+

Election Commission : ઇચ્છા-અનિચ્છાએ પોલીસ પકડી રહી છે વર્ષોથી ફરાર આરોપીઓને

Election Commission : લોકસભા-2024 ચૂંટણીની જાહેરાત થતાંની સાથે જ આચારસંહિતા (Code of Conduct) લાગુ પડતાની સાથે જ પોલીસ ધંધે લાગી ગઈ છે. આંતરરાજ્યોના ફરાર આરોપીઓ (Absconding Accused) ને પકડવા માટે…

Election Commission : લોકસભા-2024 ચૂંટણીની જાહેરાત થતાંની સાથે જ આચારસંહિતા (Code of Conduct) લાગુ પડતાની સાથે જ પોલીસ ધંધે લાગી ગઈ છે. આંતરરાજ્યોના ફરાર આરોપીઓ (Absconding Accused) ને પકડવા માટે ગુજરાત સહિત દેશભરની પોલીસ સક્રિય થઈ ગઈ છે. 25 વર્ષથી લઈને બે-ચાર મહિનાથી વૉન્ટેડ હોય તેવા આરોપીઓ ચૂંટણી પંચ (Election Commission) ના કારણે હવે જેલના સળિયા પાછળ ધકેલાયા છે. ચૂંટણી ટાણે સમગ્ર વહીવટીતંત્ર Election Commission ના તાબે આવતા પોતાની ફરજો નિષ્ઠાપૂર્વક નિભાવવા લાગે છે. આ તેનું ઉત્તમ ઉદાહરણ છે.

કેમ વર્ષો સુધી આરોપીઓ ફરાર રહે છે ?

પ્રોહીબીશન, મારામારી જેવા સામાન્ય ગુનાઓમાં આરોપીઓને પકડવા માટે કેસની શરૂઆતમાં પ્રયાસ કરે છે. ગુનાની ગંભીરતા ના હોય તેવા કેસોમાં પોલીસ ક્યારેક આરોપી સાથે ગોઠવણ કરે છે અથવા તો નિષ્ક્રીય બની જાય છે. રાજ્ય બહાર ફરાર થઈ ગયેલા આરોપીઓને શોધવા માટે નાણા અને સમય બંનેનો ખર્ચ થતો હોવાથી તેવા કિસ્સાઓમાં પોલીસ આગળની તપાસ ટાળતી હોય છે. ગુજરાત પોલીસ (Gujarat Police) ની જેમ અન્ય રાજ્યની પોલીસ પણ આ જ પદ્ધતિ અપનાવે છે.

લોકસભા ચૂંટણી ટાણે સૌથી વધુ આરોપીઓ ઝડપાય છે

લોકસભા ચૂંટણી ટાણે Election Commission સર્વ સત્તાધીશ હોય છે. આચારસંહિતા અમલમાં આવતાંની સાથે જ ફરાર આરોપીઓને પકડવાની કામગીરી પોલીસને કરવાની હોય છે. દરેક રાજ્ય પોલીસે પ્રતિદિન કરેલી પોતાની કામગીરી Election Commission ના ધ્યાને મૂકવાની હોય છે. ચૂંટણી પંચ સમક્ષ કામગીરી બતાવવા પોલીસ રીતસરની હોડમાં ઉતરે છે. ફરાર આરોપીઓને પકડવા માટે શહેર-જિલ્લા કક્ષાએ ટીમો તૈયાર કરવામાં આવી છે. આ ટીમો માત્રને માત્ર ફરાર આરોપીને ઝડપી લેવાની કામગીરી કરતી હોવાથી ધરપકડનો આંક ઊંચો જાય છે.

SMC ની જાસૂસી કરાવનાર બુટલેગર સહિત 29 ઝડપાયા

સ્ટેટ મોનિટરિંગ સેલ (State Monitoring Cell) દ્વારા છેલ્લાં એક સપ્તાહમાં 29 ફરાર આરોપીઓને ઝડપી લેવાયા છે. હિમાચલ પ્રદેશ પોલીસ (Himachal Pradesh Police) ના ચોપડે 25, 24 અને 21 વર્ષથી ફરાર 3 આરોપીઓને SMC એ પકડીને સોંપ્યા છે. અત્રે નોંધનીય છે કે, Team SMC ની ભરૂચ પોલીસ (Bharuch Police) પાસે જાસૂસી કરાવતા બુટલેગર પરેશ ઉર્ફે ચકો દમણના એક બારમાંથી ઝડપાયો. એક વર્ષથી ભરૂચ પોલીસના ચોપડે ફરાર બુટલેગર (Wanted Bootlegger) પરેશને SMC એ પકડીને સોંપ્યો છે. ગુજરાતના 5 પ્રોહીબીશન કેસ (Prohibition Case) માં 5 વર્ષથી ફરાર રાજસ્થાનના હીસ્ટ્રીશીટર રમેશ બિશ્નોઈને SMC એ તેના જ ગામમાંથી પકડ્યો છે. આ ઉપરાંત સુરત ક્રાઈમ બ્રાંચ (Surat Crime Branch) ના 3 ગુનામાં 3 વર્ષથી ફરાર આરોપી કેશવ ઉર્ફે ગોપાલ બંગાળી તેમજ છોટાઉદેપુરના ફરાર બુટલેગરને એરગન સાથે Team SMC એ ઝડપી લીધો છે.

Ahmedabad_Crime_Branch_Arrest_Wanted_Accused

Ahmedabad_Crime_Branch_Arrest_Wanted_Accused

7 વર્ષથી આરોપી ફરાર, પોલીસની કૃપા કે લાપરવાહી

અમદાવાદ ક્રાઈમ બ્રાંચે (Ahmedabad Crime Branch) શહેર પોલીસ સાથે મળીને કુલ 32 ટીમો બનાવી છે. એક PSI અને 15 પોલીસ કર્મચારીઓની 8 ટીમ ગુજરાતભરમાં ફરાર આરોપીઓને શોધી રહી છે. જ્યારે મહારાષ્ટ્ર (Maharashtra) રાજસ્થાન (Rajasthan) અને મધ્ય પ્રદેશ (Madhya Pradesh) માં 8-8 ટીમ રવાના કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાંચના પીઆઈ જે. એચ. સિંધવ (PI J H Sindhav) ની ટીમે હાકીમસિંગ કુશવાહ ઉર્ફે હાકીમ કાળીયો ઉર્ફે અસલમ ઉર્ફે અશોકને ઓઢવ પોલીસ સ્ટેશન (Odhav Police Station) ના વર્ષ 2016ના એક કેસમાં પકડ્યો છે. પકડાયેલો આરોપી હાકીમ કુશવાહ વર્ષ 2008થી ઘરફોડ ચોરીઓ કરતો આવ્યો છે. વર્ષ 2022 સુધીમાં તેના નામે 44 ગુના નોંધાઈ ચૂક્યા છે. 4 વખત પાસા હેઠળ જેલવાસ ભોગવી ચૂક્યો છે. વર્ષ 2020, 2021 અને 2022ના ગુનાઓમાં હાકીમની અમદાવાદ શહેર પોલીસે (Ahmedabad City Police) ધરપકડ કરી હતી. આમ છતાં હાકીમ કુશવાહ વર્ષ 2016ના ગુનામાં વૉન્ટેડ હતો.

આ પણ વાંચો – IPS Posting : ચૂંટણી પંચ ક્યારે અને કોના સપનાં કરશે સાકાર

Whatsapp share
facebook twitter