+

NOC વગરની સ્કૂલો સામે AMCની ફાયર વિભાગની લાલ આંખ

અગ્નિકાંડની ઘટનાઓ બાદ પણ હજુ સ્કૂલ સંચાલકો સુધરતા નથી. હજુ પણ 15 જેટલી સ્કૂલના સંચાલકોએ ફાયર NOC ના લેતા તેમની સામે કાર્યવાહી હાથ ધરી છે. રાજ્યમાં આગ લાગવાની ઘટનામાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. અને ત્યાર બાદ ફાયર NOC માટે અલગ-અલગ એકમોને અનેક  નોટિસ અપાઈ છે. જોકે હવે ફાયર વિભાગ  ફરીથી આ છેલ્લી ક્લોઝર નોટિસને ના ગણકારતા સ્કૂલોને સીલ કરવાની કામગીરીમાં લાગ્યું છે. સવારથી  જ શહેરના અલગ-અલગ ફ

અગ્નિકાંડની ઘટનાઓ બાદ પણ હજુ સ્કૂલ સંચાલકો સુધરતા નથી. હજુ પણ 15 જેટલી સ્કૂલના સંચાલકોએ ફાયર NOC ના લેતા તેમની સામે કાર્યવાહી હાથ ધરી છે. રાજ્યમાં આગ લાગવાની ઘટનામાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. અને ત્યાર બાદ ફાયર NOC માટે અલગ-અલગ એકમોને અનેક  નોટિસ અપાઈ છે. જોકે હવે ફાયર વિભાગ  ફરીથી આ છેલ્લી ક્લોઝર નોટિસને ના ગણકારતા સ્કૂલોને સીલ કરવાની કામગીરીમાં લાગ્યું છે. સવારથી  જ શહેરના અલગ-અલગ ફાયરસ્ટેશન વિસ્તારમાં આવેલ ફાયર NOC વગરની 15  સ્કૂલોમાં કાર્યવાહી કરવામાં આવી હતી. અમદાવાદમાં અંદાજિત 2400થી વધારે સ્કૂલો આવેલ છે. અને આ તમામ સ્કૂલોમાં તબક્કાવાર NOC નહીં લેનાર સ્કૂલો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગુરુવાર સવારથી જ શહેરના અલગ-અલગ ફાયરસ્ટેશનની ટીમને NOC વગરની સ્કૂલોનું લિસ્ટ સોંપવામાં આવ્યું હતું. અને  પ્રહલાદનગર, શાહપુર, પાંચકુવા, જમાલપુર ફાયર સ્ટેશન વિસ્તારમાં આવેલ NOC વગરની સ્કૂલોને સીલ કરાઈ હતી. ફાયરની ટીમે આજે 15  જેટલી સ્કૂલને સીલ કરી.

Whatsapp share
facebook twitter