+

52 વર્ષની ઉંમરે પણ આ મોડલનું ફિગર તો જુઓ, Video

ભારતીય અમેરિકન મોડલ, ટીવી હોસ્ટ, લેખિકા અને એક્ટિવિસ્ટ પદ્મા લક્ષ્મી ભલે 52 વર્ષની છે પરંતુ તેની તસવીરો જોઈને તમે અનુમાન લગાવી શકશો નહીં કે તેણે તેના જીવનના 51 વર્ષ પૂરા…

ભારતીય અમેરિકન મોડલ, ટીવી હોસ્ટ, લેખિકા અને એક્ટિવિસ્ટ પદ્મા લક્ષ્મી ભલે 52 વર્ષની છે પરંતુ તેની તસવીરો જોઈને તમે અનુમાન લગાવી શકશો નહીં કે તેણે તેના જીવનના 51 વર્ષ પૂરા કર્યા છે. જીહા, પદ્મા લક્ષ્મીએ તાજેતરમાં સ્પોર્ટ્સ ઇલસ્ટ્રેટેડ સ્વિમસૂટ માટે ફોટોશૂટ કરાવ્યું હતું, જેના ફોટા અને વીડિયો તેણે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યા હતા. આ સ્વિમસૂટ ફોટોશૂટ દરમિયાન પદ્મા લક્ષ્મી ખૂબ જ હોટ લાગી રહી છે અને તે સ્પોર્ટ્સ ઇલસ્ટ્રેટેડ સ્વિમસૂટ 2023 એડિશનમાં જોવા મળશે.

 

View this post on Instagram

 

A post shared by Padma Lakshmi (@padmalakshmi)

કેટલીક તસવીરો પોસ્ટ કરતા પદ્મા લક્ષ્મીએ લખ્યું કે, “તમે મને દુનિયાની તમામ સંપત્તિ આપી શકો છો પરંતુ હું મારા 20 માં વર્ષમાં પાછી નહીં જાઉ.” આનાથી સ્પષ્ટ થાય છે કે પદ્મા લક્ષ્મી તેની ઉંમરના આ તબક્કાને ખૂબ એન્જોય કરી રહી છે. આ સ્પોર્ટ્સ ઇલસ્ટ્રેટેડ સ્વિમસૂટ મેગેઝિન માટે ફોટોશૂટ કરાવતી વખતે પદ્મા લક્ષ્મી ગોલ્ડન ટિની બિકીની પહેરીને ખૂબ જ બોલ્ડ દેખાઈ રહી છે. આ સિવાય પદ્મા લક્ષ્મીએ પીળી બિકીનીમાં, ઓરેન્જ બિકીનીમાં તો ક્યાંક ઓઇસ્ટરની બિકીનીમાં ફોટોશૂટ કરાવ્યું છે. આ તમામ તસવીરોમાં પદ્મા લક્ષ્મી અત્યંત કિલર લાગી રહી છે. તેના ફેન્સ પણ આ ફોટા અને વીડિયો પર કોમેન્ટ કરવાથી પોતાને રોકી શકતા નથી. પદ્મા લક્ષ્મીને જોઈને લાગે છે કે એવું કંઈ નથી જે તે ન કરી શકે. એક લેખક, એક્ટિવિસ્ટ, ટીવી હોસ્ટ હોવા ઉપરાંત પદ્મા લક્ષ્મી એક માતા પણ છે. આ સાથે, તે એમી નોમિનેટેડ પ્રોડ્યુસર પણ છે અને હવે મોડલિંગમાં પદ્મા લક્ષ્મીએ સ્પોર્ટ્સ ઇલસ્ટ્રેટેડ સ્વિમસૂટ માટે પોતાની હોટ સ્ટાઈલ બતાવીને બધાની બોલતી બંધ કરી દીધી છે.

 

View this post on Instagram

 

A post shared by Padma Lakshmi (@padmalakshmi)

પદ્મા લક્ષ્મીના ફેન્સ અને ફોલોઅર્સ તેના હોટ લુક પર ઘણી કોમેન્ટ કરી રહ્યા છે. કેટલાક તેને હોટ મમ્મી કહી રહ્યા છે તો કેટલાક તેની 52 વર્ષની ઉંમરમાં આટલી શાનદાર દેખાતી હોવાના વખાણ કરી રહ્યા છે. એક યુઝરે તો ત્યાં સુધી લખ્યું કે, આ તસવીરો જોઈને મારા હોશ ઉડી ગયા. એક યુઝરે લખ્યું, તમે અંદર અને બહારથી ખૂબ જ શુદ્ધ છો અને તમારી આ તસવીરો ખરેખર વખાણવાલાયક છે. એકે ટિપ્પણી કરી, મહિલાઓને દરરોજ પ્રેરણા આપવા બદલ આભાર. પદ્મા લક્ષ્મીની આ તસવીરો અને તસવીરો પર લાખો લાઈક્સ અને કોમેન્ટ્સ આવી છે અને ચાહકો ઈચ્છે તો પણ પદ્મા લક્ષ્મીના આ ફોટોશૂટ પરથી નજર હટાવી શકતા નથી. આ જ સ્પોર્ટ્સ ઇલસ્ટ્રેટેડ સ્વિમસૂટે તેના ઓફિશિયલ સોશિયલ મીડિયા પર પદ્મ લક્ષ્મીના આ ફોટોશૂટના ઘણા ફોટા અને વીડિયો પણ પોસ્ટ કર્યા છે.

આ પણ વાંચો – સોફિયા અંસારીનો કપડા પહેરતો આ વીડિયો થઇ રહ્યો છે ખૂબ વાયરલ, જુઓ VIDEO

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter