અહેવાલઃ નામદેવ પાટિલ, પંચમહાલ
પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકા સહિત ગોધરા શહેરમાં તસ્કરો બેફામ બન્યા હતા. ગોધરા શહેરના આજુબાજુ અને શહેરમાં તસ્કરોએ રાત્રીના સમયે ચોરી કરી પોલીસ સામે એક પ્રકારનું પડકાર ફેંક્યું હતું અને પોલીસ દ્વારા કરવામાં આવતા રાત્રી ના પેટ્રોલિંગ સામે અનેક સવાલ ઉભા થયા હતા. ત્યારે પંચમહાલ પોલીસ એક્શન માં આવી હતી ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સ લગાવી ગણતરીના દિવસોમાં જ તસ્કરો સામે લાલ આંખ કરી તસ્કરોને દબોચી લીધા છે.
વિવિધ ચોરીની કબુલાત
ગોધરા તાલુકાના ગોવીન્દી ગામમાં અલગ અલગ વિસ્તારોમાં થયેલ ચોરીનો ભેદ ગોધરા શહેર A ડિવિઝન પોલીસ દ્વારા ઉકેલી કાઢીને મુદ્દામાલ સાથે બે આરોપીઓની અટકાયત કરવામાં આવી છે જેમાં આરોપીઓની ઘનિષ્ઠ પૂછપરછ કરતાં તેઓએ કબૂલાત કરી હતી કે તેઓએ ગોવીન્દી પ્રાથમિક શાળાના તાળાં તોડીને LED ટીવીની ચોરી કરી હતી, તદ્પરાંત અલગ-અલગ સમયે ખેતરો અને કૂવામાંથી 6 જેટલી ઇલેક્ટ્રીક સબમર્સિબલ મોટરની ચોરી કરી હોવાની પણ કબુલાત કરી હતી, પોલીસે સંદીપભાઈ બાબુભાઈ ગુજોર અને વિજયભાઈ નગાભાઈ ખોરી નામના આરોપીઓની અટકાયત કરીને તમામ મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો હતો. સાથે સાથે ગોધરા શહેર બસ સ્ટેન્ડમાં થયેલ પાકીટ અને મોબાઈલ ફોન ચોરીના ગુનાનો પણ ભેદ ઉકેલી કાઢીને મુદ્દામાલ સાથે એક આરોપીની અટકાયત કરી હતી અને આરોપીની પૂછપરછ કરતા આરોપી દ્વારા અલગ દિવસે બસમાં ચઢતા મુસાફરોનો ભીડનો લાભ લઈને મોબાઈલ ફોન તેમજ પાકીટ સેરવી લીધું હતું, પોલીસ દ્વારા ચોરીમાં ગયેલ મોબાઈલ ફોન તેમજ રોકડ ભરેલું પાકીટ રિકવર કરીને કબ્જે લેવામાં આવ્યું. હાલ આરોપીઓ બીજા ક્યાં ચોરીના ગુનાઓમાં સંડવાયેલા છે કેમ તેની તપાસ હાથ ધરી છે.
LED ટીવી વેચવા માટે ગોધરા તરફ જઈ રહ્યા હતા
ગોધરા પંથકમાં છેલ્લા કેટલાક સમયથી ઘરફોડ ચોરીઓ, કૂવા અને ખેતરોમાંથી સબમર્સિબલ મોટરની ચોરીઓ તથા મોબાઈલ ફોન અને પાકીટ ચોરવાની ઘટનાઓમાં સતત વધારો થયો હતો, જેને લઇને રેન્જ ડીઆઇજી આર વી અસારી દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજીને સંલગ્ન વિભાગના પોલીસ અધિકારીઓને ચોરીની ઘટનાઓ પર અંકુશ લાવીને ગુનાઓના ભેદ ઉકેલવા માટે સૂચના આપી હતી, જેને લઇને ગોધરા શહેર A ડિવિઝન પોલીસ સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ સઘન બનાવવામાં આવ્યું હતું, જે દરમ્યાન ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સ દ્વારા બાતમી મળી હતી કે ગોધરા તાલુકાના ગોવીન્દી ગામે બે ઈસમો બાઇક પર એક LED ટીવી વેચવા માટે ગોધરા તરફ જઈ રહ્યા છે, જે બાતમીના આધારે પોલીસે ગોવીન્દી ગામે વોચ ગોઠવીને બાઇક પર ટીવી વેચવા જતાં બે ઇસમોને રંગેહાથ ઝડપી પાડયા હતાં, જે આરોપીઓની ઘનિષ્ઠ પૂછપરછ કરતાં તેઓએ કબૂલાત કરી હતી કે તેઓએ ગોવીન્દી પ્રાથમિક શાળાના તાળાં તોડીને LED ટીવીની ચોરી કરી હતી, તદ્પરાંત અલગ-અલગ સમયે ખેતરો અને કૂવામાંથી 6 જેટલી ઇલેક્ટ્રીક સબમર્સિબલ મોટરની ચોરી કરી હોવાની પણ કબુલાત કરી હતી, પોલીસે સંદીપભાઈ બાબુભાઈ ગુજોર અને વિજયભાઈ નગાભાઈ ખોરી નામના આરોપીઓની અટકાયત કરીને તમામ મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો હતો.
બસમાં ચઢતા મુસાફરોને ભીડનો લાભ લઈને નિશાન બનાવતા તસ્કરો
ગોધરા શહેરના બસ સ્ટેન્ડમાં બસમાં ચઢતા મુસાફરોને ભીડનો લાભ લઈને નિશાન બનાવતા તસ્કરોની ચોરીઓની ઘટનામાં પણ વધારો થયો હતો, જેને લઇને ગોધરા શહેર A ડિવિઝન સર્વેલન્સ સ્ટાફ દ્વારા બસ સ્ટેન્ડ વિસ્તારમાં પેટ્રોલિંગ સઘન બનાવવામાં આવ્યું હતું, ત્યારે ગોધરા બસ સ્ટેન્ડ વિસ્તારમાંથી એક ઇસમ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો, જેની પોલીસે અટકાયત કરીને પૂછપરછ હાથ ધરવામાં આવી હતી, જેમાં આરોપીઓએ કબૂલાત કરી હતી કે આરોપી દ્વારા અલગ દિવસે બસમાં ચઢતા મુસાફરોનો ભીડનો લાભ લઈને મોબાઈલ ફોન તેમજ પાકીટ સેરવી લીધું હતું, પોલીસ દ્વારા ચોરીમાં ગયેલ મોબાઈલ ફોન તેમજ રોકડ ભરેલું પાકીટ રિકવર કરીને કબ્જે લેવામાં આવ્યું.