+

આ ચકલીની એક્ટિંગ જોઈ ચોંકી જશો તમે, Video

આજે માણસ ડગલેને પગલે પોતાના જ લોકોને છેતરવાનું કામ કરી રહ્યો છે. પોતાના બચાવ માટે તે કઇ પણ કરવા તૈયાર રહે છે. જોકે, આજે માણસ જેટલો બુદ્ધિશાળી છે તેટલું આ…

આજે માણસ ડગલેને પગલે પોતાના જ લોકોને છેતરવાનું કામ કરી રહ્યો છે. પોતાના બચાવ માટે તે કઇ પણ કરવા તૈયાર રહે છે. જોકે, આજે માણસ જેટલો બુદ્ધિશાળી છે તેટલું આ ધરતી પર લગભગ કોઇ જીવ નહીં હોય. પણ જો અમે તમને જણાવીએ કે એક પક્ષી જે જેણે પોતાની બુદ્ધિ ચાતુર્યનો દાખલો આપતા એક્ટિંગ કરી પોતાનો જીવ બચાવ્યો તો શું તમે તે વાત પર વિશ્વાસ કરશો ? તમે વિચારશો કે આવું કેવી રીતે બની શકે તો અમે તમને જણાવી દઇએ કે, આવું ખરેખરમાં થયું છે.

ચકલીની ગઝબ એક્ટિંગ

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં એક ચકલી ત્રણ બિલાડીઓથી ઘેરાયેલી હતી, ત્રણેય બિલાડીઓ મળીને તેને પોતાનો શિકાર બનાવવાની હતી. પરંતુ તમે જાતે જ જુઓ કે કેવી રીતે બુદ્ધિશાળી ચકલી તેમની ચુંગાલમાંથી છટકી ગઈ. વાયરલ વીડિયોમાં એક ચકલી ઘરના આંગણામાં બેઠેલી જોવા મળી રહી છે. તે જ સમયે ત્યાં આવેલી ત્રણ બિલાડીઓની નજર ચકલી પર પડી. ચતુર ચકલી બિલાડીઓના હુમલાથી બચવા માટે ખૂબ જ હોંશિયારી બતાવે છે. તે તુરંત જ મૂર્તિની જેમ ઉભી થઈ અને સ્થિર થઈ જાય છે. પરિણામે, બિલાડીઓ તેની આસપાસ ફરવા લાગે છે અને તેને શંકાસ્પદ રીતે જુએ છે. જો બિલાડીઓને જીભ હોત તો તેઓ ચોક્કસપણે કહેત, “તે ચકલી જેવી લાગે છે… પરંતુ તે હલતી નથી”. સમયાંતરે બિલાડીઓ જાય છે અને તેને સૂંઘે છે અને તેની તપાસ કરવાનો પ્રયાસ કરે છે. જો કે, ચકલી શાંત રહે છે. ચકલીને સ્થિર જોઈને, બિલાડીઓ નિષ્કર્ષ પર આવે છે કે તે પક્ષી નથી પરંતુ એક રમકડું છે.

બિલાડીઓની ચુંગલથી બચી ગઇ ચકલી

બીજી જ ક્ષણે જ્યારે ચકલીએ તેની પાંખો ફેલાવી, ત્યારે બિલાડીઓને શંકા ગઈ કે તે પક્ષી છે. જલ્દી તેમણે ચકલી પર હુમલો કરવાનો પ્રયત્ન કર્યો પણ ત્યા સુધીમાં ચકલી આકાશમાં ઉડી ગઈ. ચકલીની આ બુદ્ધિમત્તા જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ આશ્ચર્યચકિત થઈ ગયા છે. ઘણા લોકો ચકલીને બ્રિલિયન્ટ એક્ટર કહી રહ્યા છે. આ વીડિયો લખાય છે ત્યાં સુધી આ વીડિયોને 10 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયો પર અલગ-અલગ રીતે પ્રતિક્રિયા આપી રહ્યા છે. કેટલાક લોકોએ કહ્યું, “આ ચકલીએ આ ખૂબ જ ચતુરાઈથી કર્યું છે”, અન્ય લોકોએ કહ્યું, “ચકલીને ઓસ્કાર આપવો જોઈએ.” અને અન્ય લોકોએ ખુશીનો ઇમોજીસ સાથે વીડિઓ પર ટિપ્પણી કરી છે. આમ ઘણા લોકો આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા આપતા ચકલીના વખાણ કરી રહ્યા છે.

આ પણ વાંચો – Unlucky Plants : ભૂલથી ઘરમાં ન લગાવો આ ચાર છોડ, માનવામાં આવે છે ખૂબ જ અશુભ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter