+

શસ્ત્ર અને શાસ્ત્ર બન્ને જરૂરી છે, જે ગુમાવ્યુ છે તે આવનારા 25 વર્ષમાં પાછુ મેળવવાનું છેઃ ઋષિકેશ પટેલ

ગાંધીનગરમાં ગુણવત્તાયુક્ત શિક્ષણના કાર્યક્રમમાં મંત્રી ઋષિકેશભાઈ પટેલે ઘણી મહત્વપૂર્ણ વાતો કરી .. તેમણે કહ્યું કે એક સમય એવો હતો કે ટેક્નોલોજી અને શિક્ષણ ક્ષેત્રે આખી દુનિયાને દિશાસૂચન આપવાનું કામ આપણો…

ગાંધીનગરમાં ગુણવત્તાયુક્ત શિક્ષણના કાર્યક્રમમાં મંત્રી ઋષિકેશભાઈ પટેલે ઘણી મહત્વપૂર્ણ વાતો કરી .. તેમણે કહ્યું કે એક સમય એવો હતો કે ટેક્નોલોજી અને શિક્ષણ ક્ષેત્રે આખી દુનિયાને દિશાસૂચન આપવાનું કામ આપણો દેશ કરતો હતો.. આપણે આપણી ભૂલોને કારણે ઘણુ બધુ ગુમાવ્યુ છે.. આવનારા 25 વર્ષમાં આપણે એ બધુ જ પાછુ મેળવવાનું છે.. આપણે શાસ્ત્રોનું અધ્યયન કર્યુ છે, પરંતુ શસ્ત્ર અને શાસ્ત્ર બન્ને હોવા જરૂરી છે. તેમણે કહ્યું કે આદરણીય મોદી સાહેબે કહ્યુ છે કે દુનિયા સાથે કદમ મિલાવીને ચાલવુ હોય તો માત્ર શાંતિથી કામ નહીં ચાલે, તાકાતવર પણ બનવું પડશે..

તેમણે કહ્યું કે ઔદ્યોગિક ક્રાંતિ જયારે યુરોપમાં થઇ ત્યારે આપણે ગુલામીકાળમાં જીવી રહ્યા હતા..જેથી આપણે તેનો પૂરો ફાયદો ન ઉઠાવી શક્યા., પરંતુ હવે આપણે આઝાદ ભારતમાં જીવી રહ્યા છે.. આજે જે યુવાનો કોલેજોમાં ભણી રહ્યા છે.. તેમને આવનારા 25 વર્ષ માટે તૈયાર કરવાની જવાબદારી આપણી છે.

શાળા પ્રવેશોત્સવને લઇને વાત કરતા તેમણે કહ્યું કે બાળકને માત્ર આંગળી પકડીને સ્કૂલમાં લઇ જવાની વાત નથી પરંતુ તેના સતત મોનિટરિંગની પણ વાત છે.. તેમણે કહ્યું કે આવનારા વર્ષોમાં માત્ર ડિગ્રી કામમાં નહીં આવે સ્કિલ એજ્યુકેશનની જરૂર પડશે..આ ઉપરાંત તેમણે કહ્યું કે આપણે આર એન્ડ ડીમાં ખુબજ પાછળ છે.. તેનું કારણ જણાવતા તેમણે એમ પણ કહ્યુંકે આર એન્ડ ડીમાં ખર્ચો પણ ખુબ આવે છે. તેમણે કહ્યું કે આપડે ટેક્નોલોજી આયાત કરનાર દેશ નથી બનવું પરંતુ એવો દેશ બનાવીએ કે આપણે ત્યાંથી બીજા દેશો ટેક્નોલોજી માંગે

 

Whatsapp share
facebook twitter