+

લાલ કલરની સાડી પહેરીને યુવતીએ કર્યું એવું તમે જીન્સ પહેરીને પણ નહીં કરી શકો

સોશિયલ મીડિયામાં ચમકવા માટે લોકો કઇં પણ કરવા તૈયાર થઇ જાય છે. ખાસ કરીને લોકો ડાંસ અને સ્ટંટ કરીને પોતાના વીડિયોને સોશિયલ મીડિયા પર ખૂબ જ શેર કરતા હોય છે.…

સોશિયલ મીડિયામાં ચમકવા માટે લોકો કઇં પણ કરવા તૈયાર થઇ જાય છે. ખાસ કરીને લોકો ડાંસ અને સ્ટંટ કરીને પોતાના વીડિયોને સોશિયલ મીડિયા પર ખૂબ જ શેર કરતા હોય છે. આ કડીમાં એક યુવતીનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં તે લાલ કલરની સાડી પહેરીને અદ્ભુત અંદાજમાં બેકફ્લિપ કરતી જોવા મળી રહી છે. આ વીડિયો ઈન્ટરનેટ પર ધમાલ મચાવી રહ્યો છે. તેનો આ સ્ટંટ જોઈને તમે પણ ચોંકી જશો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

યુવતીએ અદ્ભુત અંદાજમાં બેકફ્લિપ કર્યો

સોશિયલ મીડિયામાં તમામ લોકો પોતાનું ટેલેન્ટ બતાવતા જ રહે છે. આ દિવસોમાં ઇન્ટરનેટ પર ઘણા વાયરલ વીડિયો છે. આ વીડિયો જોઈને દરેક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. લાલ સાડી પહેરેલી યુવતીનો આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોએ ચકચાર જગાવી છે. આ વીડિયોમાં તે અદ્ભુત અંદાજમાં બેકફ્લિપ કરતી જોવા મળી રહી છે. તેનો સ્ટંટ (વીડિયો) જોઈને તમે પણ ચોંકી જશો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. લાલ સાડીમાં સ્ટંટ કરનાર આ યુવતીનું નામ મિશા શર્મા હોવાનું કહેવાય છે. યુવતીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોતાને એથલીટ ગણાવી છે. મીશા અવારનવાર સોશિયલ મીડિયા પર તેના અદ્ભુત સ્ટંટ બતાવે છે. તે તેના સ્ટંટ અને વીડિયો માટે સોશિયલ મીડિયા પર ઘણી વખત લોકપ્રિય રહે છે.

 

View this post on Instagram

 

A post shared by MISHA SHARMA 🇮🇳 (@mishaa_official_)

યુઝર્સ કરી રહ્યા છે કોમેન્ટ

મીશાનો નવો વીડિયો ગત મહિનાનો છે. તેણે તેનો આ ગજબ વીડિયો પોતાની ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલ mishaa_official પરથી શેર કર્યો છે. આ ક્લિપને અત્યાર સુધીમાં મોટી સંખ્યામાં લોકો જોઈ ચૂક્યા છે અને તેને શેર પણ કરી રહ્યા છે. યુઝર્સ આ વીડિયો પર અલગ-અલગ પ્રકારના રિએક્શન આપી રહ્યા છે અને આવા સ્ટંટના વખાણ પણ કરી રહ્યા છે. મીશા શર્માના આ સ્ટંટ વીડિયો પર યુઝર્સ અને તેમના ફોલોઅર્સ જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું – ‘દીદી, આ સ્ટંટ સુપર ડુપર છે.’ વળી, અન્ય એક યુઝરે લખ્યું – ‘આ પ્રકારના સ્ટંટ કરતી વખતે મોટા લોકોને પણ પરસેવો પડી જશે.’ અન્ય યુઝર્સ પણ મીશાના સ્ટંટની પ્રશંસા કરી રહ્યા છે. કેટલાક યુઝર્સે તેને સુપરગર્લ પણ કહી છે.

આ પણ વાંચો – શાળામાં બિકિની પહેરીને આવી વિદ્યાર્થીની, ટીચર ગુસ્સે થયા તો આપ્યો આ જવાબ, Video

આ પણ વાંચો – આ સુંદર યુવતીએ Boyfriend બનાવવા માટે બહાર પાડ્યું Form, 3000 લોકોએ કર્યું Apply

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Whatsapp share
facebook twitter