+

છોકરીએ Tiger ને પાલતું પ્રાણી સમજવાની ભૂલ કરી અને પછી…, જુઓ Video

પ્રાણીસંગ્રહાલયમાં જઇને લોકો ઘણીવાર પાંજરામાં પુરાયેલા હિંસક પ્રાણીઓને ચીડવતા હોય છે, તેઓ માનવભક્ષી પ્રાણીઓને નબળા અને પાળેલા પ્રાણીઓ સમજવાની ભૂલ કરી બેસે છે. આ પછી શું થાય છે તે સોશિયલ…

પ્રાણીસંગ્રહાલયમાં જઇને લોકો ઘણીવાર પાંજરામાં પુરાયેલા હિંસક પ્રાણીઓને ચીડવતા હોય છે, તેઓ માનવભક્ષી પ્રાણીઓને નબળા અને પાળેલા પ્રાણીઓ સમજવાની ભૂલ કરી બેસે છે. આ પછી શું થાય છે તે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા ઘણા વીડિયોમાં જોઈ શકાય છે. આ વીડિયોમાં જે લોકો ભયાનક પ્રાણીઓને કમજોર સમજવાની ભૂલ કરે છે, તેઓ ઘણીવાર આ પ્રાણીઓનો શિકાર બનતા જોવા મળે છે. હાલમાં જ આવો જ એક વીડિયો લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે, જેમાં એક છોકરી ટાઈગર સાથે મસ્તી કરવાની ભૂલ કરે છે. વીડિયોમાં આગળ શું થાય છે તે જોઈને તમે ચોંકી જશો.

વાઘે છોકરીનો હાથ અને પગ તેના જડબાથી પકડ્યો

એક વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે જેમા એક છોકરી એવું કર્યું છે કે જે જોયા બાદ કોઇ પણ ચોંકી જાય. આ વીડિયો જોઈને યુઝર્સનો શ્વાસ અધ્ધર થઈ રહ્યો છે. તે જોઈને અનુમાન લગાવી શકાય છે કે આ વીડિયો કોઈ પ્રાણી સંગ્રહાલયનો છે. જ્યાં એક છોકરી વાઘને વહાલ કરવાનો પ્રયાસ કરતી જોવા મળે છે, પરંતુ બીજી જ ક્ષણે ભયંકર માનવભક્ષી છોકરીના આ કૃત્યથી ગુસ્સામાં આવી જાય છે અને તેના પર તરાપ મારતા તેના હાથ અને પગ તેના જડબાથી પકડી લે છે. આ વીડિયો જોયા પછી કોઈના પણ હૃદયના ધબકારા ચોક્કસ વધી શકે છે.

 

View this post on Instagram

 

A post shared by Earth Reels (@earth.reel)

માનવભક્ષીને પાલતું સમજી બેઠી છોકરી

વીડિયોમાં છોકરી વાઘની બાજુમાં ઉભી જોવા મળી રહી છે. આ દરમિયાન ગુસ્સે ભરાયેલા વાઘ ક્યારેક હાથ પકડતો જોવા મળે છે તો ક્યારેક પગ. ઉશ્કેરનારા આ વીડિયોમાં યુવતી પોતાના પર સંયમ બતાવતી જોવા મળે છે, કારણ કે તેની આગામી ભૂલ તેનું કામ તમામ કરી શકે છે. વીડિયો જોઈને કોઈ પણ વ્યક્તિ ડરી જાય તે જરૂરી છે. 3 દિવસ પહેલા શેર કરવામાં આવેલા આ વીડિયોને 3 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે. વીડિયો જોનારા યુઝર્સ તેના પર અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

યુઝર્સે હાસ્યાસ્પદ કૃત્ય ગણાવ્યું

વીડિયો જોયા બાદ યુઝર્સ હજુ પણ આશ્ચર્યમાં છે. કારણ કે વાઘ જેવા ભયાનક પ્રાણી પર વિશ્વાસ કરવો એટલો સરળ નથી. તેનો એક હુમલો પણ વ્યક્તિને મારવા માટે પૂરતો છે. એક યુઝરે લખ્યું કે, ‘જેને પોતાના જીવનથી પ્રેમ નથી તે આવું હાસ્યાસ્પદ કૃત્ય કરવાનું વિચારશે.’ અન્ય યુઝરે લખ્યું, ‘જો તમે આ સ્થિતિમાં હોત તો તમે શું કરશો?’ કેટલાક યુઝર્સે ટાઈગર અને યુવતી વચ્ચેના પ્રેમભર્યા સંબંધોના વખાણ કર્યા છે. જ્યારે કેટલાક યુઝર્સે યુવતીના આ પગલાને મૂર્ખ ગણાવ્યું છે અને કહ્યું છે કે તેણે માત્ર વીડિયો માટે પોતાનો જીવ જોખમમાં મૂક્યો છે.

Whatsapp share
facebook twitter