+

લગ્નમાં વરરાજાએ જાહેરમાં પીધો દારૂ, દુલ્હનને પડી ગઇ ખબર, જુઓ Video

આજે સોશિયલ મીડિયાનો જમાનો છે જેમા તમને અવનવા કેટલાય વીડિયો રોજે રોજ જોવા મળી જશે. લગ્ન સાથે જોડાયેલા ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયા પર જોવા મળે છે. ઘણી વખત આપણને…

આજે સોશિયલ મીડિયાનો જમાનો છે જેમા તમને અવનવા કેટલાય વીડિયો રોજે રોજ જોવા મળી જશે. લગ્ન સાથે જોડાયેલા ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયા પર જોવા મળે છે. ઘણી વખત આપણને આવા અદ્ભુત વીડિયો જોવા મળે છે જેને જોયા પછી આપણે આપણા હસવાને કાબુમાં રાખી શકતા નથી. અમે તમારી સાથે લગ્ન સાથે જોડાયેલ એક એવો વીડિયો શેર કરવા જઈ રહ્યા છીએ, જેણે સોશિયલ મીડિયા પર આગ લગાવી દીધી છે. આ વીડિયોમાં વરરાજાની હરકતો જોઈને તમે દંગ રહી જશો. તમને આશ્ચર્ય થશે કે કેવી રીતે વરરાજા તેના લગ્નના દિવસે પણ દારૂ પીવાનું બંધ કરતો નથી. તે એવી રીતે દારૂ કેવી રીતે પીવે છે તે જ આ વીડિયોમાં જોવા જેવું છે.

કોલ્ડ ડ્રિંકમાં વરરાજાને આપી દીધો દારૂં

ઈન્ટરનેટ પર દરરોજ તમામ પ્રકારના વીડિયો શેર કરવામાં આવે છે. પરંતુ સૌથી મજેદાર વીડિયો વર-કન્યાનો છે. લોકોને પણ આ વીડિયો જોવો ખૂબ જ ગમે છે. તાજેતરમાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમા એક વરરાજા પોતાના લગ્નના દિવસે દારૂ પીવે છે. અહીં સૌથી અલગ વાત એ છે કે, તે સ્ટેજ પર હોય છે ત્યારે જ બધાની સામે દારૂ પીવે છે અને તેને કોઇ રોકતું પણ નથી. તમે વિચારશો કે આવું કેવી રીતે બની શકે. તો તેના વિશે અમે તમને જણાવી દઇએ કે, વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે સ્ટેજ પર દુલ્હા અને દુલ્હન જોવા મળી રહ્યા છે. વરરાજાના હાથમાં એક નાની બોટલ જોવા મળે છે. વીડિયો જોઈને લાગે છે કે વરરાજા કોલ્ડ ડ્રિંક પી રહ્યો છે, પરંતુ અહીં કોઈ બીજી ગેમ રમાઇ રહી છે. વીડિયોમાં તમે આગળ જોશો કે તેના મિત્રો વરરાજાને દારૂ ભેળવીને કોલ્ડ ડ્રિંક આપી રહ્યા છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે મિત્રો કોલ્ડ ડ્રિંક્સમાં દારૂ ભેળવી રહ્યા છે. આ પછી તેઓ વરરાજાને આપે છે. વરરાજા ઠંડા પીણા પીતાની સાથે જ તેના ચહેરાની સુંદરતા બદલાઈ જાય છે. મિત્રો જ્યારે લગ્ન કરનાર મિત્રને કોલ્ડડ્રીક્સમાં આ પીવડાવે છે ત્યારે તેની દુલ્હન પણ સાથે ઉભી હોય છે જેને જોઇને લાગે છે કે તે પણ આ તરકીબને સમજી જાય છે અને એક અલગ જ હાવભાવ બતાવે છે.

 

View this post on Instagram

 

A post shared by Ravi Kumar∆ (@kanumooriravi)

વીડિયો ખૂબ થયો વાયરલ

ચુસ્કી લીધા પછી મિત્રને ખબર પડી કે તેના મિત્રોએ ઠંડા પીણામાં કંઈક ભેળવ્યું છે. આ પછી મિત્ર રમુજી ચહેરા બનાવવાનું શરૂ કરે છે અને મિત્રો દ્વારા કરવામાં આવેલ મજાક સમજે છે. વીડિયો અને છોકરાઓની હરકતો જોઈને લાગે છે કે તેણે કોલ્ડ ડ્રિંકની બોટલમાં દારૂ ભેળવ્યો હશે. તમને પણ આ વીડિયો જોવાની મજા આવશે. આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર કનુમૂરીરવી નામના હેન્ડલ પર અપલોડ કરવામાં આવ્યો છે. જણાવી દઇએ કે, આ લગ્ન દક્ષિણ ભારતના કોઈ વિસ્તારના છે. અત્યાર સુધીમાં આ વીડિયોને 31 લાખથી વધુ લાઈક્સ અને લાખોમાં વ્યૂઝ મળી ચૂક્યા છે.

આ પણ વાંચો – ભજનો સાંભળાવાની ઉંમરે આ દાદીએ ‘મોનિકા ઓ માય ડાર્લિંગ’ ગીત પર કર્યો DANCE

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter