+

અમદાવાદ-ગાંધીનગરમાં રેડ એલર્ટ, મહત્તમ જિલ્લાઓ ઓરેન્જ એલર્ટની ઝપટમાં

Red alert : અમદાવાદ અને ગાંધીનગરવાસીઓ માટે માઠા સમાચાર છે. ગરમી એ માઝા મૂકી છે.સતત આગ ઓકતી ગરમી પડી રહી છે ત્યારે આગામી 24 કલાક અમદાવાદ અને ગાંધીનગરમાં હવામાન વિભાગ…

Red alert : અમદાવાદ અને ગાંધીનગરવાસીઓ માટે માઠા સમાચાર છે. ગરમી એ માઝા મૂકી છે.સતત આગ ઓકતી ગરમી પડી રહી છે ત્યારે આગામી 24 કલાક અમદાવાદ અને ગાંધીનગરમાં હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટ (Red alert ) જાહેર કરવામાં આવ્યું છે. ઉપરાંત બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, મોડાસા, સાબરકાંઠા, આણંદ, ખેડા, મહીસાગરમાં ઓરેન્જ એલર્ટ રહેશે.

છોટાઉદેપુર, વડોદરા, જામનગર સહિતના જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા, જામનગર, બોટાદ, જૂનાગઢ, સુરેન્દ્રનગર, કચ્છમાં ઓરેન્જ એલર્ટ રહેશે તેવી આગાહી હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી છે. એકંદરે આગામી 5 દિવસ ગરમીનો પ્રકોપ યથાવત રહેશે.

24 કલાક ગરમીને લઈને અમદાવાદ-ગાંધીનગર રેડ એલર્ટ પર

આગામી 24 કલાક ગરમીને લઈને અમદાવાદ-ગાંધીનગર રેડ એલર્ટ પર રહેશે. અમદાવાદ અને ગાંધીનગરમાં 46.6 ડિગ્રી સૌથી વધી તાપમાન રહ્યું છે. દીવ ભાવનગર કચ્છ બોટાદ સુરેન્દ્રનગર હિટવેવ વધુ રહેશે. વડોદરા અને છોટા ઉદેપુરમાં પણ હિટવેવની સ્થિતિ રહેશે.

2016માં 20 મે અમદાવાદનું 48 ડિગ્રી તાપમાન રહ્યું હતું

છેલ્લા 100 વર્ષમાં વર્ષ 2016માં 20 મે અમદાવાદનું 48 ડિગ્રી તાપમાન રહ્યું હતું. આ વર્ષે શહેરોમાં અમદાવાદમાં રેકોર્ડ બ્રેક ગરમી પડતા રેકોર્ડ થયો છે. વર્ષ 2016 બાદ શહેરોમાં સૌથી વધુ ગરમી અમદાવાદમાં 46.6 ડિગ્રી નોંધાઇ છે.

અહેવાલ—સંજય જોશી, અમદાવાદ

આ પણ વાંચો—- Academic Work : ભયંકર ગરમીના પગલે લેવાયો મોટો નિર્ણય…

આ પણ વાંચો—- VADODARA : ગરમીથી બચાવવા ટ્રાફીક સિગ્નલ પર મંડપ ઉભો કરાયો

આ પણ વાંચો—- Gujarat: હવામાન વિભાગની ગરમીને લઈને મોટી આગાહી, આ જિલ્લાઓમાં પડશે ભીષણ ગરમી

આ પણ વાંચો— weather Forecast : આનંદો… કાળઝાળ ગરમીથી જલદી મળશે રાહત! હવામાન નિષ્ણાતે કરી આગાહી

Whatsapp share
facebook twitter