Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

50 કરોડ રૂપિયાના ઘીનો અભિષેક, દેશનો સૌથી અનોખો ઉત્સવ, જ્યાં ઘીની નદીઓ વહે છે

10:05 PM Oct 14, 2024 |

Rupal Village in Gujarat : ગુજરાતના ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામમાં વરદાયીની માતાનું અતિ પ્રસિદ્ધ મંદિર આવેલું છે. આ વરદાયીની માતાની પલ્લી પર 50 કરોડ રૂપિયાના ઘીનો અભિષેક કરવામાં આવ્યો. પલ્લી જ્યાંથી પણ પસાર થાય છે ત્યાં ઘીની નદીઓ વહે છે. ગામની પરંપરા અનુસાર આ ઘીનો ઉપયોગ ગામના જ ચોક્કસ કમ્યુનિટીના લોકો જ કરી શકે છે. આ સમાજના લોકો પલ્લી પસાર થતાની સાથે જ ઘી પોતાના વાસણમાં ભરી લે છે. અનેક શ્રદ્ધાળુઓ માનતા પૂર્ણ થયા બાદ ઘી ચડાવતા હોય છે. અહીં પાંડવોના સમયથી જ પલ્લીની પરંપરા ચાલે છે.

ગામમાં વહે છે ઘીની નદીઓ

પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ રૂપાલ ગામમાં ઘીની નદીઓ વહેતી જોવા મળી. પલ્લીની વિશેષતા છે કે, આ પલ્લી પર ઘીનો અભિષેક કરવામાં આવે છે. લાખો શ્રદ્ધાળુઓ દ્વાલા લાખો લીટર ઘી ચડાવવામાં આવે છે. હજારો વર્ષોથી આ પરંપરા અનુસાર પલ્લી આસો સુદ નોમે (નવરાત્રીનો અંતિમ દિવસ) ગામમાં નિકળે છે. પાંડવોના વનવાસ કાળ સાથે જોડાયેલી આ પરંપરા હજારો વર્ષોથી અવિરત ચાલતી આવે છે. પલ્લી સમગ્ર ગામના 27 ચોક માંથી પસાર થઇને પુન:મંદિર પહોંચે છે.

ગામના 27 ચોકમાંથી પસાર થાય છે પલ્લી

ગામના તમામ ચાર રસ્તાઓ પર પલ્લી પર ઘીનો અભિષેક કરવામાં આવે છે. હજારો શ્રદ્ધાળુઓ પલ્લી પર ઘીનો અભિષેક કરીને ધન્યતા અનુભવે છે. જો કે આ વખતે માતાજીના ગોથમાં કબુતરોને જોઇને શ્રદ્ધાળુઓમાં એક અલગ જ પ્રકારનો આનંદ જોવા મળ્યો હતો. નોમના દિવસે પલ્લી રાતે નિકળે છે. ઉનાવાના ઠાકોર સમુહના લોકો આ પલ્લીને પ્રસ્થાન કરાવે છે. ગામના દરેક ચાર રસ્તા પર મોટી સંખ્યામાં લોકો એકત્ર થાય છે.

પલ્લી શું છે ?

પલ્લી શું છે તે દરેકના મનમાં સવાલ થતો હશે. પલ્લીનો અર્થ થાય છે માતાજીનો ઘોડા વગરનો લાકડામાંથી બનેલો રથ. સૌથી પહેલા પાંડવોએ સોનાની પલ્લી બનાવી હતી. ઉલ્લેખનીય છે કે, ત્યાર બાદ પાટનના રાજા સિદ્ધરાજે ખિજડાના લાકડામાંથી પલ્લી બનાવી હતી. હાલમાં રૂપાલની પલ્લી બનાવવા માટે બ્રાહણો, વણિક, પટેલ, વણકર, નાઇ, પિંજારા,ચાવડા, માળી, કુંભાર, ઠાકોર જેવા ગામના તમામ લોકો સાથે મળીને કામ કરે છે. આ પલ્લી સર્વધર્મનું પ્રતિક છે.

પલ્લીપ્રથા ક્યાંથી આવી અને ક્યારે શરૂ થઇ

પાંડવ કાળથી શરૂ થયેલી વરદાયીની માતાની પરંપરા રૂપાલ ગામમાં આજે પણ જીવિત છે. વરદાયની માતા પલ્લીની સાથે ત્રણ લોકકથાઓ જોડાયેલી છે. વરદાયીની માતા સંસ્થા અનુસાર ત્રેતા યુગમાં ભગવાન શ્રી રામ ચંદ્ર પોતાના પિતાની આજ્ઞાનું પાલન કરવા માટે વનમાં ગયા હતા. ભરતને મળ્યા બાદ તેઓ શ્રૃંગી ઋષીના આદેશ બાદ તેમણે લક્ષ્મણ અને સીતા માતાની સાથે વરદાયીની માતા સાથે પુજા અને પ્રાર્થા કરી હતી. જેથી વરદાયીની માતાએ પ્રસન્ન થઇને રામચંદ્રજીને આશીર્વાદ આપ્યા. તેમને એક દિવ્યવસ્તુ આપી હતી. લંકાના યુદ્ધમાં ભગવાન રામે આ બાણના પ્રયોગથી જ અજેય મનાતા રાવણનો વધ કર્યો હતો.