+

મહિલાનો પેરાગ્લાઈડિંગનો વીડિયો જોઇને તમે હસવાનું નહીં રોકી શકો, Video

તમે પેરાગ્લાઈડિંગ વીડિયો જોયો હશે જેમાં વ્યક્તિ કહે છે કે ભાઈ, 100-200 વધુ લઇ લે, 500 વધુ લઇ લે, પણ લેન્ડ કરાવી દે. તમે વીપિન સાહૂનો વીડિયો જરૂર જોયો જ…

તમે પેરાગ્લાઈડિંગ વીડિયો જોયો હશે જેમાં વ્યક્તિ કહે છે કે ભાઈ, 100-200 વધુ લઇ લે, 500 વધુ લઇ લે, પણ લેન્ડ કરાવી દે. તમે વીપિન સાહૂનો વીડિયો જરૂર જોયો જ હશે, જેમા તે ડરતો જોવા મળે છે. હવે તાજેતરમાં એક મહિલાનો પેરાગ્લાઈડિંગનો વીડિયો સામે આવ્યો છે જેમા તે કંઈક એડવેન્ચર કરવાનું નક્કી કરીને મોટી ભૂલ કરે છે. આ મહિલા જેવી પેરાગ્લાઈડિંગ કરે છે કે થોડી જ વારમાં રડવા લાગે છે. તે વારંવાર વ્યક્તિને ઉતારવાની વિનંતી કરે છે. મજાની વાત એ છે કે આ સમગ્ર દ્રશ્ય મહિલાના કેમેરામાં કેદ થઈ ગયું છે.

મહિલા માટે એડવેન્ચર બન્યું મોટી ભૂલ

શરૂઆતમાં આપણે જોઈશું કે પેરાગ્લાઈડિંગ કરતી મહિલા વાદળોની ઉપર છે. પરંતુ પેરાગ્લાઈડિંગનો આનંદ લેવાને બદલે આ મહિલા રડવા લાગે છે. ખરાબ રીતે ચીસો પાડે છે. તે માણસને કહે છે કે તે ડરી ગઈ છે. તે જમીન પર પાછી જવા માંગે છે. અહીં મહિલાને ડરેલી જોઈને પુરુષ તેને ચૂપ રહેવા માટે કહે છે. વ્યક્તિ કહે છે કે તે છે તેથી ડરવાની જરૂર નથી. આ અંગે મહિલા શું કહે છે તે સાંભળીને તમે તમારું હસવું રોકવું નહીં શકો. જવાબ છે કે તે ત્યાં છે, તેથી જ મને બીક લાગે છે. આ ફ્રેમમાં આટલું રસપ્રદ દ્રશ્ય છે જે કદાચ તમે પહેલા ક્યારેય નહીં જોયું હોય. મળતી જાણકારી અનુસાર, પેરાગ્લાઈડિંગ કરતી મહિલાનો આ વીડિયો સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર વાયરલ થયો છે. વીડિયોને યુટ્યુબ પર CHILL POKHARA નામની ચેનલ પરથી પણ શેર કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો – Urfi Javed એ તમામ હદો પાર કરી, કપડા પહેર્યા વિના બનાવ્યો Video

આ પણ વાંચો – ચાલુ વર્ષે સોશિયલ મીડિયા પર આ છોકરીનો વીડિયો સૌથી વધુ વાર જોવાયો! જાણો એવું તો શું છે ખાસ?

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter