+

Road Accident : અમદાવાદ-ભાવનગરમાં ગમખ્વાર અકસ્માત, 4 વર્ષીય બાળક સહિત કુલ 7 ના મોત

અમદાવાદ (Ahmedabad) અને ભાવનગરમાં (Bhavnagar) આજે ગમખ્વાર અકસ્માતની (Road Accident) બે અલગ અલગ ઘટનાઓમાં કુલ 7 લોકોના મોત થયા છે. અમદાવાદના બાવળા (Bawla) વિસ્તાર પાસે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત…

અમદાવાદ (Ahmedabad) અને ભાવનગરમાં (Bhavnagar) આજે ગમખ્વાર અકસ્માતની (Road Accident) બે અલગ અલગ ઘટનાઓમાં કુલ 7 લોકોના મોત થયા છે. અમદાવાદના બાવળા (Bawla) વિસ્તાર પાસે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થતાં માસૂમ બાળક સહિત કુલ 4 લોકોનાં મોત નીપજ્યા છે. જ્યારે 7 લોકો ઇજાગ્રસ્ત થયા છે, જેમાંથી 2 લોકોની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે. ભાવનગરમાં (Bhavnagar) સનેસ ગામ નજીક પદયાત્રીઓને એક અજાણ્યા વાહનચાલેક અડફેટે લેતા 3 નાં મોત નીપજ્યા છે જ્યારે 4 લોકો ઘવાયા છે. આ મામલે ભાવનગર પોલીસે (Bhavnagar Police) કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદના બાવળા નજીક ગોઝારો અકસ્માત

અમદાવાદના (Ahmedabad) બાવળા નજીક ભોળાદ પાટીયા પાસે એક કાર અને ટ્રક વચ્ચે ગોઝારો અકસ્માત થયો હતો. આ ઘટનામાં બે મહિલા અને એક પુરુષ એમ કુલ 3 લોકોનાં ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હતાં. જ્યારે, 4 વર્ષના માસૂમ બાળકનું ધંધુકા (Dhandhuka) ખાતે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા પીપળી, વટામણ, ફેદરા અને ધંધુકા એમ 4 જેટલી 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોચી હતી અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ધંધુકા RMS હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. માહિતી મુજબ, આ ઘટનામાં અન્ય કુલ 7 લોકો પણ ઇજાગ્રસ્ત થયા છે, જેમાંથી બેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. ઘટનાની જાણ થતા ધોળકાની કોઠ પોલીસ (Koth police) પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી..

ભાવનગરની ઘટનામાં કુલ 3 ના મોત

ભાવનગરમાં (Bhavnagar) પણ ગમખ્વાર અકસ્માતની (Road Accident) એક ઘટના બની છે. વરસોલાથી ખોડિયાર મંદિર રાજપરા આવી રહેલા પદયાત્રા સંઘના (Padayatra Sangh) 7 જેટલા યાત્રીઓને એક અજાણ્યા વાહનચાલકે અડફેટે લીધા હતા. સનેસ ગામ નજીક થયેલ આ ગોઝારી ઘટનામાં 3 પદયાત્રીઓના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે 4 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેમને ભાવનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ મામલે ભાવનગર પોલીસે (Bhavnagar Police) ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

આ પણ વાંચો – Ahmedabad Car Accident: CCTV આવ્યા સામે, કારચાલકે સંજોગોવશાત બાળકીને કચડી નાખી

આ પણ વાંચો – VADODARA : ડમ્પર ચાલકે અચાનક વળાંક લેતા પાછળથી કાર ઘૂસી ગઇ

આ પણ વાંચો – Ahmedabad BJP Program: BJP મહિલા મોરચા સંમેલનમાં AMC ટ્રકની ટક્કર

Whatsapp share
facebook twitter