+

માલિક છોડીને જવા લાગ્યો તો જુઓ તેને રોકવા હાથીએ શું કર્યું ? Video

માણસ અને પ્રાણીઓ વચ્ચે અદ્ભુત સંબંધ છે. આ દુનિયામાં એવા ઘણા લોકો છે જેઓ પોતાના શોખ માટે પ્રાણીઓ રાખે છે. કેટલાક લોકોને કૂતરા, બિલાડી જેવા નાના પ્રાણીઓ ગમે છે તો…

માણસ અને પ્રાણીઓ વચ્ચે અદ્ભુત સંબંધ છે. આ દુનિયામાં એવા ઘણા લોકો છે જેઓ પોતાના શોખ માટે પ્રાણીઓ રાખે છે. કેટલાક લોકોને કૂતરા, બિલાડી જેવા નાના પ્રાણીઓ ગમે છે તો કેટલાકને ઘોડા અને હાથી જેવા મોટા પ્રાણીઓ ગમે છે. જેમ જેમ સમય પસાર થાય છે તેમ તેમ તેઓ ગાઢ મિત્રતા કેળવે છે. હવે પ્રાણી નાનું હોય કે મોટું, તમારી સાથે રહેવાથી એ તમારા જીવનનો એક ભાગ બની જાય છે. તે જ રીતે, તમે પણ તેમના જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બનો છો. તેઓ તમારા વિના જીવી શકતા નથી. આ વાતને સાબિત કરતા આજકાલ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં જોઈ શકાય છે કે હાથી તેના માલિકને કેટલો પ્રેમ કરે છે.

માલિક અને હાથીનો પ્રેમ

દુનિયાભરમાં એવા ઘણા લોકો છે જે પ્રાણીઓને પાળવાના શોખીન છે. સોશિયલ મીડિયાના જમાનામાં માણસો અને પ્રાણીઓ વચ્ચેના સ્નેહ દર્શાવતા ઘણા વીડિયો વાયરલ થાય છે. ઘણા લોકો વિકરાળ પ્રાણીઓને મિત્રો તરીકે રાખે છે. આ દિવસોમાં હાથી અને તેના માલિકનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં બંને વચ્ચે જે રીતે પ્રેમ જોવા મળી રહ્યો છે. તે તેને પોતાનાથી દૂર જવા દેતો નથી. જણાવી દઇએ કે, આ વીડિયોમાં એક વ્યક્તિ પોતાના પાલતુ હાથીથી દૂર ખસી જવાનો ઢોંગ કરી રહ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ બાઇક પર તૈયાર બેઠો છે. અને હાથીનો માલિક તેનાથી દૂર જવા માટે બાઇક તરફ જઈ રહ્યો છે. આ જોઈને હાથીને ખરાબ લાગે છે અને તે તેને રોકવા લાગે છે. માણસ આવું ઘણી વાર કરે છે પણ હાથી દરેક વખતે તેને રોકતો જોવા મળે છે. હાથી અને તેના માલિક વચ્ચેનો પ્રેમ દર્શાવતો આ વીડિયો લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે તે લોકોના દિલ જીતી રહ્યો છે.

સોશિયલ મીડિયા યુઝર્સ સતત કરી રહ્યા છે કમેન્ટ

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા યુઝરે તેના X એકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે. પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે કે ‘હાથી અને તેના માલિક વચ્ચેનું બોન્ડ.’ આ વીડિયો 27 સપ્ટેમ્બરે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યો હતો. 1 મિનિટના આ વીડિયોમાં જોઈ શકાય છે કે બે યુવકો સ્કૂટર લઈને રોડ કિનારે ઉભા છે. તેમની પાછળ એક હાથી પણ છે જે સ્કૂટરની પાછળ બેઠેલા વ્યક્તિને તેની સૂંઢ વડે પ્રેમ કરી રહ્યો છે. આ વ્યક્તિ ક્યાંક જઈ રહ્યો છે પરંતુ હાથી તેને છોડવા તૈયાર નથી. હાથી અને વ્યક્તિ વચ્ચેના બોન્ડિંગને જોઈને સોશિયલ મીડિયા યુઝર્સે ઘણી પ્રેમભરી કમેન્ટ્સ કરી છે. એકે લખ્યું હતું ‘ઉત્તમ’. કમેન્ટ કરતી વખતે બીજાએ લખ્યું, ‘મને પણ આવો હાથી જોઈએ છે’. અત્યાર સુધીમાં આ વીડિયોને 39 હજારથી વધુ લોકો જોઈ ચૂક્યા છે જ્યારે 1100 થી વધુ યુઝર્સે તેને લાઈક કર્યો છે.

આ પણ વાંચો – Viral Video : પેન્ડલ વિના ચાલે છે આ સાયકલ, જુઓ શખ્સનો ગજબ જુગાડ

આ પણ વાંચો – શાળામાં બિકિની પહેરીને આવી વિદ્યાર્થીની, ટીચર ગુસ્સે થયા તો આપ્યો આ જવાબ, Video

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter