+

બ્રિટનના PM ઋષિ સુનક અને તેમના પત્ની અક્ષતાની સાદગી પર દુનિયા ઓવારી ગઇ

અહેવાલઃ કનુ જાની, ગુજરાત ફર્સ્ટ હું ગઈ કાલથી વિચારી રહ્યો છું કે આ ફોટો પર કંઈક લખું..આમ તો એક જ વાક્ય પૂરતું છે- આ યુગલ ખૂબ જ સુંદર લાગે છે….…
અહેવાલઃ કનુ જાની, ગુજરાત ફર્સ્ટ
હું ગઈ કાલથી વિચારી રહ્યો છું કે આ ફોટો પર કંઈક લખું..આમ તો એક જ વાક્ય પૂરતું છે- આ યુગલ ખૂબ જ સુંદર લાગે છે…. લગભગ 200 વર્ષ સુધી આપણા દેશ પર શાસન કરનાર બ્રિટનના વડા પ્રધાન અને તેમની પત્ની પ્રથમ દ્રષ્ટીએ પ્રાથમિક શાળાના શિક્ષક દંપતિ જેવા લાગે છે. ધર્મ માણસને સરળ બનાવે છે. જો કોઈ ધર્મ ન હોય, તો સત્તા ક્યારેય સામાન્ય લોકો સાથે ઊભી ન હોત.
ઋષિ સુનકની સાસુ સુધા મૂર્તિ સરળ રીતે મનોવિજ્ઞાન પિરસનાર લેખિકા તરીકે ખૂબ જ લોકપ્રિય છે. અબજોપતિ વેપારી પરિવારની કરોડરજ્જુ હોવા છતાં, તેમના વર્તનમાં ગામઠી નારી જેવી સરળતા ધરાવતાં સુધા મૂર્તિ  કૌટુંબિક, સામાજિક અને ધાર્મિક મૂલ્યોને સહજતાર્હી પોતાના ખભે લીધેલી છે. હવે સમજાય છે કે  ૨૩૦૦ મીલીયન પાઊંડની સંપત્તિની માલિક તેની પુત્રી તેના વડા પ્રધાન પતિ સાથે સાવ  સામાન્ય કપડાંમાં કેમ છે!!!
પણ સુધા મૂર્તિના સંસ્કાર જૂઓ આ દિકરીએ ભારતને તેના હૃદયમાં રાખ્યું છે. સાબિત થાય છે કે ભારત કોઈ જમીનનો ટુકડો નથી, જીવંત રાષ્ટ્ર છે… જો કે મને તો પૂરો વિશ્વાસ છે કે બૌદ્ધિક દલિત લોકોને બળતરા તો થઈ જ હશે.
જે લોકો બૌદ્ધિક, પારિવારિક, સામાજિક અને આર્થિક રીતે ખરેખર સમૃદ્ધ છે તેઓ શ્રધ્ધાનો દોર છોડતા નથી.   આ ચિત્રમાં ઘણું બધું નથી. આ કપલ પણ ઘણી વાર આધુનિક કપડામાં જોવા મળે છે. રાષ્ટ્રની બાબતોમાં, તેમની વફાદારી ભારત કરતાં બ્રિટન પ્રત્યે વધુ છે, તેથી તેઓ બ્રિટનમાં રહેતી વખતે ભારતીય વસ્ત્રો પહેરશે નહીં. પરંતુ ઓછામાં ઓછું તેઓ ભારતના યુવાનોને મંદિરોમાં કેવી રીતે જવું તે સમજાવી રહ્યા છે.
હાથમાં કરબંધન બાંધીને કપાળ પર તિલક લગાવ્યું છે, દૂરના દેશનો આ શાસક આપણા પોતાના જેવો લાગે છે, આ તેની જીત છે. અક્ષતા મૂર્તિ બ્રિટનની રાણી કરતાં પણ વધુ મિલકતની માલિક છે.સાદગી જોતાં આ વાત સાચી લાગતી નથી, છતાં પણ… જો એ અક્ષતા સાધારણ લાગતા કપડાંમાં દુનિયા સમક્ષ આવવામાં જરા પણ સંકોચ ન અનુભવે તો એ તેની જીત છે. જ્યારે પણ અંગ્રેજો આવે છે ત્યારે લૂંટ કરવા આવે છે. આ યુગલે ય લૂંટ ચલાવી. જી-20 કોન્ફરન્સમાં લોકપ્રિયતા લૂંટી છે.  .
અહીં દંત ચિકિત્સકોની કોઈ અછત ક્યારેય હોતી નથી..હીહીહીહી કરી ઠીઠીયારા કરનાર બૌદ્ધિક શુદ્રો તો એમની હાજરી જાહેરમાં પૂરાવશે જ.પણ…તેમાં કોઈ શંકા નથી કે નારાયણમૂર્તિની પુત્રી અને જમાઈએ G20 સંમેલનમાં સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે.
Whatsapp share
facebook twitter