નિંદા કરવામાં આવી હતી. જેમાં રશિયાને યુક્રેનને બિનશરતી, તાત્કાલિક અને સંપૂર્ણ રીતે છોડવા માટે કહેવામાં આવ્યું છે. ભારતે આ ઠરાવ પર મતદાનમાં ભાગ લીધો ન હતો, પરંતુ યુક્રેનમાં ચાલી રહેલી હિંસા પર ખેદ વ્યક્ત કરતું નિવેદન જાહેર કરી અને તેને  રોકવાની હાકલ કરી હતી.
 રશિયાએ વિટોનો કર્યો ઉપયોગ   
સુરક્ષા પરિષદના નિંદા પ્રસ્તાવ પર વોટિંગ ભારતીય સમય અનુસાર શનિવારે વહેલી સવારે ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં શુક્રવારે થયું હતું. 15-સભ્ય સુરક્ષા પરિષદના ઠરાવને 11 દેશો દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું જ્યારે ભારત, ચીન અને UAE મતદાનથી દૂર રહ્યા હતા, જ્યારે રશિયાએ ઠરાવને નિષ્ફળ બનાવવા માટે વીટોનો ઉપયોગ કર્યો હતો. 
શું કહ્યું ભારતે ? 
સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ ટીએસ તિરુમૂર્તિએ સુરક્ષા પરિષદના ઠરાવ પર તેમના નિવેદનમાં કહ્યું કે
  • ભારત માને છે કે વાતચીત એ ઉકેલ સુધી પહોંચવાનો અને વિવાદોને ઉકેલવાનો એકમાત્ર રસ્તો છે.
  • 24 ફેબ્રુઆરીએ રશિયન હુમલા બાદ યુક્રેનમાં થયેલી તબાહીથી ભારત ચિંતિત છે. ભારતને અફસોસ છે કે કૂટનીતિનો માર્ગ ખુબ જ  જલ્દી છોડી દેવામાં આવ્યો.
  • તિરુમૂર્તિએ કહ્યું કે યુક્રેનમાં તાજેતરની ઘટનાઓથી ભારત ખૂબ જ વ્યથિત છે. અમે વિનંતી કરીએ છીએ કે હિંસા અને દુશ્મનાવટનો તાત્કાલિક અંત લાવવાના તમામ પ્રયાસો કરવામાં આવે.
  • અફસોસની વાત છે કે કુટનીતિથી  કટોકટીનો ઉકેલ લાવવાનો રસ્તો ઝડપથી છોડી દેવામાં આવ્યો. આપણે આ તરફ પાછા ફરવું જોઈએ.
  • ભારતે કહ્યું કે, તમામ સભ્ય દેશોએ હિંસા અને દુશ્મનાવટને તાત્કાલિક ખતમ કરવાના પ્રયાસો કરવા જોઈએ.
  • યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં ફસાયેલા ભારતીય સમુદાય અને વિદ્યાર્થીઓની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરતાં તિરુમૂર્તિએ રશિયા અને યુક્રેનને રાજદ્વારી માર્ગ પર પાછા ફરવાની અપીલ કરી હતી.
ચીને પણ રશિયા વિરુદ્ધના ઠરાવ પર મતદાન કર્યું ન હતું. ઠરાવ પર ચર્ચા દરમિયાન, સંયુક્ત રાષ્ટ્રમાં ચીનના સ્થાયી પ્રતિનિધિ ઝાંગ જુને કહ્યું કે એક દેશની સુરક્ષા અન્ય દેશોની સુરક્ષાને નબળી પાડવાની કિંમત પર આવી શકે નહીં. તેમણે કહ્યું કે, સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરના તમામ હેતુઓ અને સિદ્ધાંતોનું પાલન કરવું જોઈએ. યુક્રેન પૂર્વ અને પશ્ચિમ વચ્ચે પુલ બનવું જોઈએ.
નિંદા પ્રસ્તાવ પર કોણે શું કહ્યું?
સંયુક્ત રાષ્ટ્રમાં બ્રિટનના રાજદૂત બાર્બરા વુડવર્ડે કહ્યું: “કોઈને ગેરસમજ ન થવા દો. રશિયા અલગ પડી ગયું છે. યુક્રેન પરના આક્રમણ માટે તેને કોઈ સમર્થન નથી.”મતદાન પહેલાં, થોમસ-ગ્રીનફિલ્ડે હુમલાને “બેશરમ” ગણાવતા કહ્યું કે, ‘તે આપણી આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા માટે ખતરો છે. તેને દૂરથી ન જોવાની અમારી જવાબદારી છે.  
Whatsapp share
facebook twitter