+

જુગાડમાં ભારતીયોને કોઇ પહોંચી ન શકે, ન માનવામાં આવે તો જુઓ આ Video

આપણા દેશમાં લોકો જુગાડ કરીને એવી વસ્તુ બનાવતા રહ્યા છે જેની કોઇએ કલ્પના પણ ન કરી હોય. જે જુગાડ વિશ્વમાં ક્યાય પણ જોવા નહીં મળે તે ભારતમાં જોવા મળી જશે.…

આપણા દેશમાં લોકો જુગાડ કરીને એવી વસ્તુ બનાવતા રહ્યા છે જેની કોઇએ કલ્પના પણ ન કરી હોય. જે જુગાડ વિશ્વમાં ક્યાય પણ જોવા નહીં મળે તે ભારતમાં જોવા મળી જશે. કેવી રીતે ઓછા ખર્ચે સૌથી મુશ્કેલ અને અશક્ય કાર્યોને ઉકેલી શકાય તે ભારતીયોને સારી રીતે આવડે છે. આવો જ એક જુગાડનો વીડિયો ઈન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. જે જોઇે તમે પણ એકવાર તમારું ખંજવાડવા લાગશો. જીહા, આ વીડિયો નાગાલેન્ડનો હોવાનું કહેવાય છે.

વાંસનું વૉશબેસિન માત્ર સૌંદર્યલક્ષી રીતે આનંદદાયક

નાગાલેન્ડના ઉચ્ચ શિક્ષણ અને પર્યટન મંત્રી, ટેમ્જેન ઇમના અલંગે તાજેતરમાં એક વીડિયો ટ્વિટર પર શેર કર્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે એક વાંસને અંદરથી ખોખલો બનાવીને પાઇપની જેમ બનાવવામાં આવેલ છે. ત્યારબાદ તેની ઘણી જગ્યાએ હોલ કરીને વોશ બેસિન તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. વીડિયોમાં દર્શાવવામાં આવેલ વાંસનું વૉશબેસિન માત્ર સૌંદર્યલક્ષી રીતે આનંદદાયક નથી, પણ અવિશ્વસનીય રીતે કાર્યાત્મક પણ છે. વાંસમાંથી પાણી સરળતાથી વહે છે, લાકડાના સ્ટોપર્સથી સજ્જ છિદ્રોમાંથી બહાર નીકળે છે. હાથની સ્વચ્છતાને મહત્વ આપીને બેસિનમાં હાથ ધોવા અને ટુવાલ પણ લગાવવામાં આવ્યા છે. વાયરલ વીડિયો નાગાલેન્ડના લોકોની ચાતુર્ય અને સાધનસંપન્નતાનો પુરાવો છે. તે પરંપરાગત મકાન સામગ્રીના ટકાઉ વિકલ્પ તરીકે વાંસની સંભવિતતાને પણ પ્રકાશિત કરે છે.

લોકોની અલગ-અલગ પ્રતિક્રિયાઓ

આ વીડિયો જોયા બાદ લોકોની અલગ-અલગ પ્રતિક્રિયાઓ આવી રહી છે. લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે બામ્બુ વૉશ બેસિન માત્ર સુંદર જ નથી પણ ખૂબ જ ક્રિએટિવ લાગે છે. એક શખ્સે કહ્યું કે, આ એક નવી જ ટેકનીક છે.

આ પણ વાંચો – ખુલ્લા આકાશમાં ન્હાતી જોવા મળી Sofia Ansari, જુઓ Video

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter