+

બોર્ડનો રદિયો, પ્રિલિમરી પરીક્ષા માટે પ્રશ્નપત્રો આપવામાં આવ્યા નથી

  શુક્રવારે ધોરણ 10 અને 12ની પ્રીલિમનરી એક્ઝામના પેપરનું સોલ્યુશન ફરતું થતાં ખળભળાટ મચી ગયો હતો  આ પેપર યૂટ્યુબ પર લીક થયા છે. ઉલ્લેખનીય છે કે, હાલ ધોરણ 10 અને 12ની પ્રીલિમનરી એક્ઝામની લેવાનારી છે ત્યારે પરીક્ષા લેવાય તેના બે દિવસ પહેલા જ સોશિયલ મીડિયામાં પેપર લીક થઈ ગયા છે. તે અંગે નવનીત એજ્યુકેશનએ શાળા ના સંચાલકોને પત્ર  લખ્યો હતો તથા  અમદાવાદ શહેર DEO હિતેન્દ્રસિંહ પઢેરીયાનું નિવેદન
  શુક્રવારે ધોરણ 10 અને 12ની પ્રીલિમનરી એક્ઝામના પેપરનું સોલ્યુશન ફરતું થતાં ખળભળાટ મચી ગયો હતો  આ પેપર યૂટ્યુબ પર લીક થયા છે. ઉલ્લેખનીય છે કે, હાલ ધોરણ 10 અને 12ની પ્રીલિમનરી એક્ઝામની લેવાનારી છે ત્યારે પરીક્ષા લેવાય તેના બે દિવસ પહેલા જ સોશિયલ મીડિયામાં પેપર લીક થઈ ગયા છે. તે અંગે નવનીત એજ્યુકેશનએ શાળા ના સંચાલકોને પત્ર  લખ્યો હતો તથા  અમદાવાદ શહેર DEO હિતેન્દ્રસિંહ પઢેરીયાનું નિવેદન પણ સામે આવ્યું હતું ત્યારે હવે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરએ રદિયો પણ જાહેર કર્યો છે. 
DEO હિતેન્દ્રસિંહ પઢેરીયાનુ નિવેદન 
આ ઉપરાંત આ અંગે અમદાવાદ શહેર DEO હિતેન્દ્રસિંહ પઢેરીયાએ જણાવ્યુ છે કે, ‘અમને પણ આ પેપર લીક થયાની જાણ થઈ છે,કોઈ યુટ્યુબરે પેપર લીક કર્યુ છે,જે પેપર લીક થયુ છે તે હકીકતમાં ઓરીજીનલ પેપર છે કે નહી તે અંગે તપાસ કરવામાં આવશે અને ઓરીજીનલ પેપર હશે તો સાઈબર ક્રાઈમમાં ફરીયાદ થશે.પેપર ઓરીજીનલ નહી હોય તો કોઈ કાર્યવાહી કરવામાં નહી આવે, બની શકે કોઈ ભણાવતા શિક્ષક દ્વારા મુખ્ય imp વસ્તુના આધારે પેપર બનાવ્યુ હોય’. 
શું કહ્યું બોર્ડે 
રાજ્યમાં આવેલી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક  શાળાઓની પ્રિલીમનરી પરીક્ષા 2022ના પ્રશ્નપત્રો  શાળાઓએ જ કાઢીને યોજવાની સુચના છે જેથી દરેક જિલ્લાઓમાં શાળા વિકાસ સંકુલ અને શાળાના જૂથોએ પ્રશ્નપત્રો છાપકામ કરીને પરીક્ષાઓ યોજવાની સૂચના છે જેથી પ્રિલિમરી પરીક્ષાના પ્રશ્નપત્રો જે તે શાળાઓએ કાઢીને યોજવાની રહેશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરએ પરિલિમનરી પરીક્ષા માટેના પ્રશ્નપત્ર આપાયેલા નથી છતાં ઉક્ત ઘટના અંગે અમદાવાદ શહેર અને જિલ્લાના શિક્ષણાધિકારીઓને તાપસ કરવાના આદેશ આપેલ છે. ઘટના સાથે સંકળાયેલ તત્વો સામે પોલીસ કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું છે.   
Whatsapp share
facebook twitter