+

VADODARA : શ્રેયસ વિદ્યાલયના સંચાલકો દ્વારા એક્ટીવીટીના નામે ફી મંગાતા હોબાળો

VADODARA : વડોદરાના બગીખાનામાં આવેલી શ્રેયસ વિદ્યાલય સ્કુલના (SHREYAS VIDHYALAYA – BAGHIKHANA) સંચાલકો દ્વારા આરટીઇ (RIGHT TO EDUCATION – RTE) અંતર્ગત ભણતા વિદ્યાર્થીઓ પાસેથી એક્ટીવીટીના નામે પૈસા માંગવામાં આવતા આજે…

VADODARA : વડોદરાના બગીખાનામાં આવેલી શ્રેયસ વિદ્યાલય સ્કુલના (SHREYAS VIDHYALAYA – BAGHIKHANA) સંચાલકો દ્વારા આરટીઇ (RIGHT TO EDUCATION – RTE) અંતર્ગત ભણતા વિદ્યાર્થીઓ પાસેથી એક્ટીવીટીના નામે પૈસા માંગવામાં આવતા આજે વાલીઓએ હોબાળો મચાવ્યો છે. વાલીઓની વ્હારે ઓલ ગુજરાત વાલી મંડળના વડોદરાના અગ્રણી આવ્યા છે. તેમણે શાળા સંચાલકોને રજૂઆત કરતા અટકાવાયેલા પરિણામ વાલીઓને આપવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

સક્ષમ હોત તો આરટીઇ અંતર્ગત શું કામ એડમીશન લેતા

સમગ્ર મામલે દિપક પાલકર જણાવે છે કે, ઓલ ગુજરાત વાલી મંડળને ફરિયાદ મળી હતી કે, બગીખાનામાં આવેલી શ્રેયસ વિદ્યાલયમાં ભણતા આરટીઇના 30 – 40 વિદ્યાર્થીઓના પરિણામ રોકવામાં આવ્યા છે. શાળા સંચાલકોનું કહેવું હતું કે, એક્ટીવીટી અને સ્માર્ટ ક્લાસરૂમની ફી ફરવી પડશે. વાલીઓ સક્ષમ હોત તો આરટીઇ અંતર્ગત શું કામ એડમીશન લેતા ! જ્યારે શાળા સંચાલકો સમક્ષ રજૂઆત કરી ત્યારે પરિણામો તમામને આપ્યા છે. આરટીઇમાં એડમીશન લીધા બાદ, શાળાના સ્ટાફને પણ તે અંગેનું ધ્યાન રાખવા જણાવવું જોઇએ. સાથે જ વિદ્યાર્થીઓને એવા કોઇ શબ્દો ન બોલવા જોઇએ જેના કારણે તેમને આરટીઇના વિદ્યાર્થી હોવાનો અનુભવ થાય. એક શિક્ષક દ્વારા કહેવાયું કે, સ્વેટર બાબતે કહ્યું કે, તમે તો ફ્રીમાં ભણો છો. સ્વેટર લાવવાના પૈસા નથી. વારંવાર વાલીઓને ટોર્ચરીંગ કરવામાં આવ્યું હતું. આજે તમામને પરિણામો અપાવી દીધા છે. રજૂઆત કરતા સુખદ પરિણામ આવ્યું છે.

મને જે કામગીરી આપવામાં આવે તે નિભાવું છું

ઇન્ચાર્જ મહિલા સંચાલિકા પ્રિતી સોની જણાવે છે કે, ફી લેવામાં નથી આવતી, તે લોકો મંજૂર કરે તો તેમને ભરવા જણાવ્યું હતું. આ રીતે અલગ અલગ એક્ટીવીટી થાય છે, તેમને જાણ કરવામાં આવી હતી. બધી એક્ટીવીટી તેમણે કરેલી છે. ખાનગી શાળામાં એક્ટીવીટી થાય છે. કો કરીક્યુલસ એક્ટીવીટીનું શું કરવાનું ! વાલીઓની મીટિંગ લીધી હતી, અને તેના પર તેમની સહી લીધી હતી. વધુ સવાલોના જવાબ મેનેજમેન્ટ આપી શકે. ઇન્ચાર્જમાં મને જે કામગીરી આપવામાં આવે તે નિભાવું છું. અમે કોઇ વાલીનું રીઝલ્ટ રોક્યું નથી. અમે કહ્યું કે, આટલા બધા વાલીઓએ ભરી દીધું, રીઝલ્ટના ટાઇમમાં તમે નહિ આપો તો પ્રોબ્લેમ નથી. આટલું ખાલી લખીને આપો. તેમની સામે કોઇ સીરીયસ એક્શન લીધા નથી. 55 પૈકી 15 વિદ્યાર્થીઓએ ફી નથી ભરી.

આ પણ વાંચો — VADODARA : “રન ફોર વોટ”માં નાગરિકો જોડાઈને ‘મતદાન જાગૃતિ’ નો નારો બુલંદ કરશે

Whatsapp share
facebook twitter