- આરએસએસના મુખપત્ર પંચજન્યએ તિરુપતિ મંદિરમાં લાડુના મુદ્દે મોટો ખુલાસો કર્યો
- મુખપત્રમાં પ્રકાશિત અહેવાલમાં દાવો
- રામલલાના અભિષેકના દિવસે તિરુપતિ મંદિરમાંથી 1 લાખ લાડુ મોકલવામાં આવ્યા
- લેબ રિપોર્ટમાં આ વાત સામે આવી
RSS : તિરુપતિ મંદિરના પ્રસાદના લાડુમાં જાનવરોની ચરબીવાળા તેલના ઉપયોગનો વિવાદ અટકવાનો નામ નથી લઈ રહ્યો. હવે આ અંગે વધુ એક મોટો ખુલાસો થયો છે. આરએસએસ (RSS ) ના મુખપત્ર પંચજન્યએ તિરુપતિ મંદિરમાં લાડુના મુદ્દે મોટી વાત કહી છે. મુખપત્રમાં પ્રકાશિત અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે તિરુપતિ તિરુમાલા મંદિરમાંથી 1 લાખ લાડુ પણ અયોધ્યા મોકલવામાં આવ્યા હતા. આ મુદ્દે અયોધ્યા રામ મદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે કહ્યું કે આ એક ષડયંત્ર હતું અને સનાતન ધર્મ પર હુમલો કરવામાં આવ્યો છે.
અયોધ્યામાં રામ મંદિરના રામલલાના અભિષેકના દિવસે તિરુપતિ મંદિરમાંથી 1 લાખ લાડુ મોકલવામાં આવ્યા
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અયોધ્યામાં રામ મંદિરના રામલલાના અભિષેકના દિવસે તિરુપતિ મંદિરમાંથી 1 લાખ લાડુ મોકલવામાં આવ્યા હતા. આ લાડુ અયોધ્યામાં ભક્તોમાં વહેંચવામાં આવ્યા હતા. તિરુપતિ મંદિરના પ્રસાદમાં બીફ, ડુક્કરની ચરબી અને માછલીનું તેલ ભેળવવામાં આવ્યું હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે. આ બધું આંધ્રપ્રદેશની તત્કાલીન જગનમોહન રેડ્ડી સરકારના કાર્યકાળ દરમિયાન થયું હતું.
રામ મદિરના મુખ્ય પૂજારીનું નિવેદન
આ મુદ્દે અયોધ્યા રામ મદિરના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે કહ્યું કે આ એક ષડયંત્ર હતું અને સનાતન ધર્મ પર હુમલો કરવામાં આવ્યો છે.સમગ્ર મામલાની ઉંડી તપાસ કરવામાં આવે અને દોષીતો સામે કડક કાર્યવાહી થાય તે જરુરી છે.
આ પણ વાંચો—તિરુપતિના પ્રસાદમાં ગાય-ભુંડની ચરબી વપરાતી હતી! લેબ રિપોર્ટમાં થયો ઘટસ્ફોટ
લેબ રિપોર્ટમાં આ વાત સામે આવી
TDP પ્રવક્તા અનમ વેંકટા રમન રેડ્ડીએ દાવો કર્યો હતો કે પ્રખ્યાત શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરનું સંચાલન કરતા તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) દ્વારા પ્રદાન કરવામાં આવેલા ઘીના નમૂનાઓ ગુજરાત સ્થિત પશુધન પ્રયોગશાળા દ્વારા ભેળસેળયુક્ત હોવાની પુષ્ટિ કરવામાં આવી છે. તેમણે કથિત લેબ રિપોર્ટ બતાવ્યો, જેમાં આપેલ ઘીના નમૂનામાં “પ્રાણી ચરબી”, “ચરબી” (ડુક્કરની ચરબી સંબંધિત) અને માછલીના તેલની હાજરીનો પણ દાવો કર્યો હતો. સેમ્પલિંગની તારીખ 9 જુલાઈ, 2024 હતી અને લેબ રિપોર્ટની તારીખ 16 જુલાઈ હતી.
આંધ્ર પ્રદેશ સરકાર મંદિરનું સંચાલન કરે છે
જો કે, પ્રસિદ્ધ શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરનું સંચાલન કરતી આંધ્ર પ્રદેશ સરકાર અથવા તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ્સ (TTD) તરફથી પ્રયોગશાળાના અહેવાલ પર કોઈ સત્તાવાર પુષ્ટિ મળી નથી. YSRCPના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સભ્ય વાય.વી. સુબ્બા રેડ્ડીએ કહ્યું કે નાયડુના આરોપોએ દેવતાના પવિત્ર સ્વભાવને નુકસાન પહોંચાડ્યું છે અને ભક્તોની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે.
આ પણ વાંચો––SC-ST, OBC અનામત પર નિવેદન આપીને ફસાયા રાહુલ ગાંધી, Delhi ના 3 પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ